ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એ લોકો

From Ekatra Wiki
Revision as of 17:32, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


એ લોકો
પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે.
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેેચે છે

એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે.
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે.
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે.

એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ,
બીજું એને કાંઈ ભાવતું નથી,

મારે કવિ થવું જ નથી
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો ય બસ!