ગુજરાતી ગઝલસંપદા/ સુરેશ ઝવેરી ‘બેફીકર’


સુરેશ ઝવેરી ‘બેફીકર’

ઘાત અને આઘાત નડે છે,
રોજ પડે ને જાત નડે છે.

સરખે ભાગે વહેંચી લઈએ,
આપણને જે વાત નડે છે.

લલચાવે છે અંત ભલેને,
ઈચ્છાની શરૂઆત નડે છે.

વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.

પરપોટાને જત લખવાનું,
બોલ! તને કઈ ઘાત નડે છે.