કોડિયાં/સમીરનું ગીત

From Ekatra Wiki
Revision as of 12:03, 14 September 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમીરનું ગીત|}} <poem> દરિયાના બેટમાં બેઠી નીંદરડી, {{Space}} અવનિને અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સમીરનું ગીતદરિયાના બેટમાં બેઠી નીંદરડી,
          અવનિને અંચળા ઓઢાડે જી રે!
મંદમંદ, મંદમંદ, ગાતી હાલરડાં,
          પ્રાણી ત્રિલોકનાં પોઢાડે જી રે!

ઊંઘમાં મીઠી પોઢ્યાં પંખીડલાં,
          પારણે-વડલાની ડાળે જી રે!
અણદીઠ હરીલાની દોરી અમે તો,
          તાણી નીંદરડી ઝૂલાવે જી રે!

ગાજે ગભીર ગાન મીઠો મ્હેરામણ,
          એ તો નીંદરની સિતારી જી રે!
આંગળી ફરફર વાયુ નીંદરની,
          સ્પર્શે ત્યાં ઊઠતી ધ્રુજારી જી રે!