ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશ્વિની બાપટ/તૃષ્ણા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તૃષ્ણા'''}}
{{SetTitle}}
----
{{Heading|તૃષ્ણા | અશ્વિની બાપટ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંચ એકની બોરિવલી ફાસ્ટ ઇન્ડિકેટર પર જોઈને એ પ્લૅટફૉર્મ નંબર ચાર તરફ દોડવા માંડ્યો. ટ્રેન આવતી જ હશે. ચાર નંબર તરફ જનારા ટોળામાં એક વાર સામેલ થયો કે પછી પોતાની મરજી પ્રમાણે ચાલવાનું હતું જ નહીં. એની ઝડપ અને દિશા બધું ગિરદીને હવાલે થઈ ગયું. ગાડી આવી જ રહી હતી અને ડબ્બામાંના આઠ-દસ ઊતરે — ન ઊતરે ત્યાં જ ચાલતી ગાડીમાં અનેક ચઢી ગયા હતા. એણે પણ કોશિશ કરી, પણ ફાવ્યું નહીં. ગાડી ઊભી રહી ત્યાં સુધીમાં અંદર બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી. શું કરવું? ગાડી છોડી દેવી? ચર્ચગેટથી કાંદિવલી સુધી ઊભા રહેવું પડશે અને જો આ છોડી દીધી તો બીજી ટ્રેનમાં પણ આવું જ તો થશે. એને આ લોકલ ટ્રેનોની જરા પણ સમજણ નહોતી અને સાંજના સમયમાં તો ભલભલા પાવરધા પણ તોબા પોકારી દેતા હોય એમાં એ તો સાવ નવો નિશાળિયો હતો. નવો નિશાળિયો! અઠ્ઠાવનમા વર્ષે આ શબ્દ કેવો ફની લાગે છે!