ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 20: Line 20:
}}
}}
(જ્યોતિ દાખલ થાય છે. ગુજરાત મેલના અકસ્માત વિષે સાંભળે છે. ઊભી રહે છે અને પછી રેડિયો બંધ કરે છે. રોબીન એમ જ ખુરશીમાં પડ્યો રહે છે.)
(જ્યોતિ દાખલ થાય છે. ગુજરાત મેલના અકસ્માત વિષે સાંભળે છે. ઊભી રહે છે અને પછી રેડિયો બંધ કરે છે. રોબીન એમ જ ખુરશીમાં પડ્યો રહે છે.)
રોબીનઃ શા માટે રેડિયો બંધ કર્યો?
{{Ps
|રોબીનઃ  
|શા માટે રેડિયો બંધ કર્યો?
}}
{{Ps
{{Ps
|જ્યોતિઃ  
|જ્યોતિઃ  
Line 30: Line 33:
}}
}}
{{Ps
{{Ps
જ્યોતિઃ પરિમલ ગઈ કાલે ગુજરાત મેલમાં જ ગયો…
|જ્યોતિઃ  
રોબીનઃ પરિમલ જેવા જ ત્રણ હજાર મુસાફરો ગઈ કાલે ગુજરાત મેલમાં હતા.
|પરિમલ ગઈ કાલે ગુજરાત મેલમાં જ ગયો…
જ્યોતિઃ પરિમલ ફર્સ્ટ ક્લાસમાં જ હતો.
}}
રોબીનઃ ગુજરાત મેલમાં મોટે ભાગે ફર્સ્ટ ક્લાસના જ ડબ્બાઓ હોય છે.
{{Ps
જ્યોતિઃ પરિમલ એન્જિન પાસેના જ ડબ્બામાં બેઠો હતો.
|રોબીનઃ  
|પરિમલ જેવા જ ત્રણ હજાર મુસાફરો ગઈ કાલે ગુજરાત મેલમાં હતા.
}}
{{Ps
|જ્યોતિઃ  
|પરિમલ ફર્સ્ટ ક્લાસમાં જ હતો.
}}
{{Ps
|રોબીનઃ  
|ગુજરાત મેલમાં મોટે ભાગે ફર્સ્ટ ક્લાસના જ ડબ્બાઓ હોય છે.
}}
{{Ps
|જ્યોતિઃ  
|પરિમલ એન્જિન પાસેના જ ડબ્બામાં બેઠો હતો.
}}
(રોબીન છાપું ખસેડી ઊભો થાય છે.)
(રોબીન છાપું ખસેડી ઊભો થાય છે.)
રોબીનઃ તને ક્યાંથી ખબર પડી? તું પરિમલને સ્ટેશને મૂકવા ગઈ હતી?
{{Ps
જ્યોતિઃ સ્ટેશને? ના…ના… હા! પરિમલે આગ્રહ કર્યો એટલે…
|રોબીનઃ  
રોબીનઃ જ્યોતિ! શા માટે પરિમલને મૂકવા સ્ટેશને ગઈ હતી?
|તને ક્યાંથી ખબર પડી? તું પરિમલને સ્ટેશને મૂકવા ગઈ હતી?
જ્યોતિઃ પણ… એમાં ચિડાઈ શું જાય છે? પરિમલને મૂકવા સ્ટેશને જવું એ ગુનો છે?
}}
રોબીનઃ હા! પરિમલને તું મળે… તેની સાથે વાતો કરે… તેને સ્ટેશને મૂકવા જાય એ મને નથી ગમતું… બોલ, મારી ગેરહાજરીમાં કેટલી વખત પરિમલ અહીં આવેલો?
{{Ps
જ્યોતિઃ રોબીન… રોબીન… તું કેવી બાલિશ વાત કરે છે? પરિમલ મારો મિત્ર છે.
|જ્યોતિઃ  
|સ્ટેશને? ના…ના… હા! પરિમલે આગ્રહ કર્યો એટલે…
}}
{{Ps
|રોબીનઃ  
|જ્યોતિ! શા માટે પરિમલને મૂકવા સ્ટેશને ગઈ હતી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|પણ… એમાં ચિડાઈ શું જાય છે? પરિમલને મૂકવા સ્ટેશને જવું એ ગુનો છે?
}}
{{Ps
|રોબીનઃ  
|હા! પરિમલને તું મળે… તેની સાથે વાતો કરે… તેને સ્ટેશને મૂકવા જાય એ મને નથી ગમતું… બોલ, મારી ગેરહાજરીમાં કેટલી વખત પરિમલ અહીં આવેલો?
}}
{{Ps
|જ્યોતિઃ  
|રોબીન… રોબીન… તું કેવી બાલિશ વાત કરે છે? પરિમલ મારો મિત્ર છે.
}}
{{Ps
રોબીનઃ પરિમલ તારો મિત્ર છે એમ! એટલે જ મારી ગેરહાજરીમાં તને મળવા આવે છે? અઠવાડિયામાં બે બે પત્રો લખે છે… ઢગલો એક ભેટો મોકલાવે છે… અને હોટેલ કે થિયેટરના એકાન્તમાં તમે બન્ને… એકબીજાના હાથમાં હાથ મૂકી… પ્રેમ કરો છો! મિત્ર છે?
રોબીનઃ પરિમલ તારો મિત્ર છે એમ! એટલે જ મારી ગેરહાજરીમાં તને મળવા આવે છે? અઠવાડિયામાં બે બે પત્રો લખે છે… ઢગલો એક ભેટો મોકલાવે છે… અને હોટેલ કે થિયેટરના એકાન્તમાં તમે બન્ને… એકબીજાના હાથમાં હાથ મૂકી… પ્રેમ કરો છો! મિત્ર છે?
જ્યોતિઃ રોબીન! મોઢું સંભાળીને બોલ!
જ્યોતિઃ રોબીન! મોઢું સંભાળીને બોલ!

Revision as of 07:45, 27 May 2022

સાત હજાર સમુદ્રો
શ્રીકાન્ત શાહ
પાત્રો

જ્યોતિ (સુધા, મીરા, કલ્પના)
સરોજ (ભારતી, પૂનમ)
ભરત (ડાયરેક્ટર-૧, પ્રેમ, જનક)
રોબીન (મધુકર, અરવિંદ, કુમાર)
ઉપેન્દ્ર (ડાયરેક્ટર-૨, હર્ષદ)
શ્રીકાન્ત (ડાયરેક્ટર-૩)

(પરિસ્થિતિઃ ખાલી સ્ટેજ… જુદી જુદી જગ્યાએ પડેલી ખુરશીઓ… અથવા તો… ડ્રોઇંગ રૂમ… પરદો ખૂલે છે ત્યારે, સ્ટેજ ઉપર એક ખુરશીમાં રોબીન બેઠો છે. તેણે માથા પર છાપું ઓઢ્યું છે. ટેબલ પર પડેલા રેડિયોમાંથી ન્યૂઝ આવે છે. સ્ટેજ ઉપર બીજું કોઈ નથી.)

ન્યૂઝઃ આસામમાં થયેલા વાવાઝોડાને પરિણામે લાખો લોકો બેઘર બન્યા છે અને ખુવારીનો આંકડો દશ હજારથી પણ ઉપર પહોંચે છે. એક સરકારી પ્રવક્તાના કહેવા અનુસાર જાણવા મળે છે કે રાબેતા મુજબનો રેલવેવ્યવહાર સ્થાપવામાં એક મહિના કરતાં પણ વધારે સમય લાગશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.

હમણાં જ મળતો એક સંદેશો જણાવે છે કે અમદાવાદ-બૉમ્બે વચ્ચે દોડતા ગુજરાત મેલને ગઈ કાલે રાત્રે ઉધના નજીક અકસ્માત નડતાં ત્રણ ડબ્બાઓ પાટા ઉપરથી ઊતરી ગયેલા અને એન્જિન નજીકના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરતા ચાર માણસોનાં મૃત્યુ નીપજેલાં. અકસ્માત વિષેની વધારે વિગતો હજી જાણવા મળી નથી.

ઈરાનના શાહે પી.ટી.આઇ.ના સંવાદદાતાને જણાવ્યું હતું કે જો ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે તો ઈરાન ભારતને મળતો તેલ પુરવઠો બંધ કરશે…

(જ્યોતિ દાખલ થાય છે. ગુજરાત મેલના અકસ્માત વિષે સાંભળે છે. ઊભી રહે છે અને પછી રેડિયો બંધ કરે છે. રોબીન એમ જ ખુરશીમાં પડ્યો રહે છે.)

રોબીનઃ શા માટે રેડિયો બંધ કર્યો?
જ્યોતિઃ સાંભળ્યું તમે? … ગુજરાત મેલને અકસ્માત થયો.
રોબીનઃ હિન્દુસ્તાનમાં દર ત્રણ મિનિટે અકસ્માત થાય છે… અને જગતમાં દર સેકન્ડે એક બાળક જન્મે છે.
જ્યોતિઃ પરિમલ ગઈ કાલે ગુજરાત મેલમાં જ ગયો…
રોબીનઃ પરિમલ જેવા જ ત્રણ હજાર મુસાફરો ગઈ કાલે ગુજરાત મેલમાં હતા.
જ્યોતિઃ પરિમલ ફર્સ્ટ ક્લાસમાં જ હતો.
રોબીનઃ ગુજરાત મેલમાં મોટે ભાગે ફર્સ્ટ ક્લાસના જ ડબ્બાઓ હોય છે.
જ્યોતિઃ પરિમલ એન્જિન પાસેના જ ડબ્બામાં બેઠો હતો.

(રોબીન છાપું ખસેડી ઊભો થાય છે.)

રોબીનઃ તને ક્યાંથી ખબર પડી? તું પરિમલને સ્ટેશને મૂકવા ગઈ હતી?
જ્યોતિઃ સ્ટેશને? ના…ના… હા! પરિમલે આગ્રહ કર્યો એટલે…
રોબીનઃ જ્યોતિ! શા માટે પરિમલને મૂકવા સ્ટેશને ગઈ હતી?
જ્યોતિઃ પણ… એમાં ચિડાઈ શું જાય છે? પરિમલને મૂકવા સ્ટેશને જવું એ ગુનો છે?
રોબીનઃ હા! પરિમલને તું મળે… તેની સાથે વાતો કરે… તેને સ્ટેશને મૂકવા જાય એ મને નથી ગમતું… બોલ, મારી ગેરહાજરીમાં કેટલી વખત પરિમલ અહીં આવેલો?
જ્યોતિઃ રોબીન… રોબીન… તું કેવી બાલિશ વાત કરે છે? પરિમલ મારો મિત્ર છે.

{{Ps રોબીનઃ પરિમલ તારો મિત્ર છે એમ! એટલે જ મારી ગેરહાજરીમાં તને મળવા આવે છે? અઠવાડિયામાં બે બે પત્રો લખે છે… ઢગલો એક ભેટો મોકલાવે છે… અને હોટેલ કે થિયેટરના એકાન્તમાં તમે બન્ને… એકબીજાના હાથમાં હાથ મૂકી… પ્રેમ કરો છો! મિત્ર છે? જ્યોતિઃ રોબીન! મોઢું સંભાળીને બોલ! રોબીનઃ શા માટે? પરિમલને તું પ્રેમ કરતી નથી? જ્યોતિઃ ના… ના… એક હજાર વખત ના. રોબીનઃ પરિમલને તું ક્યારેય પ્રેમ કરતી નો’તી? જ્યોતિઃ ના… રોબીનઃ ખોટું બોલે છે… છેલ્લા ત્રણ મહિના થયા… પરિમલની એકેએક ટપાલ હું ખોલીને વાંચું છું… છેલ્લા ત્રણ મહિના થયાં તું અને પરિમલ શું કરો છો… ક્યાં ક્યાં જાવ છો… કેટલો સમય સાથે પસાર કરો છો તેની રજેરજ માહિતી હું ધરાવું છું… બોલ સાંભળવી છે તારે? જ્યોતિઃ પરિમલની ટપાલ તું ખોલીને વાંચે છે? મારી રજા વગર? રોબીનઃ હા! તને ખબર ન પડે તેમ… પછી ચિપકાવીને તને આપી દઉં છું. એટલે જ… અઠવાડિયા પહેલાં પરિમલ અહીં આવવાનો છે તેવી ટપાલ વાંચીને મેં બહારગામ જવાનું નાટક ગોઠવેલું… જ્યોતિઃ એટલે કે તું બહારગામ ગયો જ ન હતો. રોબીનઃ ના… હું અહીં જ હતો… એક હોટેલમાં… જ્યોતિઃ તું મારી ઉપર જાસૂસી કરતો હતો? રોબીનઃ હા… જાસૂસી કરતો હતો… પરિમલને લેવા બુધવારે ૧૧-૩૦ વાગ્યે તું સ્ટેશને ગયેલી… ટૅક્સી કરી તમે બંને હોટેલ પ્લાઝામાં આવેલાં. પરિમલે ડબલ બેડ રૂમ લીધેલો રૂમ નં. ૨૭… રૂમમાં દાખલ થઈ… તુરત જ તેં કૉફીનો ઑર્ડર આપેલો… કારણ કે પરિમલને કૉફી ભાવે છે… કૉફીનો કપ આપતી વખતે… તેં પરિમલનો હાથ દબાવેલો… પરિમલે તને કિસ કરેલી… એક મિનિટ અને સત્તર સેંકડ… તમે બંને એકબીજાના આલિંગનમાં જકડાયેલાં રહેલાં… જ્યોતિઃ રોબીન… રોબીન… રોબીનઃ બુધવારે બપોરના એક વાગ્યે તમે ક્વૉલિટીમાં લંચ લીધેલું. બપોરના શોમાં નટરાજમાં ફિલ્મ જોવા ગયેલાં… અને ફિલ્મમાંથી છૂટી હોટેલ પર… પરિમલ તારે માટે વાયોલેટ રંગની સાડી લાવેલો… પરિમલની હાજરીમાં તેં એ સાડી પહેરી… અને પછી પરિમલે તારા બે હાથ પકડી તને પલંગ પર ખેંચી… અને તું… પરિમલના આશ્લેષમાં ઢળી પડી… જ્યોતિઃ રોબીન… મહેરબાની કરીને બંધ થા… નથી સાંભળવી… નથી સાંભળવી મારે એક પણ વાત. રોબીનઃ હોટેલ પ્લાઝાના… રબ્બરફોમવાળા ગાદલા ઉપર… તું પરિમલ સાથે ઢળી પડી… અને પરિમલે વાયોલેટ રંગની સાડીનો છેડો ખેંચી… તારા સ્લીવલેસ બ્લાઉઝમાંથી દેખાતા બાવડા ઉપર એક બચકું ભર્યું… અને તું નીતિનિયમો લાજમરજાદા બધું જ ભૂલી… રોબીન નામના માણસની તું પત્ની છો… તને પણ તારું આગવું ઘર છે… સંસાર છે… એ બધું જ… ભૂલી… પરિમલ નામના તારા એક મિત્ર સાથે… જ્યોતિઃ રોબીન!… રોબીનઃ હજુ તું મને કહેવા માગે છે કે પરિમલ તારો મિત્ર છે? જ્યોતિઃ રોબીન! લગ્ન પહેલાં હું પરિમલને પ્રેમ કરતી હતી… મેં તેને પત્રો લખેલા… અને સાથે ફોટા ખેંચાવેલા. રોબીનઃ મને ખબર છે. જ્યોતિઃ પરિમલ એ બધાંના જોર ઉપર મને બ્લૅકમેઇલ કરે છે… એટલે લાચાર બની હું તેને વશ થાઉં છું… બાકી રોબીન! હું સાચું કહું છું. હું પરિમલને ચાહતી નથી… હું તેને ધિક્કારું છું. (રોબીન ઊભો થઈ જ્યોતિ પાસે જાય છે… તેના ખભા પર હાથ મૂકે છે… તેને પંપાળે છે.) રોબીનઃ તો પછી… ગુજરાત મેલને અકસ્માત થયો છે… એ સમાચાર જાણીને તું વિહ્વળ કેમ થઈ ગઈ? જ્યોતિઃ એટલા માટે કે પરિમલથી આટલી જલદી હું મુક્ત થઈ શકીશ… એ વાત હું સાચી માની શકી નહિ… એટલે… (રોબીન જ્યોતિને પ્રેમ કરવાના પ્રયત્નો કરે છે.) રોબીનઃ પરિમલના મૃત્યુનું તને રતિભાર પણ દુઃખ નથી… જ્યોતિ? જ્યોતિઃ સહેજ પણ નહિ… ઊલટાની હું એક નાલાયક માણસના પંજામાંથી મુક્ત થઈ તેનો મને આનંદ થાય છે… રોબીનઃ કદાચ ધાર કે પરિમલ અકસ્માતમાંથી બચી ગયો હોય તો? (જ્યોતિ રોબીનની સોડમાં ભરાય છે.) જ્યોતિઃ તો રોબીન! હું શું કરીશ? રોબીનઃ એક કામ કર, પરિમલને તું એક કાગળ લખ. જ્યોતિઃ પણ… રોબીનઃ હું કહું તેમ કર. તું પરિમલથી બચવા માંગે છે ને? તો હું તને બચાવી લઈશ… (જ્યોતિ ટેબલમાંથી કાગળ અને ફાઉન્ટન કાઢે છે. લખવા બેસે છે.) રોબીનઃ પ્રિય પરિમલ. હું હંમેશ માટે તને છોડીને જાઉં છું… આપણે રચેલા નાટકનો કરુણ અંત આવે છે. હવેથી કદીચ જ્યોતિને તું યાદ કરતો નહિ. જ્યોતિ હવે તારા માટે નથી રહી. લિ. એક વખતની તારી જ્યોતિ. (જ્યોતિ રોબીનના કહેવા પ્રમાણે લખે છે.) રોબીનઃ લાવ! એ કાગળ મને આપ. (જ્યોતિ આપે છે.) જ્યોતિઃ પણ રોબીન! આ કાગળ પરિમલને મોકલવાથી શું તું માને છે કે પરિમલ મારો કેડો મૂકી દેશે? રોબીનઃ પરિમલ નહિ મૂકે… પણ તું મારો કેડો મૂકી દઈશ… (ખિસ્સામાંથી રિવૉલ્વર કાઢે છે. જ્યોતિ સામે તાકે છે.) જ્યોતિઃ રોબીન… આ શું… તું શું કરવા માગે છે? રોબીનઃ પરિમલની પ્રેમિકાનું ખૂન… તું શું એમ માનતી હતી કે તારા જેવી બદચલન સ્ત્રીને… આટઆટલું થયા પછી હું સ્વીકારીશ? જ્યોતિઃ રોબીન… રોબીન… પ્લીઝ! તું મને સાંભળ તો ખરો? રોબીનઃ જ્યાં છો ત્યાં જ ઊભી રહેજે… એ ડગલું પણ આગળ વધતી નહિ. મેં બધું જ બરાબર ગોઠવી દીધું છે… માણસો જાણે છે કે હું બહારગામ છું… અને પોલીસવાળા આ કાગળ વાંચી માનશે કે તે આપઘાત કર્યો છે… (હસે છે.) જ્યોતિઃ રોબીન. (રોબીન બે ગોળી છોડે છે. જ્યોતિ નીચે ફસડાઈ પડે છે.) (બાજુની વિંગમાંથી ડાયરેક્ટર ભરત પ્રવેશે છે.) ભરતઃ બ્યુટીફુલ… (તાળી પાડે છે.) (જ્યોતિ ઊભી થાય છે… કપડાં વ્યવસ્થિત કરે છે… રોબીન ખુરશીમાં બેસી જાય છે.) જ્યોતિઃ બોલ ભરત, કેવું લાગ્યું મારું ઍક્ટિંગ? ભરતઃ વન્ડરફુલ… સુધા! તેં કમાલ કરી નાખી. રોબીનઃ બોલ એય ડાયરેક્ટરના બચ્ચા! મારું ઍક્ટિંગ કેવું હતું? ભરતઃ તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તારા ઍક્ટિંગમાં શું કહેવાનું હોય? જ્યોતિઃ મધુકર! મારા કરતાં તું SUPERB રહ્યો. રોબીનઃ જોયું! ભરત! તારી પત્ની મારાં વખાણ કરી રહી છે… તને દુઃખ તો નથી થતું ને? ભરતઃ વખાણ કરે ત્યાં સુધી નહિ… તેનાથી આગળ વધશે તો દુઃખ થશે. રોબીનઃ ચાલ! ચા મંગાવ… હું થાકી ગયો છું. ભરતઃ (વિંગમાં જોઈને) એઈ રમેશ! ચાનું કહે. રોબીનઃ હું કપડાં બદલી આવું. (ઊભો થઈ વિંગમાં જાય છે.) ભરતઃ સુધા! મધુકર સાથે કામ કરવાની મજા આવે છે નહિ? વેરી ટૅલેન્ટેડ આર્ટિસ્ટ… જ્યોતિઃ રીઅલી!… ભરત! જોજે આ તારું નાટક હિટ જવાનું છે… ભરતઃ આ નાટક હિટ જશે કે નહિ તેની મને ખબર નથી… પણ તારા અને મધુકરના સંબંધો હિટ જશે એમ મને લાગે છે… જ્યોતિઃ એટલે? શું કહેવા માગે છે તું? ભરતઃ મધુકર સાથેની તારી આત્મીયતા વધતી જાય છે… મધુકરના પ્રેમમાં તો નથી પડી ગઈ ને? જ્યોતિઃ શું વાત કરે છે તું?… દરેક સંબંધને શંકાને નજરે જોયા કરીશ તો જિંદગીમાં છેલ્લે એકલો રહી જઈશ તું… સુખ, ચેન, શાંતિ બધું જ ખોરવાઈ જશે તારું… ભરતઃ આ તો મને જેવું દેખાય છે તે કહ્યું. નાટકના રિહર્સલમાં મધુકરને વધારે છૂટ લેવા દેવી… મોકો મળ્યો કે મધુકર સાથે વાતો કરવા બેસી જવું, સ્ક્રિપ્ટ મોઢે કરવાના બહાના નીચે મધુકરની રૂમ ઉપર જવું. આ લક્ષણો સારાં દેખાતાં નથી… સુધા! જ્યોતિઃ કોનાં?… તારાં કે મારાં? ભરતઃ તું માને છે એટલો મૂરખ હું નથી સુધા! … મારી નજરે કશુંય ક્યારે છૂપું રહી શક્યું નથી. જ્યોતિઃ તારી નજર કેટલી વેધક છે તેની મને ખબર છે… માટે મહેરબાની કરીને મારી સામે ફિશિયારી ન ઠોક… ભરતઃ મોં સંભાળીને બોલ સુધા! એક તો મધુકર જેવા તરગાળાને પ્રેમ કરે છે ને… પાછી મારી પાસે સતી થાય છે? જ્યોતિઃ ભરત!… ગમે તેમ એલફેલ ન બોલ… શું સમજી બેઠો છે મને તું?… મારી જિંદગીની એકેએક વાતમાં દખલ કરવાનો શું અધિકાર છે તને?… તારી પત્ની છું તેનો અર્થ એ નહિ કે તું મને મરજી પડે તેમ નચાવ્યા કરે. ભરતઃ પણ સુધા! મારી વાત તો સાંભળ! મધુકર જેવા બે બદામના ભિખારીને બદલે તેં કોઈ બીજાને પ્રેમ કર્યો હોત તો મને વાંધો ન હતો… પણ શું જોઈ ગઈ છે તું મધુકરમાં?… શું ન્યાલ કરી દેવાનો છે મધુકર તને? જ્યોતિઃ તું શું ન્યાલ કરી દેવાનો છે મને? તારી પાસે શું છે કે જેના જોરે તું મને તારી સાથે બાંધી રાખવા માગે છે?… તારા જેવા ઘમંડી, મિથ્યાભિમાની અને જુઠ્ઠાબોલા માણસ કરતાં… મધુકર લાખ દરજ્જે સારો છે… સમજ્યો? ભરતઃ રીઅલી… મધુકર આટલો મહાન હશે તેની મને કલ્પના ન હતી! જ્યોતિઃ તું આટલો તુચ્છ અને ઈર્ષાખોર હશે તેની મને કલ્પના ન હતી. ભરતઃ પણ સુધા! મધુકરને બીજી કોઈ સ્ત્રી નથી મળતી કે… પરપુરુષના આલિંગનમાં રગદોળાયેલી… તારા જેવી સ્ત્રી તેણે પસંદ કરી? જ્યોતિઃ નાલાયક… શું બોલે છે તેનું તને ભાન છે? જિંદગી આખી ભિખારીની જેમ કકડો કકડો એકઠો કરીને… તેં એક જિંદગી જીવવાનો પ્રયત્ન કર્યો છે. અત્યાર સુધી મને તારી દયા આવતી હતી… પરંતુ લાગે છે કે તું માત્ર કૂતરાની જિંદગી જીવ્યો છે… માણસની નહિ… ભરતઃ સુધા! (નજીક જઈને તમાચો મારે છે.) હું તારો પતિ છું સમજી? મારી સાથે ઉદ્ધતાઈથી વર્તી તો ઘડીના છઠ્ઠા ભાગમાં… જ્યોતિઃ શું કરી નાખીશ?… મારું ખૂન કરીશ ને?… તારા જેવા જંગલી પશુ સાથે જીવવા કરતાં મોત વધારે સારું છે… (નજીક ધસી જઈને) મારી નાખ મને… તારામાં જોર હોય તો મારી નાખ મને… (મધુકર પ્રવેશે છે… બંને લોકો વ્યવસ્થિત બની જાય છે.) રોબીનઃ ચા આવી ડાયરેક્ટર? ભરતઃ નથી આવી. એક મિનિટ બેસ! હું તપાસ કરી આવું. (ભરત જાય છે.) રોબીનઃ કેમ ગંભીર બની ગઈ છો? જ્યોતિઃ અમસ્તી જ. રોબીનઃ ભરત સાથે કંઈ થયું? જ્યોતિઃ હવે થવામાં શું બાકી છે? મધુકર! તું સાચે જ મને ચાહે છે? રોબીનઃ કેવી વાત કરે છે? જ્યોતિઃ તો પછી ચાલ આપણે ક્યાંક નાસી જઈએ… હં એક મિનિટ પણ ભરત સાથે રહેવા તૈયાર નથી. રોબીનઃ નાસી જવાથી તું ભરતની પત્ની મટી શકીશ નહિ… ભરત મારી ઉપર કેસ કરશે… અને બીજાની પરણેતરને ભગાડી જવાના આરોપ હેઠળ મધુકર… જેલના સળિયા પાછળ… જ્યોતિઃ પણ તો.. હું શું કરું મધુકર?… ભરત સાથે રહેવા માગતી નથી, અને તારી સાથે રહી શકું તેમ નથી. રોબીનઃ થોડી ધીરજ રાખ… જ્યોતિઃ હજુ કેટલા દિવસ મારે ધીરજ રાખવાની છે? હવે હું તંગ આવી ગઈ છું મધુકર! રોબીનઃ એક અઠવાડિયું વધારે… મારા એક કેમિસ્ટ મિત્ર પાસે હું એક ટીકડી તૈયાર કરાવી રહ્યો છું… એકાદ અઠવાડિયામાં તૈયાર થઈ જશે. જ્યોતિઃ પછી? રોબીનઃ ભરતને સ્લીપિંગ ટેબ્લેટ લેવાની આદત છે ને? હું એક કોન્સેન્ટ્રેટેડ ડોઝ તૈયાર કરાવી રહ્યો છું… ભરતની ટીકડીઓ સાથે તું એ મિક્સ કરી દેજે… ભરત એ ટીકડી લેશે અને હંમેશ માટે ગાઢ નિદ્રામાં સૂઈ જશે… જ્યોતિઃ પછી? રોબીનઃ પછી… મધુકર અને સુધા છ મહિના સુધી શોક પાળશે. સુધા છ મહિના સુધી સફેદ સાડલો પહેરશે… કપાળમાં ચાંદલો નહિ કરે… જ્યોતિઃ પછી? રોબીનઃ છ મહિના પછી… મધુકર અને સુધા લગ્ન કરશે… જ્યોતિઃ મધુકર, તું મને સુખી કરીશ ને?… આટલી જિંદગી દરમ્યાન ક્યારેય મેં સુખનો અનુભવ કર્યો નથી. રોબીનઃ એટલી સુખી કરીશ તને સુધા! કે… દુઃખ શું કહેવાય તે ભૂલી જઈશ… (ભરત પ્રવેશે છે. તેના હાથમાં ટ્રે છે.) ભરતઃ તારી ચા મધુકર! રોબીનઃ થૅન્ક યૂ… ભરત. ભરતઃ સુધા! (ભરત સુધાને ચા આપે છે. પછી ભરત બાજુ બેસી પોતાનો કપ લે છે.) ભરતઃ હૉલ બુક કરી લીધો છે… સત્તાવીસમી તારીખે આપણે ઑપનિંગ કરીએ છીએ. રોબીનઃ સત્તાવીસમી તારીખે… એટલે કે આવતા રવિવારે? ભરતઃ હા! જ્યોતિઃ (મધુકરને) શું લાગે છે મધુકર?… નાટક હિટ જશે? રોબીનઃ જરૂર… ભરતે ડિરેક્ટ કરેલું કયું નાટક ફેઇલ ગયું છે? (એકાએક પેટમાં કશું થતું હોય તેમ) ઓ…હ (પેટ પર હાથ દબાવે છે. કણસે છે.) આહ… જ્યોતિઃ શું થયું મધુકર? (મધુકરની નજીક જાય છે. તેના શરીર પર હાથ મૂકે છે. હાથ ફેરવે છે.) ભરતઃ મધુકર! તું ચોક્કસ માને છે કે નાટક હિટ જશે? (પોતાનાની જગાએ જ બેઠો રહે છે.) રોબીનઃ ઓ…હ આ…હ… ઓ…હ… આ…હ… (ભયંકર રીતે કણસે છે. બેવડ વળી જાય છે.) જ્યોતિઃ શું બેઠો છે ભરત?… ડૉક્ટરને બોલાવ… ભરતઃ ડૉક્ટર કશું જ નહિ કરી શકે… જ્યોતિઃ (ભરત સામે જોઈ રહે છે.) સમજી! નીચ… નાલાયક… તેં મધુકરનું ખૂન કર્યું? ભરતઃ મેં નહિ… તેં મધુકરનું ખૂન કર્યું છે… (ખડખડાટ હસે છે.) (મધુકર કણસે છે… જ્યોતિ ભરત સામે જોઈ રહે છે… ભરત હસે છે. એ વખતે વિંગમાંથી બીજો ડાયરેક્ટર પ્રવેશે છે… તેની સાથે એક સ્ત્રી પણ છે.) ઉપેન્દ્રઃ વેલડન… માય બૉઈઝ… વેલ ડન. (મધુકર તુરત જ ઊભો થઈ જાય છે. હસી પડે છે – સુધા, ભરત, મધુકર પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયાં છે.) સરોજઃ (રોબીન સામે જોઈને તેની નજીક જઈને શેકહૅન્ડ કરે છે.) યૂ વેર મેગ્નિફિસન્ટ. રોબીનઃ (શેકહૅન્ડ કરે છે.) થૅન્ક યૂ! માય ડિઅર લેડી. (ભરત, જ્યોતિ તાળીઓ પાડે છે.) ઉપેન્દ્રઃ અરવિંદ… તારા મરી જવાનો સીન હજી વધારે ઇમ્પ્રેસિવ બનાવવાની જરૂરત છે… રોબીનઃ ડલ જાય છે? ઉપેન્દ્રઃ સહેજ… એ સીનમાં હજુ વધારે લાઇફ મૂકવાની જરૂરત છે… જ્યોતિઃ લાઇફ નહિ… ડેથ મૂકવાની… ઉપેન્દ્રઃ યસ… યૂ આર કરેક્ટ… (રોબીન સામે જોઈને) જો હું તને કરી બતાવું. (ઉપેન્દ્ર સીન ભજવવાની તૈયારી કરે છે. બધાં તેને જુએ છે… જ્યોતિ ભરત પાસે બેસે છે… સરોજ એક બાજુ બેસી જાય છે… રોબીન ઊભો રહે છે. ઉપેન્દ્ર રોબીનના મરી જવાનો સીન ભજવી બતાવે છે… ભરત રોબીનની પીઠ પાછળ રહીને જ્યોતિનો હાથ દબાવે છે… જ્યોતિ છણકો કરે છે.) યૂ સી! સહેજ ઓવર ઍક્ટ કરવાની જ જરૂરત છે. રોબીનઃ બરાબર. સરોજઃ મેલોડ્રામેટિક લાગશે… ઉપેન્દ્ર… મને તો અરવિંદ કરે છે… એ બરાબર લાગે છે… ઉપેન્દ્રઃ તું વચ્ચે ન બોલ, તું ડાયરેક્ટર છે કે હું? તને શું સમજ પડે? સરોજઃ એમાં ચિડાઈ શું જાય છે? ઑડિયન્સ પૉઇન્ટ ઑફ વ્યૂથી મને જેવું લાગ્યું તેવું મેં કહ્યું. ઉપેન્દ્રઃ તારામાં કોઈ જાતની ગતાગમ છે કે નહિ… ને મને શીખવવા આવી છે? ઑડિયન્સનો ટેસ્ટ શું છે તેની તને શું ખબર? સરોજઃ બેપાંચ નાટક ડિરેક્ટ કર્યાં તેમાં તો ભાઈસા’બ જાણે મોટા ડિરેક્ટર થઈ બેઠા છે એમ માનવા માંડ્યા છે… તારું એક પણ નાટક સક્સેસ ગયું છે કદી? ઉપેન્દ્રઃ યૂ શટ અપ! હવે એક પણ શબ્દ બોલી તો ઊંચકીને બહાર ફેંકી દઈશ. જ્યોતિઃ બાકી તો બધું બરાબર છે ને ઉપેન્દ્ર?… મારી ઍક્ટિંગમાં તારે કંઈ કહેવાનું છે? ઉપેન્દ્રઃ ના, નથિંગ… તું તો સીઝન્ડ આર્ટિસ્ટ છે… તને શું કહેવાનું હોય? ભરતઃ મીરાં! તારા ઉચ્ચારો બરાબર નથી. રોબીનઃ ડાયરેક્ટર અહીં હાજર જ છે… પછી તારે શિખામણ આપવાની જરૂરત નથી, પ્રેમ! ભરતઃ શું છે તારે અરવિંદ? દરેક નાની નાની વાતમાં તું મને ઉતારી પાડવાના પ્રયત્ન કરે છે તે? શું કહી નાખ્યું મેં વધારે?… મીરાંના ઉચ્ચારો મને બરાબર લાગતા નથી તે કહ્યું… એમાં વાંધો શું આવ્યો? રોબીનઃ તું તારું સંભાળ… બીજાને શિખામણ આપવાની જરૂર નથી. આવી બધી સલાહસૂચનાઓ કે સંભાળ લેવાથી મીરાંનો પ્રેમ તું નહિ જીતી શકે… એ માટે તારે બીજી પણ આવડત કેળવવી પડશે સમજ્યો, પ્રેમ? જ્યોતિઃ પણ અરવિંદ… પ્રેમની વાત બરાબર છે… મેં તને નો’તું કહ્યું કે ઉચ્ચારની બાબતમાં મને તકલીફ છે? ભરતઃ તું તારી કઈ આવડતના જોરે મીરાંનો પ્રેમ જીતી શક્યો છે તેની મને ખબર છે… અને મીરાંનો પ્રેમ જિંદગીમાં ક્યાં સુધી જાળવી રાખી શકીશ તેની પણ મને ખબર છે… અરવિંદ! કોઈની મજબૂરીનો લાભ ઉઠાવી તેને પ્રેમનું સ્વરૂપ આપી દેવાથી… સાચો પ્રેમ પ્રગટ થતો નથી સમજ્યો! સરોજઃ (ઉપેન્દ્રને) આ લોકો આમ ને આમ ઝઘડી પડશે, તમે અટકાવો ને! ઉપેન્દ્રઃ તું મૂંગી રહે… મને રસ પડે છે… યસ ગો ઑન… અરવિંદ!… એક સખત જુસ્સાદાર સંવાદની અત્યારે જરૂરત છે. રોબીનઃ તારામાં તાકાત હતી તો તારે પણ મીરાંની મજબૂરીનો લાભ ઉઠાવવો હતો ને… કોણ ના પાડતું હતું? ભરતઃ હું તારા જેવો ઘાતકી અને કપટી નથી… શિકારીની જેમ દીવાનખંડમાં શિકારનાં ડોકાં ટાંગી રાખવામાં મને રસ નથી… એ મને ગમતું પણ નથી… મીરાંની કમનસીબી અને ગરીબાઈનો લાભ લઈ… તેને આર્થિક મદદના ઉપકાર તળે ગોંધી રાખી… હું તારી જેમ મીરાંને પ્રેમ કરવા નો’તો માગતો… આવી સોદાબાજી કરીને મીરાંને પ્રેમ કરવાથી… ન ક્યારેય મને સુખશાન્તિ કે પ્રેમ મળ્યાં હોત ન ક્યારેય મીરાંને… રોબીનઃ તેં ગમે તે કર્યું હોય તો પણ… મીરાં તારા જેવા વેદિયા અને બૂચક માણસની સામે થૂંકત પણ નહિ… તારી હેસિયત શી છે? મીરાં એક જિંદગી જીવવા માગે છે… એક સુંદર અને સુખચેનની જિંદગી જીવવા માગે છે… અને મીરાંને પૂરેપૂરી ખબર છે કે તારા જેવા બોદા અને ખાલીખમ માણસ પાસેથી જિંદગી તો શું સુખચેનનું મૃત્યુ પણ પામી શકે તેમ નથી. પ્રેમ! પહેલાં તું હાથતાળી દઈ છટકી જતી તારી જિંદગી પાછી મેળવ… પછી… બીજાની જિંદગીનો વિચાર કરજે… ભરતઃ અરવિંદ! તારી વાત સાચી છે… હું જિંદગીમાં સતત પરાજિત થતો માણસ છું… પરંતુ મને તેનો આનંદ છે… છળકપટ… કાવાદાવા અને ચાલબાજીઓ ખેલી હું કશુંયે પ્રાપ્ત કરવા માગતો નથી… એમ કરવાની મારામાં આવડત પણ નથી. કદાચ તારી દૃષ્ટિએ હું વેદિયો-ગમાર જંગલી કે બબૂચક લાગતો હોઈશ. કદાચ જિંદગીભર મથવા છતાં તું જે પ્રાપ્ત કરી શક્યો છે તેનો અંશ સુધ્ધાં હું પ્રાપ્ત ન કરી શકું. કદાચ મારાં સ્વપ્નાંઓ… આકાંક્ષાઓ… મારી અધૂરપને કારણે ધૂળમાં રગદોળાઈ જાય તો પણ મને તેનો હરખશોક નથી… કારણ કે… ઝનૂનપૂર્વક વસ્તુને હાથની મુઠ્ઠીમાં જકડી રાખવા કરતાં… મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે. મીરાં તારી સાથે વધારે સુખી થશે… કારણ કે સુખ શું કહેવાય તેની તને ખબર છે… હું તો એક હેસિયત વગરનો માણસ છું… અને હવે આજે નવેસરથી બાંધછોડ કરી જીવવાની મને ખાસ જરૂરત દેખાતી નથી. ઉપેન્દ્રઃ બ્રેવો… બ્રેવો… રોબીનઃ મીરાં મારી જ છે… અને મારી જ રહેશે… તું જાણે કે મને દાન કરતો હો… એ રીતે ન બોલ. પણ એક વાત યાદ રાખજે પ્રેમ… હવે પછી મારા કે મીરાંના જીવનમાં ખાંખાંખોળાં કરવાનો પ્રયત્ન ન કરતો… હું કઈ રીતે જીવું છું… તેનું પિષ્ટપિંજણ કરી નાહક તારી બેચેન રાતોની શાન્તિ ગુમાવતો નહિ… અને ક્યારેય મીરાંને સલાહ… શિખામણો આપી તેની જિંદગી ડખોળવાનો પ્રયત્ન કરતો નહિ… નહિ તો કદાચ આગ ઓકતો જ્વાળામુખી મથી મથીને ઊભા કરેલા તારા જીવનને મિટ્ટીમાં મિલાવી દેશે. સરોજઃ (જ્યોતિને) મીરાં! તું કેમ મૂંગી ઊભી રહી છે? … તારે કંઈ બોલવું નથી? જ્યોતિઃ ક્યારેક… બીજાના બોલવામાંથી હું મારા જવાબો મેળવી લઉ છું સરોજ! એટલે મને બોલવાની જરૂરત લાગતી નથી. ઉપેન્દ્રઃ પણ મીરાં!… અરવિંદ અને પ્રેમ… બન્નેમાંથી તું કોને પસંદ કરે છે? કે પછી તેં તારો નિર્ણય પ્રગટ કરી દીધો છે? રોબીનઃ મીરાંની પાસે કબૂલાત કરાવવાનો કોઈ અર્થ નથી ઉપેન્દ્ર! મીરાં મને ચાહે છે અને અમે બંને આવતે મહિને લગ્ન કરવાનાં છીએ. ઉપેન્દ્રઃ રીઅલી!… કૉન્ગ્રેચ્યુલેશન… પણ જોજે! પાછાં બંને સંપીને આપણી નાટક કંપની છોડી ન દેતાં… નહિ તો હું ક્યાંયનો નહિ રહું. સરોજઃ ઉપેન્દ્ર! મને લાગે છે કે કૉન્ગ્રેચ્યુલેશન દેવામાં તેં ઉતાવળ કરી છે. ઉપેન્દ્રઃ એટલે? સરોજઃ મીરાં! એક બ્યુટીફુલ ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થઈ છે… તું અરવિંદ અને પ્રેમમાંથી કોને પસંદ કરે છે? રોબીનઃ સરોજ! ફરીથી એકની એક વાત તું ઉખેળ્યા ન કરીશ. સરોજઃ તને શું વાંધો છે અરવિંદ? અત્યારે જ બધી વાતો ખુલ્લંખુલ્લા પ્રગટ થઈ ગઈ છે તો ભલે ને મીરાંનો નિર્ણય પણ ખુલ્લંખુલ્લા પ્રગટ થતો… રોબીનઃ ભલે… મને વાંધો નથી.. મીરાં! તું કોને પસંદ કરે છે? મને કે પેલા બબૂચક ને? ઉપેન્દ્રઃ ના. ના. એમ નહીં. જિંદગીની એકેએક સિચ્યુએશનનો ડ્રામા બનાવો. અરવિંદ તું અહીં ઊભો રહે… પ્રેમ તું ત્યાં ઊભો રહે… હં બરાબર છે… મીરાં તું અહીં મારી બાજુમાં ઊભી રહે… હં… હવે તું પસંદ કર… એક મિનિટ! ઊભી રહે. (કોટમાંથી ગુલાબનું ફૂલ કાઢે છે.) જેને તું પસંદ કરે તેને આ ફૂલ આપજે. (ફૂલ આપે છે. પછી એક બાજુ ઊભો રહે છે.) (અરવિંદ તથા પ્રેમ સામસામે ઊભા છે. મીરાં બંનેની વચમાં એક બાજુ ઊભી છે. ઉપેન્દ્ર તથા સરોજ મીરાંની પાછળ ઊભાં રહે છે… મીરાં થોડી ખચકાય છે… પછી આગળ વધીને અરવિંદ તરફ જાય છે અને તેને ગુલાબનું ફૂલ આપે છે… ઉપેન્દ્ર તાળી પાડે છે… અરવિંદ હસે છે… મીરાંને પોતાની નજીક ખેંચે છે… સરોજ જોયા કરે છે… પ્રેમ એમ જ ઊભો રહે છે.) રોબીનઃ થૅન્ક યૂ મીરાં!… (મીરાં રોબીનને ફૂલ આપીને… પ્રેમ પાસે જાય છે અને તેની પાસે ઊભી રહે છે.) ઉપેન્દ્રઃ મેલોડ્રામા… હાઇટ ઑફ મેલોડ્રામા… સરોજઃ (તાળી પાડે છે અને મોટે અવાજે) મીરાં! તેં સાચો નિર્ણય લીધો છે… રોબીનઃ મીરાં અહીં આવ… તું શું કરે છે તેનું તને ભાન છે? જ્યોતિઃ અરવિંદ! મારો ભૂતકાળ તને આપું છું… વર્તમાન પ્રેમને… અને ભવિષ્ય હું મારી પાસે સાચવીને રાખવા માગું છું. રોબીનઃ હજુ એક મોકો આપું છું… ભૂલ સુધારી લે… નહિ તો જિંદગી આખી પસ્તાઈશ. જ્યોતિઃ જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ! (પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.) ભરતઃ રોબીન! મીરાં તારી જ છે અને તારી જ રહેશે… હું તારા હક્ક ઉપર તરાપ મારવા નથી માગતો… તને તો ખબર છે. મને ગુમાવી દેવામાં… આપી દેવામાં… ન્યોછાવર કરી દેવામાં વધારે નિરાંત મળે છે… (મીરાંનો હાથ રોબીનના હાથમાં મૂકે છે… મીરાં હાથ છોડાવી લે છે.) મીરાંઃ (ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ! (બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.) શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે… જ્યોતિઃ (રડમસ અવાજે) કેટલા પ્રયત્નો કરું છું તોય તમને મારું કામ ગમતું નથી… હવે મારી હદ આવી ગઈ છે… આનાથી વધારે સારું હવે હું નહિ કરી શકું. શ્રીકાન્તઃ મને પણ લાગે છે… (વિંગમાં જોઈને) પૂનમ અહીં આવ. (પૂનમ આવે છે.) (સરોજ સામે જોઈને) ભારતી! તું પૂનમને મદદ કરજે. હવેથી કલ્પનાનો રોલ એ કરશે… (જ્યોતિ સામે જોઈને) કલ્પના! તારી સ્ક્રિપ્ટ ક્યાં છે? (કલ્પના વિંગમાં જઈ સ્ક્રિપ્ટ લાવે છે… રડમસ ચહેરે શ્રીકાન્તને આપે છે… શ્રીકાન્ત સ્ક્રિપ્ટ પૂનમને આપે છે.) બે દિવસમાં રોલ મોઢે થઈ જવો જોઈએ… ભારતી! તું અને પૂનમ એક બાજુ બેસો… અને પૂનમને કલ્પનાનો રોલ સમજાવી દે. (પૂનમ તથા સરોજ એક બાજુ બેસે છે.) જ્યોતિઃ શ્રીકાન્તભાઈ! મારે હવે શું કરવાનું છે? શ્રીકાન્તઃ કંઈ નહિ… ઘરે જાવ અને નાટકને કારકિર્દી બનાવવાનો મોહ છોડી દો. રોબીનઃ કલ્પનાને બીજો કોઈ નાનો રોલ આપો ને શ્રીકાન્તભાઈ! બિચારીને કેટલો ઉત્સાહ છે નાટકમાં રહેવાનો! શ્રીકાન્તઃ ઉત્સાહ છે એટલે આવી ગયું બધું? આવડત તો હોવી જોઈએ ને કુમાર. ઉપેન્દ્રઃ એક ચાન્સ વધારે આપો… મને લાગે છે કે કલ્પના વધારે સારું કરશે… શ્રીકાન્તઃ હર્ષદ! ખોટો સેન્ટિમેન્ટલ ન બન. કલ્પના ગમતી હોય તો તેની જોડે સંસાર માંડ… બાકી નાટકમાં કલ્પના ન ચાલે.. ન ચાલે… ભરતઃ શ્રીકાન્ત! કલ્પના તું માને છે એટલું ખરાબ નથી કરતી. ચાલી શકે તેમ છે. જો તું ચલાવવા માગતો હોય તો… શ્રીકાન્તઃ મારે શા માટે કલ્પનાને ચલાવવી જોઈએ જનક?… નાટકના જગતમાં માત્ર રૂપાળા મોઢાથી જ નથી ચાલતું… તમારામાં ટૅલેન્ટ હોવી જોઈએ… ટૅલેન્ટ… જ્યોતિઃ (રડી પડે છે.) જિંદગીની એકે એક બાબતમાં હું નિષ્ફળ ગઈ છું. જનકભાઈ! નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ક્વૉલિફિકેશન આડાં આવ્યાં… નાટક-ચેટક કરી પેટગુજારો કરવાનો પ્રયત્ન કર્યો તો… લાજ, મરજાદા વચ્ચે આવ્યાં… ઉપેન્દ્રઃ એટલે? શું કહેવા માગે છે તું કલ્પના? જ્યોતિઃ શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે… (રડી પડે છે.) શ્રીકાન્તઃ શટ અપ! ખોટી વાત ન કર. બંગલે મેં તને ઍક્ટિંગ શીખવવા બોલાવી હતી… નહીં કે… રોબીનઃ બંગલે ઍક્ટિંગ શીખવવાને બદલે શ્રીકાન્તભાઈ! અહીં જ થોડું ઍક્ટિંગ શીખવી દો ને… કદાચ તમારા જાદુઈ સ્પર્શથી કલ્પનાને ઍક્ટિંગ આવડી પણ જાય… શ્રીકાન્તઃ કટાક્ષ કરવાની જરૂરત નથી કુમાર! તને હું બરાબર ઓળખું છું. તારું ચારિત્ર્ય કેટલું ઊંચું છે… અને તું કેવા ખાનદાનનો નબીરો છે તે… હું જાણું છું… ભરતઃ શ્રીકાન્ત! ફરીથી યાદ દેવડાવું છું… બધાંની સાથે તોછડાઈથી વર્તવા જઈશ તો એક દિવસ તારે આ નાટક કંપની બંધ કરવી પડશે… શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે… જ્યોતિઃ મને કંઈ પૈસા આપવાના થાય છે શ્રીકાન્તભાઈ? શ્રીકાન્તઃ શેના પૈસા? જ્યોતિઃ રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે… શ્રીકાન્તઃ હમણાં એક બાજુ બેસ… પછી તને જવાબ આપું છું… કુમાર! ડિપોઝિટના પૈસા ભરી દીધા? રોબીનઃ ના ! આજે ભરવાના છે. શ્રીકાન્તઃ તો અહીં શું બેઠો છે? જા જલદી જા… અને ડિપોઝિટના પૈસા ભરી દે. (રોબીન જવાનું કરે છે.) અને રાત્રે મને ફોન કરજે કે ડિપોઝિટના પૈસા ભરાઈ ગયા છે. (રોબીન જાય છે.) જનક! પ્રેસ–પબ્લિસિટીનો લેઆઉટ બરાબર તૈયાર થઈ ગયો છે? ભરતઃ હા! શ્રીકાન્તઃ તેં ચેક કરી લીધો? ભરતઃ હા! શ્રીકાન્તઃ સારું! તારું અત્યારે કંઈ કામ નથી… તારે જવું હોય તો તું જઈ શકે છે… (ભરત જાય છે.) હર્ષદ! બાકીનાં પાત્રોને જણાવી દીધું ને કે આવતી કાલે પાંચ વાગ્યે રિહર્સલ માટે આવવાનું છે… ઉપેન્દ્રઃ હા! શ્રીકાન્તભાઈ! મારે થોડા પૈસા જોઈતા હતા. શ્રીકાન્તઃ શા માટે? ઉપેન્દ્રઃ મારી વાઇફની ડિલિવરી આવવાની છે… એટલે જરૂરત હતી… શ્રીકાન્તઃ કેટલા જોઈએ છીએ? ઉપેન્દ્રઃ બસો રૂપિયા… શ્રીકાન્તઃ સારું! કાલે સવારે બંગલે આવીને લઈ જજે… ઉપેન્દ્રઃ થૅન્ક યૂ! શ્રીકાન્તભાઈ! બીજું કંઈ કામ નથી ને? (શ્રીકાન્ત હાથથી જ ઇશારો કરે છે કે તું જા. ઉપેન્દ્ર જાય છે.) શ્રીકાન્તઃ પૂનમ! શું લાગે છે… ફાવશે? પૂનમઃ જી. વાંધો તો નહિ આવે. શ્રીકાન્તઃ સારું! ભારતી! તું અને પૂનમ બાજુના ગ્રીન રૂમમાં બેસો. હું ત્યાં આવું છું. (ભારતી અને પૂનમ જાય છે.) શ્રીકાન્તઃ હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો? જ્યોતિઃ શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને? શ્રીકાન્તઃ મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે. બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે… જનક… કુમાર… હર્ષદ… ભારતી બધાં જ જાણે છે કે મેં તને કાઢી મૂકી છે… અને એ બધા મૂરખાઓ પાછા બીજા લોકોને જઈને વાતો કરશે કે… મેં તને અપમાનિત કરીને કાઢી મૂકી છે… એટલે જાણે કે ફર્સ્ટ ઍક્ટ બરાબર ગોઠવાઈ ગયો છે. જ્યોતિઃ સેકન્ડ ઍક્ટનું શું છે? શ્રીકાન્તઃ બુધવારે નોકરને રજા હોય છે. હું બુધવારે મોડી રાત્રે ક્લબમાંથી પાછો ફરીશ… મારી સાથે એકાદબે મિત્રોને પણ લેતો આવીશ… જ્યોતિઃ તું કેટલા વાગ્યે પાછો ફરીશ?… શ્રીકાન્તઃ લગભગ એકાદ વાગ્યાની આસપાસ… તું ૧૧ વાગ્યે ઘેર જજે… સવિતા ઘેર એકલી હશે. એ તને ઓળખે છે એટલે દરવાજો ખોલશે… તું ડ્રોઇંગ રૂમમાં બેસવાનો આગ્રહ રાખજે… અને સવિતા બરાબર નજીક આવે એટલે બે ગોળી છોડજે… મારો પર્શિયન ગાલીચો બગડશે… પણ છૂટકો નથી. સવિતા… બેડરૂમના પલંગ નીચે… ચાવીનો ઝૂડો રાખે છે… એ લઈ લેજે… અને કબાટ ખોલી… પીળા લાકડાની પેટીમાં ઘરેણાં છે… તે લઈ લેજે. પાંચસોએક રૂપિયા પણ હું રાખીશ… તે પણ ઊંચકી લેજે… અને પછી રિવૉલ્વર ત્યાં જ રાખીને… તું નીકળી જજે… જ્યોતિઃ રિવૉલ્વર ત્યાં જ રાખું એટલે મારાં આંગળાંની છાપ… શ્રીકાન્તઃ મૂરખ ન થા… રિવૉલ્વર ઉપર મેં મારા મરી ગયેલા નોકરનાં આંગળાંની છાપ ક્યારની લઈ રાખી છે. તારે તો રૂમાલ રાખીને જ રિવૉલ્વર વાપરવાની છે… જ્યોતિઃ પછી? શ્રીકાન્તઃ ઘરનાં બારણાં ખુલ્લાં રાખી તું નીકળી જજે… લાઇટ ઑફ કરી નાખજે. હું એક વાગ્યે મારા મિત્રો સાથે આવીશ ત્યારે મારી વહાલી પત્નીનું ખૂન થયેલું જોઈ… ચિત્કારો પાડીશ… રુદન કરીશ… માથાં પછાડીશ… જ્યોતિઃ સેકન્ડ ઍક્ટ ઓવર. શ્રીકાન્તઃ અને થર્ડ ઍક્ટમાં… છ મહિના પછી આપણે લગ્ન કરીશું. બરાબર ડાર્લિંગ? જ્યોતિઃ યૂ આર વંડરફુલ શ્રીકાન્ત! (સરોજ દાખલ થાય છે.) શ્રીકાન્તઃ શું છે ભારતી? જ્યોતિઃ (રડમસ અવાજે) એક ગરીબ સ્ત્રીના પૈસા પચાવી પાડીને… તમે કદીયે સુખી નહિ થઈ શકો… (સરોજ સામે જોઈને) ભારતીબહેન! રિહર્સલનો ખર્ચ આપવાનું શ્રીકાન્તભાઈએ નો’તું કહ્યું? જુઓ આજે ફરી જાય છે… અને પૈસા આપવાની ના પાડે છે… (સરોજ મૂંગી રહે છે.) શ્રીકાન્તઃ આઇ સે ગેટઆઉટ… ભારતી! આ ભિખારીને અહીંથી બહાર કાઢ. સાલીમાં આવડતનો છાંટો નથી ને પૈસા લેવા છે! (જ્યોતિ રડતી રડતી બહાર નીકળી જાય છે. સરોજ ઊભી રહે છે.) શ્રીકાન્તઃ (હસે છે.)… શું છે ભારતી આજનો પ્રોગ્રામ? રાત્રે આવું કે? સરોજઃ જરૂર… હું તો કેટલાય દિવસ થયા… તારી રાહ જોયા કરું છું… (શ્રીકાન્ત હસે છે.) (બંને પાત્રો ફ્રીઝ થઈ જાય છે… માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ થાય છે.) એનાઉન્સમેન્ટઃ હમણાં જ આપે સાત હજાર સમુદ્રો નામનું શ્રીકાન્ત શાહ લિખિત નાટક જોયું… ભાગ લેનાર કલાકારોનાં નામ છે… (એ વખતે દરેક કલાકાર સ્ટેજ ઉપર લાઇનબંધ આવીને ઊભાં રહે છે… અને નમસ્કાર કરે છે.)

(પડદો)

(એકાંકી સંચય–૨)