કોડિયાં/દીવડીની આરતી

From Ekatra Wiki
Revision as of 12:05, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દીવડીની આરતી|}} <poem> દસ કોઠે દસ દીવડા કીધા, {{Space}} અંતર-થાળમાં આર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
દીવડીની આરતીદસ કોઠે દસ દીવડા કીધા,
          અંતર-થાળમાં આરતી.
પરસેવાના ધૂપ ધરી દીધા,
          આંતર ઘંટ પુકારતી.

જગના લોકના મેલ હરી-હરી,
          ફૂલ મૂક્યાં તુજ પાયમાં;
પાપ તણાં નૈવેદ્ય દીધાં ધરી,
          અવર કાંઈ ધરાય ના.

હાડ સૂકાં અમ ચામ ગંધાતાં,
          પગલાં એમાં પાડજે!
છોડવાના નથી કોઈ કાળે તને,
          છાંડવાં હોય તો છાંડજે!