ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મૂળિયાં

Revision as of 04:57, 5 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મૂળિયાં|}} <poem> લોકો કહેતાં: ઝાડ છે. એમને મન અમે ન હતાં. લોકો કહે છે: ઝાડ નથી. એમને મન અમેય નથી. અમે હતાં, અમે છીએ. અમે તો આ રહ્યાં. રસ કો ધસી અમોમાં ઊડ્યો આકાશે. ધબકતો સ્થિરવત્ ફુવારો....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂળિયાં

લોકો કહેતાં: ઝાડ છે.
એમને મન અમે ન હતાં.
લોકો કહે છે: ઝાડ નથી.
એમને મન અમેય નથી.
અમે હતાં, અમે છીએ.
અમે તો આ રહ્યાં.

રસ કો ધસી અમોમાં
ઊડ્યો આકાશે.
ધબકતો સ્થિરવત્ ફુવારો.

કિરણોનો કસ અમે ચૂસ્યો અંધકારમાં,
નસનસમાં ઘૂમી વળ્યો હવાનો મહાસમુદ્ર,
પાંદડાંનાં પોપચાં મિચકાવતાં હસી રહ્યાં
અમે, ક્યારેક આભ આગળ કૈં બબડી રહ્યાં
એકમેકનેય અહીં ખબરે ના પડે તેમ.
હવે આ ગાઢ ભીંસ સહી જશે કેમેય ના.
આધાર આપવાનું જતાં અમે નર્યાં નિરાધાર.
તેજોયાત્રા પૂર્ણ થઈ અમારી.
હવે ધૂળિયાં,
અમે મૂળિયાં.

૨૯-૧૦-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૨)