કોડિયાં/સંવધિર્ત આવૃત્તિમાંના ફેરફારો વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંવધિર્ત આવૃત્તિમાંના ફેરફારો વિશે

સંકલિત આવૃત્તિનાં સંપાદકોની નોંધ

(સંકલિત આવૃત્તિ : શ્રીધરાણીની કાવ્યસૃષ્ટિ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર,2011-ના સંપાદકીયમાંથી એ અંશ)


અમે 1957ની સંવધિર્ત આવૃત્તિ પ્રમાણે ચાલ્યાં છીએ. 1934ના કોડિયાં સંગ્રહ વખતે લખાયેલાં પણ એ આવૃત્તિમાં નહિ લીધેલાં એ સમયમાં કેટલાંક કાવ્યો ‘આઠમું દિલ્હી’ પછી તરત કવિએ ગોઠવ્યાં છે. ‘એડન’, ‘અરબી રણ’, ‘માલ્ટા ટાપુ’ આદિ એ શરૂઆતની 17 રચનાઓ નવેસરથી ઉમેરવામાં આવી છે. જેમાં કેટલીક અમેરિકા જતાં વાટમાં લખાઈ છે. તે કાવ્યો રચાયાની નીચે લખેલી તારીખથી સ્પષ્ટ થશે, (જે પ્રથમ આવૃત્તિમાં નથી સમાવ્યાં.) 1934ની આવૃત્તિમાં ગીતો ‘ગીતિમાલ્ય’ શીર્ષક નીચે છે, પણ 1957ની સંવધિર્ત આવૃત્તિમાં એવો વિભાગ નથી, ઉપરાંત એમનાં નાટકોમાંનાં કેટલાંક ગીતો પણ ઉમેરેલાં છે. એ પ્રથમ આવૃત્તિમાં કવિએ કાવ્યો વિષય પ્રમાણે વિભાગ પાડીને ગોઠવ્યાં છે, રચ્યા તારીખના ક્રમમાં નહિ. કવિએ ધર્મત્રિશૂળ, ભરતીમોજાં, કથાકાવ્યો, જલતરંગ, વ્યક્તિવિશેષને, જન્મત્રયી, ‘ટાઢાં ટબુકલાં’ , ‘પાંચીકા’ જેવા વિભાગ પડ્યા છે. નવી આવૃત્તિમાં આવા વિભાગ નથી. ઉપરાંત કેટલાંક કાવ્યોનાં શીર્ષક આ નવી આવૃત્તિમાં બદલ્યાં છે. પ્રથમ આવૃત્તિમાં ‘આંસુ’, તે સંવધિર્ત આવૃત્તિમાં ‘વલભીપુર પ્રથમ આવૃત્તિમાં ‘પગલાં’, તે સંવધિર્ત આવૃત્તિમાં ‘મોહનપગલાં પ્રથમ આવૃત્તિમાં ‘કવિ’, તે સંવધિર્ત આવૃત્તિમાં ‘શબ્દબ્રહ્મ પ્રથમ આવૃત્તિમાં ‘24 સપ્ટેમ્બર’, તે સંવધિર્ત આવૃત્તિમાં ‘તા. ક.’ પ્રથમ આવૃત્તિમાં ‘હું’ — (ગર્વોક્તિ’), તે સંવધિર્ત આવૃત્તિમાં ‘ગર્વોક્તિ’ વળી 1934ની આવૃત્તિમાં છે, એવાં જે 3 કાવ્યો સંવધિર્ત આવૃત્તિમાં નથી લીધાં, તે અહીં અમે ઉમેરી લીધાં છે.

આ ફેરફારો ઉપરાંત 1932માં લખાયેલું ‘23મે વર્ષે’ પ્રથમ આવૃત્તિમાં નથી, 1929માં લખાયેલું ‘સાબરમતીનું પૂર’, ‘સત્યાગ્રહ’ આદિ નથી, એ સંવધિર્ત આવૃત્તિમાં સમાવિષ્ટ કર્યાં છે.

          —ભોળાભાઈ પટેલ, તોરલ પટેલ, સંકેત પારેખ