કોડિયાં/પાંચીકડા

From Ekatra Wiki
Revision as of 13:08, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાંચીકડા|}} <poem> વીરપસલી આપે જો, વીર! કેવાંકેવાં દેશે, ચીર? મેઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાંચીકડા


વીરપસલી આપે જો, વીર!
કેવાંકેવાં દેશે, ચીર?
મેઘધનુની સાડી કરું,
પે’રી તારી સાથે ફરું.
          બીજું શું-શું દેશે, બોલ?
          આપ્યા ક્યારે પાળે કોલ?
તારા સપ્તષિર્ના સાત,
પાંચીકડાની કેવી જાત?
હમણાં લાવું, ગમશે, બ્હેન?
મૂકીશ ને તું તારું વ્હેન?
          સાથે બ્હેની, રમશું રોજ!
          છલકાશે હૈયાના હોજ.

20-2-’28