ગુજરાતી એકાંકીસંપદા/મહાજનને ખોરડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 33: Line 33:
}}
}}
{{ps
{{ps
|મંછીની બા (રસ લેતાં):
|મંછીનીબા (રસ લેતાં):
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
|રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
}}  
}}  
Line 311: Line 311:
{{ps |તીલો ગોરઃ | સાચી વાત છે, રૂગાભાઈ! એમનેમ આંયથી ઊઠવું સારું ન કે’વાય આપણે દુલાભાઈને જીભ દીધા પછી એમ બીજે –}}
{{ps |તીલો ગોરઃ | સાચી વાત છે, રૂગાભાઈ! એમનેમ આંયથી ઊઠવું સારું ન કે’વાય આપણે દુલાભાઈને જીભ દીધા પછી એમ બીજે –}}
{{ps |દુલભઃ | તો ઠીક, તીલા ગોર! કે’નારે કઈ દીધું!}}
{{ps |દુલભઃ | તો ઠીક, તીલા ગોર! કે’નારે કઈ દીધું!}}
{{ps |{{ps |રૂગા મહાજનઃ | | પણ તંયે કરવું શું?}}
{{ps |રૂગા મહાજનઃ | પણ તંયે કરવું શું?}}
{{ps |તીલો ગોરઃ | કરવું હોય તો ઘીના ઠામમાં ઘી પડી રિયે એવું છે. કન્યા તો લખમી માતાનો અવતાર ગણાય. એને જાકારો કરવામાં આપણને નિસાસા લાગે. તમારાં ઘરણ-પાણી આ ઘરમાં જ લખાણાં લાગે છે – જો દુલાભાઈ રાજી હોય તો –}}
{{ps |તીલો ગોરઃ | કરવું હોય તો ઘીના ઠામમાં ઘી પડી રિયે એવું છે. કન્યા તો લખમી માતાનો અવતાર ગણાય. એને જાકારો કરવામાં આપણને નિસાસા લાગે. તમારાં ઘરણ-પાણી આ ઘરમાં જ લખાણાં લાગે છે – જો દુલાભાઈ રાજી હોય તો –}}
{{ps
{{ps
Line 322: Line 322:
<center>(પડદો)</center>
<center>(પડદો)</center>
{{Right|(રંગદા)}}
{{Right|(રંગદા)}}
<br>
{{HeaderNav2
|previous = સોયનું નાકું
|next = સીમાંતે
}}

Latest revision as of 10:38, 8 June 2022

મહાજનને ખોરડે
ચુનીલાલ મડિયા
પાત્રો

પાર્ષદ
દુલભ
મંછીની બા
મંછી
રૂગા મહાજન
તીલો ગોર

(પડદો ઊપડતાં દુલભ સોનીનું હાટ દેખાય છે. આ હાટ ગામની વેંત જેવડી બજારની એક આગેવાન દુકાન, તેમજ દુલભ સોનીના વિસ્તારી ઘરનો ડ્રોઇંગ-રૂમ એમ બેવડી કામગીરી બજાવે છે. કારણ કે ઘરમાં પુરુષવર્ગની બેઠકઊઠક માટે આ હાટ સિવાય બીજું કોઈ સ્થાન નથી. ઘરમાં જવા-આવવા માટે હાટની સામી ભીંતે ડાબી બાજુએ સાંકડું બારણું છે. પણ અત્યારે દિવસને સમયે એનાં કમાડ ઉતારી લેવામાં આવે છે. એ ઉતારેલાં કમાડ બાજુની ભીંતે આડાં પડ્યાં છે. બારણાંની પડખે, બેત્રણ માણસ બેસી શકે એવડી નાનકડી મેલીઘાણ ગાદી પડી છે. જમણી બાજુ છેક ખૂણામાં, ગોઠણ છાતીએ અડે એવી રીતે ધંધાકીય આદતથી દુલભ સોની ઠોળિયાને ઝીણી કાનસ મારી રહ્યો છે. એનાં ઝીણી રોલ્ડગોલ્ડ ફ્રૅમવાળાં ચશ્માં આંખને બદલે કેમ જાણે ગાલ માટે નિર્માયા હોય તેમ છેક નાકના ટીચકા લગોલગ આવી ઊભાં છે. દુલભની સમીપ તેમજ બંને બાજુએ બરોબર એક હાથની ત્રિજ્યામાં જ બધાં ઓજારો – એરણ, નાનીમોટી હથોડીઓ, સમાણી, ફૂંકણી વગેરે –હાથવગાં પડ્યાં છે. ઠીકરાનો ગોળો ભાંગીને બનાવેલી ભઠ્ઠી તેમજ ચીની માટીની અર્ધી ભાંગેલી તેજાબની બરણીઓ પણ દેખાય છે. સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે. પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.)

દુલભ(મૂછો લૂછતાં) : મંછીની બા…!

(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.)

મંછીની બા (દુલભના હાથમાંના ઓજારને ચીંધીને રોષથી): એક આ તમારી કાનસ ને બીજી તમારી જીભ, જરીકેય જંપવારો લેવા દિયે એમ નથી. પાંપણ જરાક ભેગી થઈ ન થઈ, ત્યાં તો… હકમ છૂટ્યો જ છે.
દુલભઃ આજનો દી બપોરે ન ધોર્યાં તો શું બગડી ગ્યું? રૂગા માજન મંછીને જોવા આવે ને તમે…
મંછીની બા (બમણા રોષથી) : રૂગા માજને ભાંગ પીધી હોય તો આ ચોરને કાંધ મારવા જેવા તડકે આવે. ઊંટવડ કાંઈ ઓરું નથી.

(એક લાંબું બગાસું ત્રણ કટકે પૂરું કરે છે.)

દુલભ (ખુલાસો કરતાં): પણ આપણું પતાવીને સીધા જૂનેગઢ જાવાનું કે’તા’તા… ‘લટકાળી લલના’નો ખેલ જોવા. આજ ઈગિયરમી નાઈટ હાલે છે.
મંછીનીબા (રસ લેતાં): રૂગા માજન નાટકના ભારે રસિયા હોય એમ લાગે છે.
દુલભઃ રૂગા માજનમાંથી તો સોરઠ વિજય કંપનીનું ખીચડું નીકળે છે. ‘લટકાળી લલના.’ થનારી ઓલી નાથડી દરજણ્ય ન્યાલ થઈ ગઈ ન્યાલ. રૂગા માજન કોઈ દી આઠથી ઓછા વનસમોર ન પાડે હો!
મંછીની બાઃ વાહ! તંયે તો મારી મંછીનેય હરકીસન જમાઈ નાટકચેટક દેખાડશે ખરો!
દુલભઃ બાપનો શોખ દીકરાંમાંય ઊતરે તો ખરો જ ને?
મંછીની બાઃ મારી છોકરીનાં તો વગર અરીઠે ઊઘડી ગયાં…!
(બારણામાં કોઈકનો પગસંચાર સાંભળતાં): એલી મિંદડી, ઈયાંકણે સંતાઈને સાંભળતાં શરમાતી નથી? આ બેઠકમાંથી સારી કરીને સંજવારી કાઢી નાખ જોઈ! હમણાં તારો સસરો આવી પૂગશે તને જોવા.
દુલભઃ હવે એના ઉપર કેટલાક દી હકમ હલવશો? કાલ સવારે પારકું ઘર ભરશે.
મંછીની બાઃ છે એટલા દી તો હકમ હલવી લઉં! પછી તો હું બેઠી જ છું ને તમારા ગોલાપાં કરવાવાળી… (જરા રહીને ઊંચે અવાજે) : એલી મંછી, કાનમાં પૂંભડા ખોસ્યાં છ? સાવરણી ને સૂપડી લેતી આવ્ય જોઈ…!
(દુલભને): વાં ગયા પછી સાસુ બરકશે તંયે આમ કરશે તો તો… (ઊભા રહેવાથી થાક લાગ્યો હોય તેમ, બીજું એક બગાસું ખાઈને દુલભના ઘડવાના નાનકડા સ્ટૂલ પર બેસી જાય છે. અંદરના બારણામાંથી મંછી હાથમાં સાવરણી-સૂપડું લઈને સહેજ સંકોચથી ઉંબરો ઓળંગવાનું કરે છે, ત્યાં એનું માથું બારસાખના ઉપલા ધોકા સાથે અથડાય છે.)
જુવો છો ને, શીંકા-ભાંગ લાંબી વધી ગઈ છે! અટાણે આ બારસાખ પણ એને ટૂંકું લાગ્યું.
દુલભઃ એટલા સારુ થઈને તો મારે આ ઉતાવળ કરવી પડી. હું તો આંધળોભીંત થઈ ગ્યો’તો. માંડમાંડ હરકીસન હાથ આવ્યો.
મંછીનીબા (મંછીનું નખશિખ માપ લેતા) : પણ હરકીસન આના જેટલો હાડેતો નંઈ હો!
દુલભઃ હજી તો છોકરું છે; પણ સંધાંય સારાં વાનાં થઈ રે’શે. આ હું પંડ્ય પરણ્યો તંયે ક્યાં તારા જેટલો હડેતો હતો?

મંછીનીબા (હુકમ કરતાં) : મૂંગા બેહો હવે! જુવાન જણ્યાંનીય મરજાદ નથી… (મંછીને) : એલી, મેલી દે સાવરણી હેઠી. હું અબઘડી સરકડો કાઢી લઈશ. તું બા’રી જા ને પટારામાંથી રેશમી રજાઇયું કાઢતી થા ઝટ. આ, મારાં મસોતાં કરતાંય મેલા ગાદીતકિયાને ઢાંકવા તો પડશે ને? વાતુંમાં ને વાતુંમાં મોટર બારણામાં ઊભી રે’શે તો તો ખબરે ય નંઈ પડે. દુકાનના આવા દીદાર ભાળશે તો–}}

દુલભઃ તો તને ફૂવડ ગણશે.
મંછીનીબા (સંજવારી શરૂ કરતાં): તી રૂગા માજનના ઘરમાં વળી કઈ ઈન્દર રાજાની અપચરા બેઠી છે? નામ મજાનું ચતુરા છે, પણ નામ પરમાણનું એકેય લખણ તો મેં દીઠું નંઈ મંછીને જોવા આવી તંયે ચા પીતાંપીતાં મોઢેથી માખી ઉડાડવાની તો શધસાન નો’તી.
દુલભઃ આવડત તો જાણે કે ઠીક. તારા જેવી હુશિયારી સંધેય ઘેરે તો ક્યાંથી હોય? (જરા રહીને) પણ ચતુરાને જણ્યાંની ખોટ રહી ગઈ. એક આ હરકીસન તી ઈંય આગલા ઘરનો. ભર્યાભાદર્યા ઘરમાં પોતાનું તો કાંઈ નંઈ જ ને?
મંછીની બાઃ કોઈની કૂખ વે’લી ઊઘડે, કોઈની ચાર દી મોડી. સંધીયુંયને મારી ઘોડ્યે આવતાંવેંત સર્ય થોડી હાલે?

(હાથમાં રજાઈ લઈને મંછી બારણામાં આવી ઊભી છે.)

દુલભઃ (પુત્રીને જોઈ પત્ની પ્રત્યે રોષથી) તારી જીભ જરાક ઠેકાણે રાખીશ? (પુત્રીને)ઃ બેટા, રજાઈ આંયા મેલી દે ને જા, પાનસોપારીની તાસક ઉપર બરાસોની પાલીસ ઘસી નાખ. (મંછી જવા ફરે છે ત્યાં): તારું મોઢું એમાં દેખાય એવી ઘસજે હો!

(અંદરના ઓરડામાંથી મંછીનો ‘હો’ ઉત્તર સંભળાય છે.)

મંછીની બાઃ રૂગા માજનના નસીબમાં ઝાઝાં જણ્યાં નંઈ લખ્યાં હોય. પણ મારી મંછી હરકીસનની આડી-વાડી વધારશે તો કાલ સવારે રૂગા માજનનું ઘર ભર્યું ભર્યું લાગશે.
દુલભઃ કોને ખબર છે કે કાલની? મેં તો આજનો જ વિચાર કરીને ઠેકાણું ગોત્યું છે. માજનનું ખોરડું કાંઈ રેઢું નથી પડ્યું. ઓલ્યા વનેચંદ જેવા ભલાભલા નાતીલાવ રૂગાશેઠની દાઢીમાં હાથ નાખી આવ્યા, પણ રૂગાશેઠે ના પાડી. સહુને મોઢે એક જ બા’નું કાઢે કે, મારો હરકીસન હજી નાનો છે. આપણું જ કહેણ કોક સવળા શકનનું ગ્યું તી એણે ના નો પાડી. બોલ્યા કે હરકીસનની બાને છોકરી બવ ગમી છે. હવે હું જોઈ લઉં એટલે ગોળ ખાઈએ.
મંછીની બાઃ વાહ! મારી મંછીએ સાચા મનથી ગોર્યમા પૂજ્યા હશે તી આવું મહાજનનું ખોરડું પામશે. આટલા પંથકમાં રૂગા માજનના જેવી દોમદોમ સાયબી કોને ઘેરે છે?
દુલભઃ તેં તો હજી એની ઊંટવડની જ મેડી જોઈ હશે. મુંબીની ઝવેરી બજારની એની દુકાન તો તું જોઈને જ ગાંડી થઈ જા!
મંછીની બાઃ એ…મ? મુંબી તો તમે ગ્યા છો, એટલે તમે જઈ હશે દુકાન.
દુલભ (પોરસથી): અરે દુકાને તો ઓલી સિનેમામાં કામ કરનારીઉંની જ રોગી ઘરાગી! હું ગ્યો’તો તંયે ઓલી મિસ લતાકુમારી નેકલેસ લેવા આવી’તી.
મંછીની બા (આતુરતાથી): હા.. પછી?…
દુલભઃ પછી શું? ઝવેરી બજારનો રસ્તો કુલહોલ બંધ! દુકાનનાં બારણાં સામે માણસ ઠાંહોઠાંહ!
મંછીની બા (શંકા લાવતાં): તી ઓલી આવનારી બાઈ કોઈને મેલીને ભાગી નીકળી’તી?
દુલભ (હસી પડતાં): ના રે ના! તું ય હજી સાવ અડબૂથ જેવી જ રઈ. ઈ તો મિસ લતાકુમારીનું મોઢું જોવા એવડો મનખો ભેગો થ્યો’તો.
મંછીની બા (વધારે શંકા લાવતાં): તી રૂગા માજન પંડ્યે?
દુલભઃ રૂગા માજનને મન તે આવાં ઘરાગ હાથના મેલ જેવાં જ ગણાય. એવી તો પાનસેં ને પિંચોતેર લતાકુમારીયું એના ખિસ્સામાં પડી હોય.
મંછીની બા (અંજાઈ જતાં): તંયે તો ભારે જબરા માણહ!
દુલભઃ હા, એકોએક સિનેમાના પાસ દુકાને મફત આવે હો!
મંછીની બાઃ વાહ! તંયે તો મારી મંછી રોજ રોજ.

(દુલભ ધોતિયું ખંખેરીને ઊભો થાય છે. માથે ટોપી નાખીને પગરખાં પહેરવા માંડે છે.)

દુલભઃ ઓલે ધોબકે હજી મારો ચાઈનાક્યાટનો ડગલો ઈસ્તરી ફેરવીને મોકલ્યો નંઈ. હું પંડ્યે જ જઈને પે’રતો આવું, હમણાં મોટર આવીને બારણમાં ઊભી રે’શે તો મને આવો લઘરિયો ભાળશે.
મંછીની બાઃ જાવ જાવ, ઝટ પે’રતા આવો. રોજ રેશમનો ડગલો પે’રતા હો, તો કેવા સારા લાગો! હવે તો તમે માજનના વેવાઈ થવાના…

(દુલભ બજાર તરફને બારણેથી બહાર નીકળે છે. મંછીની બા સૂપડીમાં ભેગો થયેલો કચરો બારણા બહાર ફેંકી આવે છે અને પછી બાજુમાં પડેલી રજાઈઓ ગાદી ઉપર પાથરવા માંડે છે.)

મંછીની બા (અનાયાસે ગણગણતાં): મગ ડોળંતાં મોતી લાધ્યું…મોતીમાંથી હીરલો લાધ્યો…હીરલો મારે હરકીસનભાઈ રે…

(ભીંત પર અહીંતહીં દેખાતાં બાવાં ઝાળાં સાવરણી વડે પાડવા માંડે છે. ગીતનો સાદ સહેજ ઊંચો કરે છે.)

નવલા વેવાઈને કોઈ નવ જાણે, જાણ્યા મારા શામજીભાઈએમછોકાંઠામાં મોટા કીધા, હાલારમાં હાલંતા કીધા.ેશમાં વજીતા કીધા, નાતમાં જાણીતા કીધા.મગ ડોળંતા મોતી લાધ્યું, મોતીમાંથી લાધ્યો,હીરલો મારે હરકીસન…

(હાથમાં પાન-સોપારીની તાસક લઈને મંછી બારણામાં આવી ઊભે છે. ગવાતા ગીતની છેલ્લી લીટી – અને છેલ્લો શબ્દ – સાંભળીને શરમાઈ જાય છે. તાસકમાં પોતાનું મોં જોવા માંડે છે.)

મંછીની બાઃ લે, નામ સાંભળીને શરમાઈ ગઈ?

(મંછી સાડલા વડે તાસક લૂછીને ફરીને એમાં મોં જોતાં જોતાં શરમની લાગણી છુપાવવા મથે છે.)

મંછીઃ તું આવું ગીત ગા. એટલે તો ન શરમાતી હોઉં તોય શરમાઉં જ ને?
મંછીની બા (પુત્રીનું મોં બેય હાથ વડે જકડીને કપાળે બચી કરતાં): વાહ રે મારી મંછી! કેવી લુચ્ચી થઈ ગઈ! તે દી હરકીસન પોતાને સગે હાથે તારા ભાણામાં લાડવો પીરસતો’તો તે દી તો જરાય નો’તી શરમાણી!
મંછી (ગભરાતાં): કે દી?
મંછીની બાઃ વાહ રે તારી હુશિયારી! જાણે કે હું તો સાવ બે મહિનાની કીકલી જ ન હોઉં તે કાંઈ જાણું જ નંઈ? તે દી આખી નાત ગિરનાર ઉપર અંબાવ્યની ટૂંકે ચડી’તી તંયે ચૂરી ને ભજિયાંની જમણવારમાં હરકીસન પીરસતો પીરસતો વારેઘડીએ તારા ભાણા કોરે ઘૂંફરિયું ખાધા કરતો’તો ઈ હું નોતી જોતી શું?
મંછી (સહેજ ગભરાતી) : આય હાય! લે, એની મેળે જ ઈ પીરસવા આવે એને હું આડા હાથ દઈને રોકું?
મંછીની બાઃ એમ રોકવાનું મેં તને કીધું ય ખરું? તો તું ફિશિયારી કરશ એટલે જરાક બોલવું પડ્યું. (હસતાં) બાકી, મારાથી રજભારેય વાત અજાણી ન હોય હો! ડુંગર ઊતરતા ટાણે તું અમારાથી મોર્ય નીકળી જઈને તરસ લાગી એવું બા’નું કરીને માળી પરબે આગોતરી પૂગીને હરકીસન હારે વાતુંના સેલારા મારતી’તી ઈય મારાથી અજાણ્યું નોતું હો! પણ હું શું કામ આડી જીભ વાવું? મને તો થ્યું કે મારે જમાઈ ગોતવો મટ્યો!

(મા-દીકરી બંને હસી પડે છે. પણ તુરત મંછી છોભીલી પડી જાય છે અને ગુનાહિત આંખને ઢાંકવા સાડલાનો છેડો ઊંચે લે છે.)

મંછીની બાઃ એમાં મૂંઝાજે મા, બહેન! નાનાં હોય તંયે સૌ એવાં જ હોય! આ તો સવારના પહોરનાં, આ ગીતનાં વેણ મારે હોઠે આવ્યાં કરતાં’તાં તી અટાણે એની મેળે જ ગવાઈ ગયાં. ગોળ ખવાઈ રે’શે, એટલે ગીત ગાવાવાળી ચાર સુવાસણને બરકવા મારે જાવું પડશે. આજ તો હુંય લાંબી લહ થઈ જઈશ. બપોરે જરાક લાંબો વાંસો કર્યો ત્યાં તો તારા બાપે રાડ પાડીને જગાડી દીધી. પણ તું હજી આમ ખોડચાની ઘોડ્યે ઊભી છો કાં?
મંછીઃ તંયે હું કરું? તું ચીંધ તો…
મંછીની બાઃ હજી તો ગોળની ભીલી ભાંગવાની છે… પણ તારું ઈ કામ નંઈ. તારાં હાથમોં તો આજ ચોખા ચણાક રાખવાં પડશે. તું આ આરિયામાંથી કાથા-ચૂના કાઢીને ડબીમાં ભરી લે સમા કરીને.

(આરિયો ઉઘાડીને મંછી એમાંથી કાથા-ચૂનાનાં વાસણો બહાર કાઢે છે. તાસકની ડબી ભરવા માંડે છે.)

મંછીની બાઃ ચાની ભૂકી ડબામાં થઈ રહી છે, તો બીજી કાઢી?
મંછીઃ હા.
મંછીની બાઃ પણ આજે ચા સરખી સારી કરજે. રૂગા માજન મુંબીના વસનારા છે. ગામડાંનાં ભોથાં નથી કે જેવુંતેવું હલવી લિયે. ચમચી ગણીને ખાંડ નાખજે.
મંછીઃ હો. એમાં તારે કે’વું ન પડે.
મંછીની બાઃ તો ઠીક, ગળી મધ ચાસણી માથામાં મારજે મા. ને ઓલો એરચીનો ભૂકો નાખવાનું ભૂલી જાતી નંઈ હરખમાં ને હરખમાં.
મંછીઃ નંઈ ભૂલું રે નંઈ ભૂલું.
મંછીની બાઃ કોણ જાણે મારી બઈ, ક્યાંક હરકીસન યાદ આવ્યો હોય તો ચાવાળા ડબલામાં હાથ નાખવાને બદલે ભૂલથી–
મંછી (ખિજાઈ જતાં હાથમાંની તાસક મીઠા રોષથી નીચે પછાડે છે): તારે આજ આમ જ બોલવું હોય તો હું કામ જ નથી કરવાની, લે!
મંછીની બાઃ વાહ રે મારો મરડ! સાસરે ગ્યા પછી આમ કરીશ તો તો –
મંછીઃ પણ હજી એક વાર સાસરે જવા તો દે હજી. અટાણથી જ –
મંછીની બા (મંછીનો છેલ્લો શબ્દ ઉપાડી લેતાં): અટાણ નથી. જો, (મોટા બારણા ભણી હાથ બતાવતાં) જો આ તડકા ઠેઠ ટોટલે પોંચ્યા… હમણાં મોટર આવીને ઊભી રે’શે બારણામાં–
મંછીઃ આવતી હોય તો ભલે આવે. કાંઈ આડા હાથ દેવાશે? તમારા તેડાવ્યા આવ્યા છે ને?
મંછીની બા (સહેજ ચોંકતાં): કેમ વળી આમ બોલવા મંડી છો? હમણાં સુધી તો હરખ માતો નો’તો?
મંછી (સહેજ સંકોચથી): બા સાચી વાત કહું?
મંછીની બાઃ કહે ને બેટા! મારાથી તેં શું અજાણ્યું રાખ્યું છે?
મંછીઃ હું રૂગા માજનની આંખ જોઈને બી જાઉં છું.
મંછીની બાઃ તેં વળી એને કે દી જોયા છ? એણેય તને નથી દીઠી… એટલા સારુ તો એને આજે ધક્કો –
મંછીઃ એણે મને નથી ઓળખી, પણ મેં એને તે દિવસે ગિરનાર ઉપર એક વાર જોયા’તા – ધરમશાળાની ઓસરીમાં તીલા ગોર હારે ગંજીપે રમતા’તા. હું કુંડમાંથી પાણીનો ઘડો ભરીને આવતી’તી; એણે મારી સામે એવી આંખે જોયું કે હું પગથિયું ચૂકીને ઘડા સોતી પડતાં પડતાં માંડ બચી.
મંછીની બાઃ ગાંડી રે ગાંડી! આવી પોચા મનની થઈશ તો તો એક જ ઘરમાં રે’વાશે કેમ?
મંછીઃ મનેય ઈ જ વિચાર થ્યા કરે છે – રે’વાશે કેમ?
મંછીની બાઃ એવા ખોટા વિચાર નો કરીએ. આપણું મન સાફ રાખવું. જા, ઝટ મોઢુંબોઢું ધોઈને સાબદી થા. સાડલો પછી બદલજે. હમણાં તો પટારામાંથી કાઢીને ડામચિયે મૂકી રાખ્ય.
મંછીઃ ક્યો સાડલો કાઢું?
મંછીની બા (જરી વાર વિચાર કરીને : બદામી અવરગંડીનો કાઢજે. તારે મોઢે ખૂલતા રંગ જ ભળે છે.
મંછીઃ બવ સારું. (જાય છે.)
મંછીની બા (સ્વગત): ગિરનાર ઉપરેય તે દી બદામી અવરગંડી જ પેરી’તી ને! … રોયો રૂગલો છે જ મેલી નજરનો. નાતીલાવ તો કાંઈ કાંઈ વાતું કરે છે. (જરા વાર રહીને) હોઈ ઈતો. ગામનો મોઢે ગયણું ન બંધાય. અર્ધીની આખી કરે. પારકું વગોણું કોને મીઠું ન લાગે? … બાકી આપણે દીકરી સારું તો ગોઠણ સમી જાર ગોતી છે. જમાઈમાં થોડું કે’વાપણું છે? કલૈયા કુંવર જેવો… (ફરી અગાઉની જેમ ગાવા માંડે છે)
હીરલો મારે હરકીસનભાઈ રે… મગ ડોળંતાં…

(ધૂંવાંપૂંવાં થતો દુલભ પ્રવેશે છે. એણે ધોતિયાની પાટલીમાં સંકેલેલો ડગલો છુપાવ્યો છે.)

દુલભ (ચાંપલાં પગરખાં જેમતેમ ફેંકીને ભારે ઊંચે અવાજે): મારાં હાળાંવ અદેખાં કાંઈ અદેખાં! સાવ કૂતરાં કરતાંય બેજ!
મંછીની બાઃ કોણ પણ?
દુલભ (એટલે જ ઊંચે અવાજે): નાતીલાવ, બીજું કોણ વળી? કોઈનું સારું વાંચી જ શકતાં નથી.
મંછીની બાઃ પણ શું થ્યું, ઈ તો વાત કરો!
દુલભ (હજી તોરમાં જ): સૂંથિયું ને સાવરણી. થાય શું બીજું? આ ગામ જ કો’ક ચંડાળના પેટનું છે. પારકાંનું સારું થાય એમાં રાજી નંઈ.
મંછીની બાઃ પણ આ ઘડીકમાં શું ફટક્યું? ધોબીએ ડગલાને ઇસ્તરી કરી નથી…?
દુલભઃ ડગલો તો આ રિયો મજાનો – એકેય કરચલી વિનાનો. પણ નાકું વળોટતો’તો ત્યાં ઓલ્યો કાળમુખો વનેચંદિયો વતું કરાવીને જાતો’તો ઈ સામો ભટકાણો. મને કહે કે રૂગા માજનને મારે ઘેર ચા પીવા મોકલજો. હું તેડવા આવીશ.
મંછીની બાઃ પછી તમે શું કીધું?
દુલભઃ હું શું કઉં?! હું શું હજી પાણીને ભૂ કઉં. એવડો કીકલો છું, તી એના પેટની વાત ન સમજી શકું? એના ઘરમાં સાંઢડા સાંઢડા જેવડી બે છોકરિયું વાંઢી બેઠી છે ઈ વાત શું મારી જાણબારી છે?
મંછીની બાઃ મારો પીટ્યો…! આપણી આડે પોતાની… પણ તમે જબાપ શું દીધો?
દુલભઃ મેં કીધું કે એમ ગોળ ખાવા સહેલા નથી. આ તો કોણીના ગોળ છે; હથેળીના સમજજે મા.
મંછીની બા (વનેચંદને અનુલક્ષીને): લેતો જા, મારા રોયા! માજનનું ખોરડું રસ્તામાં પડ્યું હશે! ને હરકીસન જેવો જમાઈ! એની હારે વનેચંદિયાનાં સાંઢડાં શોભેય બવ! (હસી પડે છે. પછી દુલભને ઉદ્દેશીને) હવે તો લાખ વાતેય રૂગા માજનને ગોળ ખવડાવ્યા વિના આ હાટની બા’ર પગ મેલવા દેજો મા. પછી ભલે વનેચંદિયો એને ચા પાય કે પછી શેડકઢ્યાં દૂધ કાઢીને પાય! (નિર્લજ્જ હસે છે.)
દુલભઃ મને તેં આપણા બાબલા જેવડો બે વરહનો કીકલો ગણ્યો, તી હું મે’માનને હાટની બા’ર જાવા દઉં?
મંછીની બા (સંતોષથી): મેં તમે કોઈ દી એવા ગણ્યા છે?
દુલભઃ તો ઠીક!
મંછીની બાઃ ઠીક લ્યો, તંયે હવે હું મારે રાંધણિયામાં સમુંનમું કરતી થાઉં.
દુલભ (ડગલો પહેરતાં): ને હું આ ઠોળિયાને જરાક કાનસ મારી લઉં.

(પોતાની અસલ બેઠક ઉપર બેસી જાય છે.)

મંછીની બા (જતાં જતાં): જરીક વાર તો વિસામો ખાવ! કે પછી સઈનો દીકરો જીવે ત્યાં લગી સીવે?

(જાય છે. દુલભ ઠોળિયું ઘસવા માંડે છે.)

દુલભ (સ્વગત): બાયડીની જાત! એને આ ધંધાની શું ખબર પડે! ઈ શું જાણે કે આવા લબદા જેવા ઠોળિયામાંથી જીરતી – અર્ધી – રતીભાર રજ ખરશે ઈ આપણા ઘરમાં જ રે’શે!

(બહારથી મોટરનું ભૂગળું સંભળાય છે. દુલભ ચોંકીને મોટા બારણાને ઉંબરે આવી ઊભે છે.)

ઓહહો! આવી! પૂગ્યા ને! આવો આવો! પધારો!

(મોટરનું બારણું પછડાવાનો અવાજ સંભળાય છે.)

ઓહહો! તીલા ગોર, તમેય સથવારો કર્યો ને શું! ઠીક ઠીક, બવ સારું કર્યું?

(આગળ રૂગા મહાજન અને પાછળ તીલો ગોર પ્રવેશ કરે છે. રૂગા મહાજને ભરતવાળી ટોપી પહેરી છે. ખભે એક કિંમતી શાલ, અમસ્તો ગાભો નાખ્યો હોય એવી રીતે સ્વાભાવિક બેતમાથી પડી છે. આંખે ચશ્માં છે. તીલા ગોરે ચાંચવાળી પાઘડી પહેરી છે. બન્ને ગાદી પર બેસે છે.)

ખરો તડકો માથે લીધો હો!
તીલો ગોરઃ પાછું ‘લટકાળી લલના’માં ટેમસર પૂગવાનું છે ને!
દુલભઃ ઈ ખેલ ઠીકઠીકનો જામ્યો હો!
તીલો ગોરઃ નાથડીનું અકટિંગ પણ ફાડી નાખે એવું છે ને! પડદા ગીરો મેલાઈ ગ્યા’તા એમાંથી કંપની આજે તરી ગઈ. રૂડા પરતાપ સંધાય નાથડીના. નાથડીને તો એની માએ એક જ જણી છે.
રૂગા મહારાજ (અકળાતા): તીલા, હવે હાંઉ કરીશ?
તીલો ગોરઃ ઠીક લ્યો, હાઉં. હવે બોલે ઈ બે ખાય.
રૂગા મહારાજ (દુલભને): આ તીલાને તો ઓળખો છો ને?
દુલભઃ એને કોણ ન ઓળખે?
રૂગા મહાજનઃ તો ઠીક! ઊંટવડમાં તો સહુ તીલાને મારો એ.ડી.સી. કહીને બોલાવે છે. મારું હાળું ઊંટવડ ગામ પણ છે ને! જેનાં તેનાં નામ પાડવા સિવાય બીજો ધંધો જ નંઈ.
દુલભઃ પણ તીલા ગોર તો તમારા એ.ડી.સી.થીય અદકા ગણાય.
રૂગા મહાજનઃ હા, ઈ વાત તમારી સાચી. તીલો ને હું તો ઠેઠ નાનપણના લંગોટિયા ભાઈબંધ.
તીલો ગોરઃ અરે, લંગોટી પેરતાં શીખ્યા ઈ મોરની અમારી તો ભાઈબંધી. ઘીંહોડાંનાં બીની ભૂંગળી વાળીને અમે બેય જણા નાકમાંથી ધુંવાડા કાઢતા. પણ પછી મોટા થાતાં રૂગાભાઈએ મુંબી ખેડવા માંડી; ને હું ઊંટવડમાં જ રાંદલનો ઘોડો ખૂંદવા ને જાર્યના દાણા ગણવા રિયો. મારા કરમમાં જાર્યના ત્રણ પવાલાં ને ત્રણ પવાલાં જ રિયાં, ને રૂગાભાઈનો નસીબો ઊઘડી ગયો ને લખપતિ થઈ બેઠા. પણ આ ભાઈબંધને હજી ભૂલ્યા નથી. મુંબી જાય તંયે પણ આ ભામણને ભેગો લીધા વિના એને સખ ન વળે.
રૂગા મહાજનઃ હવે હાઉં કરીશ?
તીલો ગોરઃ ઠીક લ્યો. બોલે ઈ બે ખાય.
રૂગા મહાજન (કાંડા પરની ઘડિયાળમાં જોતાં): ડ્રાઈવરે મોટર ઠીક દબાવી હો! કલાકમાં આંઈ ફેંકી દીધા.
દુલભ (અંદરના ઓરડા તરફ મોં કરી ઊંચે અવાજે): એ… ચાનો ઝપાટો કરજો હો!
તીલો ગોરઃ મોટર ઈ મોટર, ને ગાડાં ઈ ગાડાં. બળધિયા સાત સારા હોય પણ આ તેલની ગાડીને પૂગે? શું જમાનો બદલી ગ્યો, દુલભભાઈ! હજી મારી સાંભરણ્યની જ વાત છે કે ઊંટવડથી આંયા કણે દખણા લેવા હું હાલતો આવતો તંયે મારગમાં તણ વાર ટીમણ કરવાં પડતાં. પાકી પાલીને સાથવો ખડિયો બાંધ્યો હોય તંયે આંયા પુગાતું. એને બદલે આ તેલની ગાડીએ તો બેઠા ભેગા જ આંયાં ઉતાર્યા. ને હમણાં ફરીથી હેંડલ મારશે કે તરત સીધા સોરઠવિજય કંપ –
રૂગા મહાજન (આંખ કાઢીને): હવે હાઉં –
તીલો ગોરઃ ઠીક લ્યો. બોલે ઈ બે –
દુલભ (વાત બદલવા): શું કરે છે અમારા હરકીસન શેઠ?
રૂગા મહાજનઃ મઝામાં.
તીલો ગોરઃ માનો ન માનો, પણ આજુ ફેરે ગિરનારે જઈ આવ્યા પછી હરુભાઈમાં કાંઈક ફેર પડી ગયો છ હો!
દુલભઃ એમ કે?
તીલો ગોરઃ હા. કોઈની હારે બોલચાલ સાવ ઇસ્ટોપ કરી દીધી છે. દી આખો ગૂમસૂમ બેઠા રિયે છે. જાણે કે જોગી જોગ સાધતો ન હોય!
દુલભ (ચાને હજી વાર છે, જાણી વાત લંબાવવા): ગિરનાર ઉપર કોઈ જાલમધર જોગી તો નંઈ ભેટી ગ્યા હોય!
તીલો ગોરઃ જોગીય ભેટી જાય ને જોગણેય ભેટી જાતાં વાર ન લાગે. ભાઈ, જમાનો ભારે ખરાબ આવ્યો છે –
રૂગા મહારાજ (આંખ કાઢીને): હવે તું મૂંગો –
તીલો ગોરઃ ભલે લ્યો! હવે બોલે ઈ –

(દુલભ ઊઠીને અંદર જાય છે.)

રૂગા મહાજનઃ તીલા, તું બોલવા બેહસ તંયે આઘુંપાછું જોતો જ નથી. કળ-વ-કળનું તને ભાન નથી રે’તું. તારા જેવાને ભેગો લાવવામાં નવ્વાણું ટકાની ખોટ; ભામણભાઈ કીધા એટલે હાંઉ. બોલવે બંધી જ નંઈ!
તીલો ગોરઃ ભોમણનો બોલ તો મોર્ય ભ્રમવાક્ય ગણાતો. હવે તો જમાનો જ સંચોડો બડલી ગ્યો.

(અંદરના ઓરડામાંથી મંછી દાખલ થાય છે. હાથમાં જર્મન સિલ્વરની થાળી છે. થાળીમાં બે કપ-રકાબી છે. થાળી મૂકીને સંકોચ અનુભવતી અંદર ચાલી જાય છે.)

રૂગા મહારાજઃ તીલા, આ તો…
તીલો ગોરઃ હા, ઈ જ. ગિરનાર ઉપર ભીમકંડમાંથી પાણીનો પડો કાખમાં લઈને જાતી’તી ઈ જ. મને વહેમ નંઈ કે ઈ દુલભભાઈની દીકરી હશે.
રૂગા મહાજન (હાથમાં ચાનો પ્યાલો લેતાં): ઠીક, પણ કેમ લાગે છે? હરકીસનને –
તીલો ગોરઃ હરકીસનને મોટી પડે.
રૂગા મહાજનઃ પણ વરસમાં તો હરકીસન સરખો જ –
તીલો ગોરઃ ભલે ને! પણ હાડ નાનું ને? આની પાંહે હરકીસન છોકરું લાગે.
રૂગા મહાજનઃ તારી વાત તો સાચી લાગે છે. પણ તો પછી શું કરશું?
તાલી ગોરઃ તમે કિયો એમ કરીએ.
રૂગા મહાજનઃ દુલભભાઈ ગોળ ખવડાવ્યા વિના આંઈથી નીકળવા નંઈ દિયે.
તીલો ગોરઃ ખવડાવે ઈ ખાઈ લેવું. ના ન પાડવી. હરકીસન કાલ સવારે મોટો થઈ રે’શે.
રૂગા મહાજનઃ તું એમ દાઢમાં બોલ મા. મારા ઉપર ખીજ ચડી હોય તો આ પ્યાલો ચા પેટમાં ઢોળી લે. બાકી સરખી સમી વાત કર્ય. તને આંઈ તારા પગ પૂજવા સારુ નથી લઈ આવ્યો હો! સરખું બોલ્ય, તને શું સૂઝે છે?
તીલો ગોરઃ ધણીને સૂઝે ઢાંકણીમાં. પાડોશીને સૂઝ્યું શું કામ આવે?
રૂગા મહાજનઃ હવે તારી વાયડાઈ કરતો સરખું બોલીશ? માળા ભામણભાઈ કીધા એટલે –
તીલો ગોરઃ સાચું કહીશ તો તમને ગમશે નંઈ કદાચ.
રૂગા મહાજનઃ હવે વાયડાઈ છોડીશ? માળા હાળા ભામણ… દુલભભાઈનું મન તો સાચવવું પડશે…
તીલો ગોરઃ સંધુંય સાચવવું હોય તો એક રસ્તો છે – જો દુલભભાઈ કબૂલ કરે તો.
રૂગા મહાજનઃ શું વળી?
તીલો ગોરઃ હરકીસનને બદલે તમારી વેરે –
રૂગા મહાજન (ચોંકતાં): હેં?…
તીલો ગોરઃ હા, છોડી તમારા બરની છે. આમેય મારી નવી ભાભીને જણ્યાંની ખોટ રઈ ગઈ છે, ને તમે નવું ઘર કરવાના વેંતમાં તો છો જ. તો આ તો સામું આવીને ઊભું છે.
રૂગા મહાજનઃ એલા, જરાક સાદ હળવો કર્ય!
તીલો ગોરઃ ઠીક લ્યો. હવે સાવ ઇસ્ટોપ. બોલે ઈ –

(અંદરથી દુલભ પ્રવેશે છે. બેઠા પછી બન્ને મહેમાનની સામે જોઈ રહે છે.)

દુલભઃ તડકો પણ પડે છે ને કાંઈ!
તીલો ગોરઃ એના ય દી છે. રતેરત એના ભાવ ભજવે જ ને?
દુલભ (રૂગા મહાજન તરફ): કાં? કેમ…?
રૂગા મહાજનઃ હરકીસન જાણે કે નાનકડો લાગે આની પાસે.
દુલભઃ પણ વરસની ગણતરીએ તો –
રૂગા મહાજનઃ ઈ વાત તમારી સાચી; પણ દેખાવે તો હરકીસન ઠીંગણો જ લાગે ને? ઈંગરેજી ભણતરીની ઉપાધિમાં ને ઉપાધિમાં છોકરો સાવ હહી (શોષાઈ) ગ્યો. ગજું કાઢતાં હજી બે વરહ વયાં જાશે.
દુલભઃ ત્યાં લગણ–?
રૂગા મહાજનઃ તમને જાળવવાનું તો કેમ કે’વાય? દીકરીનાં માવતરથી ક્યાં લગણ વાટ જોઈ બેહાય? કોઈ સરખે સરખું –
દુલભઃ મારી ગગીમાં કાંઈ કે’વાપણું –?
રૂગા મહાજનઃ ના રે, ઈ તમે શું બોલ્યા!
દુલભઃ તો પછી –
રૂગા મહારાજઃ મેં તમને કીધું ઈ જ. છોકરો હજી હાડેતો નથી.
દુલભ (આવેશમાં): પણ મારે તમને આંઈથી ગોળ ચખાડ્યા વિના ઊઠવા નથી દેવા! તીલા ગોર તમે કેમ કાંઈ બોલતા નથી?
તીલો ગોરઃ મને તો રૂગાભાઈએ સંચોડી બોલવાની બંધી ફરમાવી દીધી છે. વણ બોલાવ્યું બોલે, ઈ તણખલાને તોલે. ઠાલું થૂંક ઉડાડવું?
દુલભઃ પણ મારે એને ગોળ વંદાવ્યા વિના ઊભા નથી થાવા દેવા, એનું શું કરવું હવે!
તીલો ગોરઃ એનોય ઉપાય છે.
દુલભ (આતુરતાથી): હેં?
તીલો ગોરઃ હા. સહુના મન સંચવાઈ રિયે એવો –
દુલભઃ તંયે બોલો ને ઝટ, ભાઈસા’બ! એમ થાતું હોય તો ઈથી રૂડું શું?
તીલો ગોરઃ જુઓ, આમેય રૂગાભાઈને નવા ઘરથી જણ્યાંની ખોટ છે. કહળ્યો હરકીસન ભલે રિયો… પણ લાખુંની ઈસ્કામતવાળાને તો લાંબો વિચાર કરવાનો ને? નવી ભાભી પંડ્યે ઊઠીને કીધા કરે છે કે હવે ક્યાંક બીજે નજર કરો –
રૂગા મહાજનઃ આંઈથી વનેચંદનું ઘર કેટલું છેટું, દુલાભાઈ? એણે ઝાંપામાં મોટર આંતરીને ચા પીવા આવવાનું તાણ્ય કરીને કીધું છે.

દુલભ (ઉશ્કેરાઈને): પાટમાં પડ્યો વનેચંદિયો! એમ હું આડેથી નંઈ લૂંટાવા દઉં…

તીલો ગોરઃ સાચી વાત છે, રૂગાભાઈ! એમનેમ આંયથી ઊઠવું સારું ન કે’વાય આપણે દુલાભાઈને જીભ દીધા પછી એમ બીજે –
દુલભઃ તો ઠીક, તીલા ગોર! કે’નારે કઈ દીધું!
રૂગા મહાજનઃ પણ તંયે કરવું શું?
તીલો ગોરઃ કરવું હોય તો ઘીના ઠામમાં ઘી પડી રિયે એવું છે. કન્યા તો લખમી માતાનો અવતાર ગણાય. એને જાકારો કરવામાં આપણને નિસાસા લાગે. તમારાં ઘરણ-પાણી આ ઘરમાં જ લખાણાં લાગે છે – જો દુલાભાઈ રાજી હોય તો –
દુલભ (હર્ષોવેશમાં): વાહ રે તીલા ગોર! તમારા જેવો તો ભલો ભગવાનેય નંઈ! મારે તો માજનનું ખોરડું જડે ઈથી રૂડું શું? લ્યો, હું ગોળની થાળી લેતો આવું.

(ઊઠીને અંદરના ઓરડામાં જાય છે.)

રૂગા મહાજનઃ તીલા, આજ હવે ‘લટકાળી લલના’માં જાવાનું માંડી વાળીએ તો?
તીલો ગોરઃ હા રે હા. હવે જાનમમાં ગઈ ઈ નાથડી!
(પડદો)

(રંગદા)