ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ઝંખના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 32: Line 32:
{{Right|''(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)''}}
{{Right|''(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)''}}
</poem>
</poem>
<br>
{{HeaderNav
|previous = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/જઠરાગ્નિ|જઠરાગ્નિ]]
|next = [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સમરકંદ-બુખારા|સમરકંદ-બુખારા]]
}}

Latest revision as of 06:03, 5 January 2023


ઝંખના

ઉમાશંકર જોશી



સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજ…

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
—સૂરજ….

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
—સૂરજ…

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
—સૂરજ…

મે ૧૯૩૨

(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)