કોડિયાં/કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા

કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા

1911 : સપ્ટેમ્બર 16, ઉમરાળા (જિ. ભાવનગર)માં જન્મ. માતા લહેરીબહેન પિતા જેઠાલાલ નાગજીભાઈ. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. 1922 : 11 વર્ષની વયે દક્ષિણામૂર્તિ ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રવેશ. 1927 : ‘હું જો પંખી હોત’ કુમારમાં પ્રકાશિત પ્રથમ કવિતા. 1929 : ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસ માટે પ્રવેશ. 1930 : દાંડીકૂચ 12મી માર્ચ, 79 સૈનિકોની આગળ જનાર સ્વયંસેવકોની અગ્ર (પાયલટ) ટુકડીમાં પસંદગી પામ્યા. કરાડીમાં ધરપકડ. ત્રણ માસની જેલ. ‘વડલો’ નાટકની રચના. 1931 : વિશ્વભારતી, શાંતિનિકેતન - ઉચ્ચ અભ્યાસ માટે. 1933 : અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1934 : ‘કોડિયાં’ (પ્રથમ આવૃત્તિ)નું પ્રકાશન. વધુ અભ્યાસ માટે અમેરિકાગમન. 1935 : ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. 1936 : કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ. 1940 : સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી. 1945 : અમૃતબજાર પત્રિકા (કોલકાતા)માં વિદેશસ્થિત પત્રકાર. 1946 : ભારત પરત. દિલ્હીમાં નિવાસ. અમૃતબજાર પત્રિકા સાથે જોડાયેલા રહ્યા. રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. 1950 : દયારામ ગીડુમલની પુત્રી સુંદરી સાથે લગ્ન. (લગ્નથી પછી બે સંતાન — અમર અને કવિતા) 1957 : ‘કોડિયાં’ની નવાં કાવ્યો અને નવી ગોઠવણી સાથે સંવર્ધિત આવૃત્તિ, ઉમાશંકર જોશીની ભૂમિકા સાથે. 1958 : રણજિતરામ સુવર્ણચંદ્રક (પ્રદાન મરણોત્તર) 1960 : દિલ્હી મુકામે અવસાન.

1961 : ‘પુનરિપ’ બીજા કાવ્યસંગ્રહનું પ્રકાશન.