ગુજરાતી એકાંકીસંપદા/કુદરતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 216: Line 216:
}}
}}
{{Ps
{{Ps
કૃપાશંકરઃ અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે.
|કૃપાશંકરઃ  
કાશીઃ સ્વર્ગની?
|અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે.
ચંદુઃ તો પછી? કાશી ફૂઈ તમે બેહો. આ આપણ બાબૂભૈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી – બાબૂભૈ!
}}
બાબુઃ હાં, તો વાદળાંની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નો’તા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા! હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી ને એક અપસરા ઊડતીકને આવી પોંચી અને ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગીયો. અને જ્યારે એના મોંઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગીયો. ચંદુભઈ! ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો.
{{Ps
|કાશીઃ  
|સ્વર્ગની?
}}
{{Ps
|ચંદુઃ  
|તો પછી? કાશી ફૂઈ તમે બેહો. આ આપણ બાબૂભૈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી – બાબૂભૈ!
}}
{{Ps
|બાબુઃ  
|હાં, તો વાદળાંની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નો’તા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા! હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી ને એક અપસરા ઊડતીકને આવી પોંચી અને ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગીયો. અને જ્યારે એના મોંઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગીયો. ચંદુભઈ! ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો.
ચંદુઃ દેવલો?
ચંદુઃ દેવલો?
બાબુઃ હા દેવલો. ઓલો ખારાગોઢાના મેળામાં બૈરીનાં કપડાં પે’રી, પટિયાં પાડી નાચતો નો’તો? ઈ… ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો.
}}
ચંદુઃ હા… હા… દેવલો. પેલો નરસીં બજાણિયાનો છોકરો.
{{Ps
હરિલાલઃ નરશીંનો છોકરો તો બે વરહ પેલાં મરી ગ્યો તો?
|બાબુઃ  
કૃપાશંકરઃ ઈને એરુ આભડ્યો’તો…
|હા દેવલો. ઓલો ખારાગોઢાના મેળામાં બૈરીનાં કપડાં પે’રી, પટિયાં પાડી નાચતો નો’તો? ઈ… ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો.
બાબુઃ હા… હા ઈ જ દેવલો. સ્વર્ગમાં અપસરા થીયો છે. મે કીધું દેવલા! તું અંઈ ક્યાંથી? તો કે કે તમારું નાક લુવા આઈ છું બાબૂભૈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપસરા છું.
}}
{{Ps
|ચંદુઃ  
|હા… હા… દેવલો. પેલો નરસીં બજાણિયાનો છોકરો.
}}
{{Ps
|હરિલાલઃ  
|નરશીંનો છોકરો તો બે વરહ પેલાં મરી ગ્યો તો?
}}
{{Ps
|કૃપાશંકરઃ  
|ઈને એરુ આભડ્યો’તો…
}}
{{Ps
|બાબુઃ  
|હા… હા ઈ જ દેવલો. સ્વર્ગમાં અપસરા થીયો છે. મે કીધું દેવલા! તું અંઈ ક્યાંથી? તો કે કે તમારું નાક લુવા આઈ છું બાબૂભૈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપસરા છું.
હરિલાલઃ અરે મારો બેટો દેવલો! કેવું પડે!
હરિલાલઃ અરે મારો બેટો દેવલો! કેવું પડે!
ચંદુઃ પછી?
}}
બાબુઃ પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હોં ચંદુભાઈ! ઈ તો મારું નાક લૂછીને અંતરધાન થઈ ગ્યો. મને તો કંઈ એવો હરખ થાય! પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાતભાતનાં ઝાડ, વેલા, ફૂલ! એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઊડે તો મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મ્હેલમાં દાખલ થીયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલી રીયાં છે. પણ હું દાખલ થીયો કે તરત નાચગાન બંધ.
{{Ps
હરિલાલઃ બંધ? બંધ કેમ કરી દીધાં?
|ચંદુઃ  
ચંદુઃ નાચગાન બંધ પછી?
|પછી?
બાબુઃ આપણને જોઈને ઇન્દ્રરાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. ‘આવો બાબુરાજ’ એમ કઈને બથમાં લીધો. આંખમાં હરખનાં આંસુ આવી ગ્યાં.
}}
ચંદુઃ કોની આંખમાં બાબુ?
{{Ps
બાબુઃ અમારા બંનેની આંખમાં.
|બાબુઃ  
હરિલાલઃ ઇન્દ્રરાજા રડી પડ્યા?
|પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હોં ચંદુભાઈ! ઈ તો મારું નાક લૂછીને અંતરધાન થઈ ગ્યો. મને તો કંઈ એવો હરખ થાય! પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાતભાતનાં ઝાડ, વેલા, ફૂલ! એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઊડે તો મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મ્હેલમાં દાખલ થીયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલી રીયાં છે. પણ હું દાખલ થીયો કે તરત નાચગાન બંધ.
બાબુઃ હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગ્યું. પછી તો મને એમની પાંહે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક્ ધીન્ ધીન્ નાચગાન શરૂ થીયાં.
}}
{{Ps
|હરિલાલઃ  
|બંધ? બંધ કેમ કરી દીધાં?
}}
{{Ps
|ચંદુઃ  
|નાચગાન બંધ પછી?
}}
{{Ps
|બાબુઃ  
|આપણને જોઈને ઇન્દ્રરાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. ‘આવો બાબુરાજ’ એમ કઈને બથમાં લીધો. આંખમાં હરખનાં આંસુ આવી ગ્યાં.
}}
{{Ps
|ચંદુઃ  
|કોની આંખમાં બાબુ?
}}
{{Ps
|બાબુઃ  
|અમારા બંનેની આંખમાં.
}}
{{Ps
|હરિલાલઃ  
|ઇન્દ્રરાજા રડી પડ્યા?
}}
{{Ps
|બાબુઃ  
|હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગ્યું. પછી તો મને એમની પાંહે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક્ ધીન્ ધીન્ નાચગાન શરૂ થીયાં.
ચંદુઃ એ લોકો કેવાં ગાયન ગાય?
ચંદુઃ એ લોકો કેવાં ગાયન ગાય?
બાબુઃ આપણાં જેવાં જ વળી. પણ એકદમ સુરીલાં ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કીયું ગાયન ગાયું’તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ! વાહ! શું મીઠાશ અને હલક! અને માળો દેવલો, ચંદુભાઈ! એવો જ રૂપાળો લાગે. ખારાગોઢાના મેળામાં જેવો લાગતો’તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયાં પાડેલાં, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પે’રેલ. વાહ! શું ઈની અદા, શું ઈના ઇશારા. બીજી બધી અપસરા ઈની પાંહે ઝાંખી લાગે.
}}
હરિલાલઃ ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યાં કે ભોજન-બોજન…
{{Ps
|બાબુઃ  
|આપણાં જેવાં જ વળી. પણ એકદમ સુરીલાં ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કીયું ગાયન ગાયું’તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ! વાહ! શું મીઠાશ અને હલક! અને માળો દેવલો, ચંદુભાઈ! એવો જ રૂપાળો લાગે. ખારાગોઢાના મેળામાં જેવો લાગતો’તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયાં પાડેલાં, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પે’રેલ. વાહ! શું ઈની અદા, શું ઈના ઇશારા. બીજી બધી અપસરા ઈની પાંહે ઝાંખી લાગે.
}}
{{Ps
|હરિલાલઃ  
|ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યાં કે ભોજન-બોજન…
}}
{{Ps
બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો.
બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો.
ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે?
ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે?

Revision as of 13:39, 2 June 2022

કુદરતી
લાભશંકર ઠાકર
પાત્રો

હરિલાલ
ચંદુ
કૃપાશંકર
કાશી
બાલુ

(ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતાં ગોઠવતાં હરિલાલ છળી મરે છે.)

હરિલાલઃ એલા ઊભા રો. ઊભા રો. સબૂર આ બાબુડો તો જીવતો છે. આ જુઓ ઈની આંખનાં પોપચાં હલે.
ચંદુઃ હરિકાકા! આ ઈના હોઠ પણ ફફડે છે. જુઓ. (મોટેથી) એલા બાબુ જીવે છે. રોવાનું બંધ કરો…

(બહારથી સંભળાતો બૈરાંનો રોકકળનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે.)

કૃપાશંકરઃ મારો બાબુ જીવે છે? હે ભગવાન!
હરિલાલઃ (બાબુની નાડી જુએ છે.) આ જુઓ ઈની નાડીના ધબકારા હાલે!

(બાજુમાં પડેલી નાડાછડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે.)

આ ઈના શ્વાસ હાલે.

(શ્વાસથી નાડાછડીનો છેડો આઘોપાછો થાય છે.)

કૃપાશંકરઃ (બાબુના માથા પર હાથ મૂકી રહે છે.)
બાબુ બેટા! આ બધું શું થઈ ગયું!
ચંદુઃ હવે રોવાનું બંધ કરો ફુઆ. બધા શાંતિ રાખો. ઈનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકળાટ કરશો તો એ મૂંઝાઈ જશે.
હરિલાલઃ હા, મોટા ભૈ, રોવાનું બંધ કરો. અને ચંદુ જરા પંખો લાવ તો.
ચંદુઃ (ઊભો થઈ બારણા પાસે જઈ): અરે કાશી ફૂઈ! ક્યાં ગીયાં? આપણો બાબુ તો જીવે છે. પંખો લાવો ઝટ ક્યાં ગીયાં?

(કાશી પ્રવેશે છે. કાળાં કપડાં પહેર્યાં છે.)

કાશીઃ શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો… મારો દીકરો… મારો સાત ખોટનો બાબુડો…
ચંદુઃ હવે રાડું નાખો મા, ફૈ. કઉં છું પંખો લાવો ઝટ. જરા વાહન નાખીએ તો ઈના જીવને શાંતિ મળે.

(કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખનાં આંસુ લૂછે છે.)

હરિલાલઃ (પંખો લઈને) તમે હવે આઘા બેહો. અને ચંદુ! મોટા ભૈ! આને હવે અંઈથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો.

(ઠાઠડી પરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે. ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને)

એલા, આ બધો ડામચિયો બાર કાઢો. ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થીયા છો. માણાહ મરેલો છે કે જીવતો છે ઈનું પણ કંઈ ભાન નથી.

(ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે.)

કૃપાશંકરઃ લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. (પંખાને લેવા હાથ લંબાવે છે.)
હરિલાલઃ તમે બેહો હવે છાનામાના. તમારામાં તે કંઈ અક્કલ છે! ઈ તો સારું થીયું કે મારું ધ્યાન ગીયું. નઈ તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારેત ને?
કૃપાશંકરઃ અરે પણ પરસોતમ દાકતરે તપાસ કરીને કીધું કે કાકા, ગંગાજળ લાવો. દાકતરે જાતે જ બાલુના મોંઢામાં ચમચી ભરીને રેડ્યું’તું. પૂછ તારી ભાભીને.
હરિલાલઃ હવે ઈ પશા દાકતરની વાત જાવા દ્યો ને. ઓણ સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો. ઈ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ દાકતરે આવતાંવેંત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે ઈને ઈંજિકશન ફટકારી દીધું. ડોહો તો કાંઈ રાડ્યું નાખે રાડ્યું!

(બધાં જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે.)

ચંદુઃ અરે બાબુએ આંખ ખોલી. બાબુ! બાબુ!
કૃપાશંકરઃ બાબુ દીકરા! કેમ છે તને?
કાશીઃ પાણી આલું ભઈ?
હરિલાલઃ એ શાંતિ રાખો.

(બાબુ ચકળવકળ આંખો ફેરવે છે. પછી બેઠો થવાનો યત્ન કરે છે.)

ઉભો રે, તને બેઠો કરું.

(બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે.)

હરિલાલઃ કેમ છે બાબુ તને?
બાબુઃ હરિકાકા!
હરિલાલઃ હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને?
બાબુઃ સારું છે, હરિકાકા. પણ કેડમાં જરા જરા દુખે છે. આ જમીન પર પટકાણો ઈની પછડાટ વાગી ગઈ.
કૃપાશંકરઃ જમીન પર પટકાણો?
કાશીઃ બઉ વાગ્યું છે ભઈ? હળદર-મીઠું ગરમ કરીને લગાડી દઉં?
બાબુઃ ના બા, ઈની કંઈ જરૂર નથી. મટી જશે ઈ તો.
હરિલાલઃ અરે પણ તું પટકાણો ક્યાંથી? તું તો અંઈ જ હતો. અમે તો તને…
કૃપાશંકરઃ તને જરા ઝોબો આવી ગયો’તો. અરે કઉં છું જરા ગરમ મશાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને.
બાબુઃ હા બા, ચા બનાવી આલ. ટાઢાંબોળ વાદળાંને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે.

(કાશી જાય છે.)

ચંદુઃ વાદળાં? શીના વાદળાં? બાબૂ ભૈ! તું શીની વાતું કરે છે?
બાબુઃ આકાશનાં વાદળાં. ભીનાં ભીનાં! ઈમાંથી દેવદૂતો પસાર થઈને મને અંઈ પાછો લાવ્યા.
હરિલાલઃ દેવદૂતો? બાબુ! તારું ભમી તો નથી ગીયું ને?
બાબુઃ ભમી જ ગ્યું’તું – અરે ઈ સ્વર્ગની કંઈ મોજ-મજાહ હતી. આ હા હા… હરિકાકા! આપણું તો મગજ કામ નોં કરે.
ચંદુઃ તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબૂભૈ?
બાબુઃ તંઈ!
હરિલાલઃ જરા માંડીને વાત તો કર. સ્વર્ગ કેવું હોય છે બાબુ?
બાબુઃ અરે શું વાત કરું, હરિકાકા! કઉં છું ને કે આપણું મગજ કામ નોં કરે.
હરિલાલઃ પણ તું ગીયો કેવી રીતે?
બાબુઃ આ આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો. પછી ખાટલામાં બેસીને તમાકું મસળતો’તો ત્યાં અચાનક મને મૂંઝારો થીયો ને ઢળી પડ્યો. પછી તો રોતાં મા-બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ, મને ફૂલની જેમ ઊંચકી લીધો ને માંડ્યા આકાશમાં ઊડવા, હું તો ટગરમગર ડાબાજમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું અલે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાવ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં, ટાઢાંબોળ વાદળાંમાંથી સરરર સરરર ઊંચે ને ઊંચે અમે ઊડતા’તા. મને બેચાર છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. માળું નાક લૂવું શી રીતે?
કાશીઃ (ચા લઈને આવે છે.) લે ભઈ ચા. સૂંઠ નાખીને બનાવી છે. ગરમ ગરમ પી લે.

(બાબુ કપ લે છે. રકાબીમાં ચા કાઢી જરાં ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે.)

ચંદુઃ પછી શું થીયું બાબૂ ભૈ?
બાબુઃ હા, આપણે ક્યાં સુધી આવ્યા’તા?
કૃપાશંકરઃ છીંક આવી.
કાશીઃ છીંક આવી? ગરમ ગરમ ચા પી લે ઝટપટ. શરદી મટી જાશે.
કૃપાશંકરઃ અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે.
કાશીઃ સ્વર્ગની?
ચંદુઃ તો પછી? કાશી ફૂઈ તમે બેહો. આ આપણ બાબૂભૈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી – બાબૂભૈ!
બાબુઃ હાં, તો વાદળાંની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નો’તા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા! હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી ને એક અપસરા ઊડતીકને આવી પોંચી અને ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગીયો. અને જ્યારે એના મોંઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગીયો. ચંદુભઈ! ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો.

ચંદુઃ દેવલો?

બાબુઃ હા દેવલો. ઓલો ખારાગોઢાના મેળામાં બૈરીનાં કપડાં પે’રી, પટિયાં પાડી નાચતો નો’તો? ઈ… ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો.
ચંદુઃ હા… હા… દેવલો. પેલો નરસીં બજાણિયાનો છોકરો.
હરિલાલઃ નરશીંનો છોકરો તો બે વરહ પેલાં મરી ગ્યો તો?
કૃપાશંકરઃ ઈને એરુ આભડ્યો’તો…
બાબુઃ હા… હા ઈ જ દેવલો. સ્વર્ગમાં અપસરા થીયો છે. મે કીધું દેવલા! તું અંઈ ક્યાંથી? તો કે કે તમારું નાક લુવા આઈ છું બાબૂભૈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપસરા છું.

હરિલાલઃ અરે મારો બેટો દેવલો! કેવું પડે!

ચંદુઃ પછી?
બાબુઃ પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હોં ચંદુભાઈ! ઈ તો મારું નાક લૂછીને અંતરધાન થઈ ગ્યો. મને તો કંઈ એવો હરખ થાય! પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાતભાતનાં ઝાડ, વેલા, ફૂલ! એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઊડે તો મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મ્હેલમાં દાખલ થીયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલી રીયાં છે. પણ હું દાખલ થીયો કે તરત નાચગાન બંધ.
હરિલાલઃ બંધ? બંધ કેમ કરી દીધાં?
ચંદુઃ નાચગાન બંધ પછી?
બાબુઃ આપણને જોઈને ઇન્દ્રરાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. ‘આવો બાબુરાજ’ એમ કઈને બથમાં લીધો. આંખમાં હરખનાં આંસુ આવી ગ્યાં.
ચંદુઃ કોની આંખમાં બાબુ?
બાબુઃ અમારા બંનેની આંખમાં.
હરિલાલઃ ઇન્દ્રરાજા રડી પડ્યા?
બાબુઃ હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગ્યું. પછી તો મને એમની પાંહે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક્ ધીન્ ધીન્ નાચગાન શરૂ થીયાં.

ચંદુઃ એ લોકો કેવાં ગાયન ગાય?

બાબુઃ આપણાં જેવાં જ વળી. પણ એકદમ સુરીલાં ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કીયું ગાયન ગાયું’તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ! વાહ! શું મીઠાશ અને હલક! અને માળો દેવલો, ચંદુભાઈ! એવો જ રૂપાળો લાગે. ખારાગોઢાના મેળામાં જેવો લાગતો’તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયાં પાડેલાં, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પે’રેલ. વાહ! શું ઈની અદા, શું ઈના ઇશારા. બીજી બધી અપસરા ઈની પાંહે ઝાંખી લાગે.
હરિલાલઃ ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યાં કે ભોજન-બોજન…

{{Ps બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો. ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે? બાબુઃ તંઈ? એ તો સ્વર્ગની એક રશમ કેવાય. તમે જાવ તો તમને ચંદુરાજ કહે. હરિકાકા જાય તો એમને હરિરાજ કઈને બોલાવે. એ રીતે મને બાબુરાજ. કૃપાશંકરઃ જમવામાં શું રસોઈ હતી, બાબુ? બાબુઃ છૂટું ચૂરમું વળી. ઉપર ધાર, ચોખ્ખા ઘીની અને પીરસનારો આપણો દેવલો, સમ દઈ દઈને ખવડાવે. કૃપાશંકરઃ અરે પણ ઈ તો બજાણિયાનો છોકરો, ઈના હાથનું આપણા બામણથી ખવાય? બાબુઃ ઈ ભેદભાવ સ્વર્ગમાં નોં હોય, બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કઉં છું. બાકી ઈનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં ઈનું કેટલું બધું માન! ઇન્દ્રરાજાના ઈના ઉપર ચાર હાથ. દેવાંશી શું કેશે ને શું કરશે. ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નઈં. હરિઃ બાબુ જમવામાં ફરસાણ શું હતું? બાબુઃ અરે હરિકાકા, વાલ. ફસ્ટ ક્લાસ! આપણા મણિયા કરજગના હાથની જ રસોઈ જઈ લો. આ આંગળિયુંમાં હજી ઈની સોડમ આવે છે. (બે વખત આંગળીઓ સૂંઘે છે.) ઊડી ગઈ છે. ઈ સ્વર્ગલોકની સોડમ કંઈ અંઈ ધૂળલોકમાં આવે? હરિલાલઃ (નિઃશ્વાસ સાથે) મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયા ય ગીયા અને ઈ ખાવાપીવાના ય ગીયા. કૃપાશંકરઃ ઉપર ધારનાં તો સપનાં રઈ ગ્યાં. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે ઈની પાછળ ચોવીસ ગામની નાત થયેલી. શું ઘી ખાધાં છે ઈ વખતે! ઓહો! હરિલાલઃ ઘીની ક્યાં વાત કરો છો, મોટા ભૈ. તેલ પણ ચાં મળે છે ખાવા? કાશીઃ તીંમાં તો મારો બાબુ રોજ કકળાટ કરે છે. મોર્ય સારીપઠ તેલવાળાં શાક ખાધેલાં ને તે ખાણબાફણાં જેવા શાક ચાંથી ભાવે? બાબુઃ આ એટલે તો મારે પાછા નો’તું આવવું, બા. ચંદુઃ તો પછી પાછો કેમ આવ્યો. બાબૂભૈ? બાબુઃ આવરદા બાકી હશે, બીજું શું? જમી લીધા પછી ઇન્દ્રરાજાએ એકસોવીશની તમાકુનું બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ચંદુઃ ઇન્દ્રરાજા તમાકુવાળું પાન ખાય? બાબુઃ શું કામ નો ખાય? ઈમને શી ખોટ છે? હા, સાંભળ, ચંદુભાઈ. પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્રરાજાએ કીધું કે જાવ, બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો. પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રીયો નથી. આપની મેરબાની હોય તો અંઈ જ કંઈ નાનુંમોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા, અમારા દિલ – ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી, બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પર્ણ કરવા તો તમને અંઈ મેમાનગતિએ તેડ્યા છે. ચંદુઃ દેવાંશીની મનોકામના? બાબુઃ હા. એક વાર દેવાંશીનાં નાચગાનથી ઇન્દ્રરાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગીયા. બોલ દેવાંશી! જોઈએ તે માગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ, ઈની બઉ યાદ આવે છે. ઈને તેડાવો, બસ. ચંદુઃ આનું નામ દોસ્ત કેવાય. બાબુઃ દોસ્ત એટલે? વિદાય વેળા અરધા આકાશ સુધી મૂકવા આવ્યો. આંખમાંથી આંસુ માંય નઈ. બથમાંથી છૂટો જ નોં થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ, દેવા, તું છાનો રે. પણ એ તો હીબકાં ભરી ભરીને રોવા મંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાઝી ગીયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ઈને ફોસલાવીને છૂટો પાડ્યો. જતાં જતાં મારી સામે ટગર ટગર જોઈ રીયો. પછી દોડીને મારી પાંહે આવ્યો. બોલ્યો – બાબુ પૂન કરજે જેથી ફરી મળી હકાય. હું તારી વાટ જોઈશ. કાશીઃ સાચું છે. પૂન કર્યા વિના કંઈ સ્વર્ગે જવાય? કૃપાશંકરઃ આ આપણે આખો જનમારો સંસારમાં કીડાની જેમ જીવ્યા છીએ. સ્વર્ગનાં સુખ આપણા ભાગમાં ચાંથી આવે? હરિલાલઃ અરે પણ માળો બજાણિયાનો છોકરો – ઈને તે શાં પૂન કર્યાં હશે કે સ્વર્ગ મળી ગીયું? આ હું ચાલી વરહથી ગાયત્રીની ઉપાસના કરું છું. ત્રિકાલ સંધ્યા કરું છું. તાવમાં સસડતો હઉં તોય સ્નાન-સંધ્યા છોડ્યાં નથી. પૂછો મોટા ભૈને. કૃપાશંકરઃ મારાથી ક્યાં અજાણ્યું છે? કાશીઃ હરિભાઈ ધરમ-કરમમાં પેલેથી જ કડક નીમવાળા. હરિલાલઃ આ આટલું બધું પૂન કરીએ છીએ તોય… બાબુઃ ઈ ખરું, હરિકાકા, પણ આ પૂનની વાત તો બીજી જ છે. ચંદુઃ એટલે ધરમ-કરમ એ પૂન્ય ના કે’વાય? બાબુઃ કેવાય, એક રીતે જોઈએ તો. પણ હું કહું છું ઈ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરેય ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. ચંદુઃ પણ ખબર પડ્યા વિના તો પૂન ચેવી રીતે થાય? બાબુઃ તારે એ જ એક મોટો ભેદ છે ને. તમને પૂન કરો છો એવી ખબરે નો હોય ને પૂન થઈ જાય. હરિલાલઃ માળું કંઈ સમજાતું નથી. બાબુઃ જુઓ તમને મારો જ દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો’તો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું કે એક વાર મને સ્વર્ગમાં લાવશે. પણ હવે સ્વર્ગમાં ઈમ ને ઈમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? ચંદુઃ સાચી વાત. બાબુઃ હવે વસ્તુ એમ બની ગઈ, ચંદુભાઈ, કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગીયો. પેશાબ કરતાં અચાનક મારું ધ્યાન ગીયું ને ચમકીને બે ડગ ખસી ગ્યો. બચારી એક કીડી પલળીને મરી જાત. હવે આ તો એક થતાં થઈ ગીયું ને કીડી બચી ગઈ. કૃપાશંકરઃ ઈનોય બચારીનો જીવ છે ને! બાબુઃ આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં બેહીને તમાકુ મસળવા જઉં છું ત્યાં ઢબી પડ્યો. (જરા અટકીને) દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આ જે પૂનનું કામ થતાં થઈ ગયું એને કારણે જ તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. માટે પૂન કરજે પણ જોજે કરવા ખાતર નોં કરીશ, એનો વિચાર નઈં કરવાનો. ઈમ જ થાવું જોઈએ. કુદરતી. હરિલાલઃ મારું બેટું આ તો ભારે અઘરું કેવાય. ચંદુઃ પૂન આપણે કરવાનું નઈં. કૃપાશંકરઃ ઈની મેળાયે થઈ જવું જોઈએ. હરિલાલઃ કુદરતી! બાબુઃ આ દેવલો કુદરતી ગાતો નાચતો, ઈમાં ઈને મજા પડતી. કુદરતી જ ઈને એવું હતું. ભણતો ત્યારેય શું? ગાવાનો ઈને ભારે શોખ. પણ કુદરતી. આ ઈમાં ઈને સ્વર્ગનો મોભો મળી ગયો. હરિલાલઃ એલા બાબુડા! તું શી વાત કરેશ? માણાહ નાચ-ગાન કરે ઈમાંય સ્વર્ગ મળી જાય? બાબુઃ હા, પણ ઈ કુદરતી હોવું જઈએ, હરિકાકા. હરિલાલઃ (ઊભા થાય છે.) આપણે તો આમાં કાંઈ નોં હમજીએ. હું જઉં ત્યારે, મોટાભાઈ. અને હવે બાબુને આરામ કરવા દો. (જતાં જતાં બબડે છે.) પૂન ઈમ ને ઈમ થાવું જોઈએ, કુદરતી. મારું વાલું ઈ તો કેવી રીતે થાય? ચંદુઃ લાચો હુંય ઊપડું, ફૈબા. બાબૂભૈ! આવજે. બાબુઃ હા, આવજે, ચંદુભાઈ. કૃપાશંકરઃ બાબુ, તું આરામ કર થાક્યોપાક્યો. (જાય છે.) કાશીઃ હાલો હુંય લાપસીનું આંધણ મૂકું. (જાય છે.) બાબુઃ (તમાકુ કાઢીને હથેલીમાં મસળે છે. આંટા મારે છે. પછી કાને જનોઈ ચઢાવે છે.) પૂન કરવાનું પણ ઈનો વિચાર નંઈ કરવાનો. થઈ જવું જઈએ, કુદરતી. (વિચારમાં ને વિચારમાં જાય છે.) (પાંચ અદ્યતન એકાંકી)