કોડિયાં/યુગવણકર

Revision as of 12:08, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુગવણકર|}} <poem> વણઢાંક્યા જગનો સાદ, {{Space}} સાંભળ યુગચાદર વણનાર!...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
યુગવણકર


વણઢાંક્યા જગનો સાદ,
          સાંભળ યુગચાદર વણનાર!
હિમ શિયાળે ધરણી ધ્રૂજે,
મેઘની છૂટે ધાર!
દેહ તણી મરજાદ છુપાવા,
          ચીંથરાનો ન આધાર! સાંભળ0

વર્તમાને તેં પાટલી માંડી,
ખાંભી અનંતને આર!
ભૂતને તાણે ભરતો જાતો,
          ભાવી તરંગના તાર! સાંભળ0

છેડલે મૂકી અહિંસાની આરી,
સાચની હીર કિનાર!
આત્મવિલોપન, આતમ મોચન,
          કાંજી થકી સંચાર! સાંભળ0

પથ્થરની અણભેદ દીવાલો,
રૂંધતી વણકર કાર;
ઈંટચૂનો વીંધો તાંતણા થાતા,
          વિશ્વમાં એકાકાર! સાંભળ0

13-9-’32