ગુજરાતી ગઝલસંપદા/ નીતિન વડગામા

Revision as of 14:37, 8 January 2023 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| નીતિન વડગામા |}} <poem> તેજ ને તપની ખુમારી હોય છે. આગવી એ શાહુકારી હોય છે.<br> શબ્દનો અજવાસ પ્રગટે એ ક્ષણે, બ્રહ્મની ઘોડેસવારી હોય છે.<br> છે બધાં મનનાં જ કારણ આખરે, ચીજ જ્યાં સારી-નઠારી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નીતિન વડગામા

તેજ ને તપની ખુમારી હોય છે.
આગવી એ શાહુકારી હોય છે.

શબ્દનો અજવાસ પ્રગટે એ ક્ષણે,
બ્રહ્મની ઘોડેસવારી હોય છે.

છે બધાં મનનાં જ કારણ આખરે,
ચીજ જ્યાં સારી-નઠારી હોય છે?

કોઈને કાંટા ખૂંચે છે એ જગા,
કોઈ માટે ફૂલક્યારી હોય છે.

સાવ સોંસરવી તને જે ઉતરી,
એ ગઝલ એણે મઠારી હોય છે.