કોડિયાં/વાંછા

From Ekatra Wiki
Revision as of 12:04, 15 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાંછા|}} <poem> મુક્તિ! પ્રભા-હૃદયની-પ્રભુ! પ્રાણશ્વાસ! વાંછા સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાંછામુક્તિ! પ્રભા-હૃદયની-પ્રભુ! પ્રાણશ્વાસ!
વાંછા સનાતન! અને અવિભિન્ન આશ!
સંજીવની! પુનરજન્મની ઓ વિધાત્રી!
તું એક માત્ર જગમાં મુજ આશધાત્રી!

ના; આશ એક ઉરની તુજથી મહાન.
હા; એ તૃષા નહિ છીપે કરી મુક્તિપાન.
સ્વાતંત્ર્યના જગનમાં બલિદાન થાવું,
મુક્તિ પ્રિયા, પ્રિયતમા બલિદાન માનું.

12-3-’30