ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/આત્માનાં ખંડેર: સૉનેટમાલા: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|આત્માનાં ખંડેર: સૉનેટમાલા| }} <poem> ૧. ઊગી ઉષા આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે, આગંતુકે પુરમહેલઅગાશીઓમાં ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવે...")

No edit summary

(4 intermediate revisions by the same user not shown)
Line 21: Line 21:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’

{{Right|૨-૯-૧૯૩૫}}

{{Right|૨-૯-૧૯૩૫}}

Line 41: Line 41:
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.

{{Right|૨-૯-૧૯૩૫}}

{{Right|૨-૯-૧૯૩૫}}

Line 61: Line 61:
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!

{{Right|૨૬-૮-૧૯૩૪}}

{{Right|૨૬-૮-૧૯૩૪}}

Line 81: Line 81:
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

{{Right|૨-૯-૧૯૩૫}}

{{Right|૨-૯-૧૯૩૫}}

Line 103: Line 103:
{{Right|૩-૬-૧૯૩૦}}
{{Right|૩-૬-૧૯૩૦}}

૧૬. અફર એક ઉષા
૧૬. અફર એક ઉષા
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
Line 121: Line 121:
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.

૯-૯-૧૯૩૫
{{Right|૯-૯-૧૯૩૫}}

૧૭. યથાર્થ જ સુપથ્ય એક
૧૭. યથાર્થ જ સુપથ્ય એક
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
Line 141: Line 141:
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

{{Right|૯-૯-૧૯૩૫}}

{{Right|૯-૯-૧૯૩૫}}

{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)}}

</poem>
</poem>

Line 151: Line 150:

{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = લોકલમાં
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ગાણું અધૂરું

Latest revision as of 06:35, 5 January 2023

આત્માનાં ખંડેર: સૉનેટમાલા
૧. ઊગી ઉષા

આયુષ્યની અણપ્રીછી મધુપ્રેરણા-શી
ઊગી ઉષા સુરભિવેષ્ઠિત પૂર્વ દેશે,
આગંતુકે પુરમહેલઅગાશીઓમાં
ઊંચે રહી નીરખી મ્હાલતી પદ્મવેશે.
ને ટેકરીશિખર રંગપરાગછાયું
પ્રેરી રહ્યું ઉર મહીં નવલા જ ભાવ.
નીચે, ઉછાળી જરી ફેનિલ કેશવાળી
ઘુર્રાટતો વિતરી જોમ પુરાણ સિંધુ.

આગંતુકે નીરખી ટેકરી વીંટી ર્‌હેતી
લીલા શહેર તણી વિસ્તરતી સુદૂર;
ઊંચે સર્યો ક્ષિતિજધુમ્મસ ભેદી સૂર્ય.
કોલાહલો પુર તણા ચગવા જતા, ત્યાં
ગર્જી રહ્યો અતિથિનો પુલકંત આત્મા:
‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા.’

૨-૯-૧૯૩૫

૪. અશક્યાકાંક્ષા?

મહત્ત્વાકાંક્ષાનાં વિવિધવરણાં મેઘધનુની
છટા ફેલે ચક્ષુ રીઝવી, પજવી આત્મબળને.
તરે દૃષ્ટિ સામે કણ થકી થયા મેરુ દ્યુતિના,
પૂરે સાક્ષી કૂડી અફર ઇતિહાસે સ્મૃતિ ભરી.
વિશાળે નાનોશો જગફલક ઈસ્કંદર ઘૂમ્યો,
અને બાળે વેશે તખતતખતે બાબર રમ્યો;
ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી,
યુવાનીમાં શામ્યું પણ વિઘન ના કીટ્સ-ઉરને.

શ્વસે મારે હૈયે પણ તણખ તે ચેતન તણી,
સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો
વનોની સૃષ્ટિ ને ગિરિ ગિરિ ભમંતાં પશુગણો
તણા પ્રાણે વ્હેતી, યુગ યુગ ક્રમે વેગથી ધપી,
પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી.
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.

૨-૯-૧૯૩૫

૫. દે પયઘૂંટ, મૈયા!

રાતેદિને નિશિદિવાસ્વપને લુભાવી,
દેતી ચીજો વિવિધ ને લલચાવી ભોળો,
રાખે મને નિજથી નિત્ય તું દૂર બાળ.
તારા સમી જનનીયે કરશે ઉપેક્ષા?
શાને વછોડતી, અરે! નથી થાવું મોટા.
હું તો રહીશ શિશુ નિત્યની જેમ નાનો.
નાનો શિશુહકથી ધાવણસેર માગું,
એ દૂધથી છૂટી ભ્રમે જ થવાય મોટા.

રાતે શ્વસે ધડક થાનની તેજગૂંથ્યા
કમ્‌ખા પૂંઠે, વળી દિને રવિહીરલો તે
અંબારતેજ મહીં છાતી રહે છુપાવી.
રે! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા!

૨૬-૮-૧૯૩૪

૬. કુંજ ઉરની

શ્વસે શૃંગે શૃંગે યુગ યુગ તણા શ્રાન્ત પડઘા,
અને વ્હેતી તાજી ઝરણસલિલે આદિકવિતા,
તળાવોનાં ઊંડાં નયન ભરી દે કાલની દ્યુતિ,
રચે બીડે ઘાસે પવન ઘૂમરીઓ સ્મિત તણી;
દ્રુમે ડાળે માળે કિલકિલી ઊઠે ગીતઝૂલણાં,
લતા પુષ્પે પત્રે મુખચમક ચૈતન્યની મીઠી;
પરોઢે-સંધ્યાયે ક્ષિતિજઅધરે રંગરમણા,
— મને આમંત્રે સૌ પ્રણય ગ્રહવા વિશ્વકુલનો.

નહીં મારે રે એ પ્રકૃતિરમણીનાં નવનવાં
ફસાવું રૂપોમાં, પ્રણય જગને અર્પણ કર્યો.
મનુષ્યો ચાહે કે કદી અવગણે, કૈં ન ગણના;
રહું રાખી ભાવો હૃદય સરસા, સૌ મનુજના.
મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.

૨-૯-૧૯૩૫

૧૨. મૃત્યુ માંડે મીટ

મૃત્યુ માંડે મીટ સુખદ લેવા સંકેલી
વિશ્વકુંજ જગડાળ મચેલી જીવનકેલી.
પુનર્જન્મનું પુણ્ય પરોઢ હવે તો ફૂટશે,
દિવ્ય ઉષાની પુનિત પીરોજી પાંખ પસરશે.
રચતું એવા તર્ક કૈંક હૈયું ઉલ્લાસે.
હશે જવાનું અન્ય પંથ કો નવા પ્રવાસે.
ફરી સફરઆનંદ તણી ઊડશે વળી છોળો.
વિચારી એવું મૃત્યુદંશ કરું શે મોળો?
શાને ભીષણ મૃત્યુમુખે અર્પવી કોમલતા?
વિદ્યુદ્વલ્લી હોય કથવી શાને પુષ્પ-લતા?
આવ, મોત, સંદેશ બોલ તવ ઘર્ઘરનાદે,
નહીં ન્યૂન, વધુ ભલે, રુદ્ર તવ રૂપ ધરીશ તું.
વક્રદંત અતિચંડ ઘમંડભરેલ વિષાદે
મુખ ઉઘાડ તુજ, શાંતચિત્ત તવ દંત ગણીશ હું.

૩-૬-૧૯૩૦

૧૬. અફર એક ઉષા

ઊગી ઊગી અફર એક ઉષા નમેરી.
છાતી હતી ટપકતી રુધિરે નિશા-ની
ને પાથર્યા કબર પે કદી હોય એવા
ફિક્કા હતા મરણમ્લાન ઉડુગણો સૌ.
વેરાયું ચિત્તક્ષિતિજે થકી ધુમ્મસે ને
રંગે ભરી જવનિકા સરી પાંપણેથી.
ત્યાં ટેકરી ફરતું દૃશ્ય શું ઠેર ઠેર?
રે ક્યાં ગઈ પ્રથમની જનતા વિરાટ?

આત્મા તણાં અરધભગ્ન ઊભેલ અર્ધાં
ખંડેરની જગપટે પથરાઈ લીલા.
ને છાંડીને જયમનોરથ, કો ઘવાયા
પંખી સમું ઉર લપાઈ કહીંક બેઠું
ખંડેરની કરુણભીષણ ગાતું ગાથા,
ને ગોતતું અફળ ગાન મહીં દિલાસા.

૯-૯-૧૯૩૫

૧૭. યથાર્થ જ સુપથ્ય એક

ન રાવ, ફરિયાદ ના, ફિકર ના, અજંપાય ના,
ન કે પ્રબલ કોઈ સત્ત્વ થકી શક્તિની યાચના.
ન ઘેલી લગનીય વા ગગનચુંબી આદર્શની
ભમાવતી અસત્યચક્ર રચી રમ્ય ભ્રાન્તિ તણાં.
જગે દુરિતલોપની ઉર અશક્ય ના વાંછના,
ન વા ધગશ સૃષ્ટિના સકલ તત્ત્વસંમર્શની;
ડગેડગ વધારતી વજન શૃંખલા કાલની,
દમેદમ પધારતી નિકટ શાશ્વતી યામિની.

ન શાંતિ-ચિતસૌખ્ય-કાજ જગ ડ્હોળવાં મંથને,
ભરી યદિ અશાંતિ ચોગમ સમુલ્લસંતી જ તો.
મને અસુખ ના દમે વિતથ સૌખ્ય જેવાં કઠે;
સુખો ન રુચતાં, યથા સમજ માંહી ઊતર્યાં દુખો.
યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.
અજાણ રમવું કશું! સમજવું રિબાઈય તે.

૯-૯-૧૯૩૫

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૨૪૦ – ૨૪૯)