ખારાં ઝરણ/જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો

From Ekatra Wiki
Revision as of 00:52, 2 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો

જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો,
આંસુ સાથે ચેડાં હું ડરતો રહ્યો.

બાળકો જેવી જ તારી હરકતો,
શ્વાસ ! તારી જિદ્દથી ડરતો રહ્યો.

સહેજ વધઘટ થાય છે અજવાસમાં,
ભીંત પરથી પોપડો ખરતો રહ્યો.

ડૂબકી શું મારશો બ્રહ્માંડમાં?
તું સપાટી પર, તટે તરતો રહ્યો.

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો?
૧૩-૯-૨૦૦૮