કોડિયાં/બારી અનન્ત પરે

Revision as of 11:17, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બારી અનન્ત પરે|}} <poem> કાંચનજંઘાની જાંઘ પરે એક ગામડામાં એક ખો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બારી અનન્ત પરે


કાંચનજંઘાની જાંઘ પરે
એક ગામડામાં એક ખોરડું છે,
એ ખોરડામાં એક ઓરડો છે.
એક બારી ખરી એ ઓરડામાં;
સાંકડી બારીમાં દૃશ્ય મઢ્યું વિરાટ તણું;
કાળ અનન્ત ને સર્જન સર્વ પરે
સાંકડી બારી ડોકિયું દ્યે.

માણસ માણસને મન છે,
મગજ છે, જિગર છે.
એક માપના ઓરડા સમ.
એક માપની બારી ખરી
મનને, મગજને, જિગર પર, બધે.
કદ માનસનાં આંહીં ઘટે તો આંહીં વધે;
ક્યાં બારી પડે? —
(જાળિયું કૂપ તળે? અરીસા ઉપરે?)
— કાંચનજંઘાની હાર પરે?