ખારાં ઝરણ/કિનારે જઉં કે નદીમાં તરું

Revision as of 00:44, 2 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કિનારે જઉં કે નદીમાં તરું

કિનારે જઉં કે નદીમાં તરું?
કશો એક નિર્ણય હવે તો કરું.

હવે લહેરખી હચમચાવે મને,
અને ડાળ પરથી હું ખરખર ખરું.

ઘડામાં તસુભાર જગ્યા નથી,
હવે કેમનું દોસ્ત ! પાણી ભરું?

ચડે હાંફ, લોહી અટકતું વહે,
ચડું શું શિખર ? ચાલ, પાછો ફરું.

થઈ શ્વાસની કેવી લાંબી શરત?
ડરું, ક્ષણ-બ-ક્ષણ હું મરણથી ડરું.
૫-૪-૨૦૦૮