ગુજરાતી ગઝલસંપદા/ બેન્યાઝ ધ્રોલવી


બેન્યાઝ ધ્રોલવી

શબ્દ મક્કા, શબ્દ કાશી છે, સમજ,
ધર્મની ઊંચી અગાસી છે, સમજ.

આંસુનું મેવાડ લૂછા પોપચે,
એક મીરાંની ઉદાસી છે, સમજ.

ગોમતીની જેમ ભટકી કલ્પના,
એક શાયરની તલાશી છે, સમજ.

આજ ગંગાની અદાલતમાં ઊભા,
પાપને ધોતા પ્રવાસી છે, સમજ.