ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/કાઠું વરહ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 12: Line 12:
— તોયે તમારે ભેજોમાં તો કાંકેય હારું છં કાકા! અમારી બાજુ તો લોક પાલી જયું બિચારું!
— તોયે તમારે ભેજોમાં તો કાંકેય હારું છં કાકા! અમારી બાજુ તો લોક પાલી જયું બિચારું!


— ‘બુનની વાત હાચી છં’ ત્યારનો ચૂપ હતો એવો એક પુરુષ બોલ્યોઃ ‘’આપડા બોર તો એટલા ઊંડા નંઈ. મોટરેય ઓછા પારવની જોવે. જ્યારે બુન ઈયાંની મૅર તો લાખ રૂપિયા હોય તાણં બોર થાય. અનં એય કરમમાં પોંણી ના હોય તો રહીએ કોરા ધાકોર!’
— ‘બુનની વાત હાચી છં’ ચૂપ હતો એવો એક પુરુષ બોલ્યોઃ ‘’આપડા બોર તો એટલા ઊંડા નંઈ. મોટરેય ઓછા પાવરની જોવે. જ્યારે બુન ઈયાંની મૅર તો લાખ રૂપિયા હોય તાણં બોર થાય. અનં એય કરમમાં પોંણી ના હોય તો રહીએ કોરા ધાકોર!’


— કાઠા વરહમાં હઉંને કાઠું છં, ભા! ઉપર પોંણી હોય કેં ઊંડે, મૂળે વહરાત જ ના આવે પછી કરીએ જ શું? શેતીમાં શાર ના આવં એકઅ્ ધંધા-રોજગારવાળાય નવરા જ થઈ જોંય ને! પરાંતીની બજાર પે’લાં ચ્યેવી ધમધમતી’તી. અતારે જઈને જુઓં તો મોંખો માર છ વેપારીઓય!
— કાઠા વરહમાં હઉંને કાઠું છં, ભા! ઉપર પોંણી હોય કેં ઊંડે, મૂળે વહરાત જ ના આવે પછી કરીએ જ શું? શેતીમાં શાર ના આવં એકઅ્ ધંધા-રોજગારવાળાય નવરા જ થઈ જોંય ને! પરાંતીની બજાર પે’લાં ચ્યેવી ધમધમતી’તી. અતારે જઈને જુઓં તો મોંખો માર છ વેપારીઓય!
Line 26: Line 26:
— આલવાનો જીવેય જોવે, હોં કે!… એક ડોસાએ ખાંસી ખાઈ લઈને ઉમેર્યું: ‘બાકી ઘણાંને તો હોય તોય આલતાં જોર આવે!’
— આલવાનો જીવેય જોવે, હોં કે!… એક ડોસાએ ખાંસી ખાઈ લઈને ઉમેર્યું: ‘બાકી ઘણાંને તો હોય તોય આલતાં જોર આવે!’


— ના હોં, અમારે રણછોડભૈ તો હારા છં. ખોટું શું કોંમ બોલું? ભાઈનું ઉપરાણું લઈ બહેન આગળ ચાલી. એને તરસ લાગી હતી. સવારે રકાબી ચા પીઇને એ ઘરેથી નીકળેલી. રસ્તામાં કશેય પાણી પીવાય નહોતી ઊતરી. સવાર-સવારમાં ભાઈને મળી લઈ ચારની વાત કરી લેવાય તો એના જીવને ટાઢક થાય એમ હતી. બને તો બપોર પહેલાં જ પાછાં વળી જવાની એની ગણતરી હતી. ભાઈને ત્યાં ‘મહેમાનગતિ’ નહોતી કરવી એને. નાહક ભારે શું કામ પડીએ? ઘી ચ્યેટલું મોંઘું છં આજકાલ? ભાભી કાઢી નાખવા જેવી તો નથી પણ બળતરાવાળી તો ખરી જ! ભઈ તો દિલનો દિલાવર છં નકર! ભાભી તો ગમે એમ પણ પારકી. ભઈને બલે એટલું એને ઓછું બળે? ઇમ તો ટ્રૅક્ટર ચાર આલતાંય એને કાઠું જ પડવાનું… પણ, ભઈ આગળ ઈનું હેંડે નંઈ એટલે… હશેં… લોક કરતાં હારું છં તોયે… એમ વિચારતી લીલા વાસની દિશામાં વળી. બે-ચાર ઘર મૂકીને જ ભાઈનું ઘર હતું. એણે છેટેથી જ નજર કરી. ભાભી વાંકી વળીને આંગણું વાળતી હતી. નણંદ સામે નજર કરી લઈનેય એ સાવરણો ફેરવતી રહી.
— ના હોં, અમારે રણછોડભૈ તો હારા છં. ખોટું શું કોંમ બોલું? ભાઈનું ઉપરાણું લઈ બહેન આગળ ચાલી. એને તરસ લાગી હતી. સવારે રકાબી ચા પીઇને એ ઘરેથી નીકળેલી. રસ્તામાં કશેય પાણી પીવાય નહોતી ઊતરી. સવાર-સવારમાં ભાઈને મળી લઈ ચારની વાત કરી લેવાય તો એના જીવને ટાઢક થાય એમ હતી. બને તો બપોર પહેલાં જ પાછાં વળી જવાની એની ગણતરી હતી. ભાઈને ત્યાં ‘મહેમાનગતિ’ નહોતી કરવી એને. નાહક ભારે શું કામ પડીએ? ઘી ચ્યેટલું મોંઘું છં આજકાલ? ભાભી કાઢી નાખવા જેવી તો નથી પણ બળતરાવાળી તો ખરી જ! ભઈ તો દિલનો દિલાવર છં નકર! ભાભી તો ગમે એમ પણ પારકી. ભઈને બળે એટલું એને ઓછું બળે? ઇમ તો ટ્રૅક્ટર ચાર આલતાંય એને કાઠું જ પડવાનું… પણ, ભઈ આગળ ઈનું હેંડે નંઈ એટલે… હશેં… લોક કરતાં હારું છં તોયે… એમ વિચારતી લીલા વાસની દિશામાં વળી. બે-ચાર ઘર મૂકીને જ ભાઈનું ઘર હતું. એણે છેટેથી જ નજર કરી. ભાભી વાંકી વળીને આંગણું વાળતી હતી. નણંદ સામે નજર કરી લઈનેય એ સાવરણો ફેરવતી રહી.


— ચ્યમ, ભાભી? લીલાએ જ પહેલ કરી.
— ચ્યમ, ભાભી? લીલાએ જ પહેલ કરી.
Line 236: Line 236:
— ભત્રીજો તો માગં નં!
— ભત્રીજો તો માગં નં!


— કાંય આલવા નથી હેંડાં!… લીલાએ પરાણેય દશ રૂપિયાની નોટ ખાટલામાં મૂકી: ‘જઉ તાણં ભૈ! બઉં ચિંતા ના કરતા. શું? એ તો થઈ પડશેં!’ કહેતી પીઠ ફરી ગઈ. રણછોડ પણ તરત અવળો ફરી ગયો. શું કરે? આંખોમાં પાણી વહેવા માંડ્યાં હતાં પછી… પત્ની જોઈ કે જાય તો આંખ કાઢે પાછી! ચુપચાપ અંદરના ઓરડામાં જતો રહ્યો એ. ખાટલામાં પડતું નાખ્યુંઃ જાહ રે જાહ રણછોડિયા! બુન જેવી બુન આગળ જૂઠ! કીડા પડશીં નેંનડિયા કીડાં! વરહાત આવતો હશેં તોય આઘો જશેં! કાઠું વરહ તો હૂઈ જ્યું પણ છપનાનેય ભુલવાડે એવો કાળ પડશેં…! મુંય શું કરું પણ? હા પાડું તો બૈરું કકળાટ કરે. બાકી, કુંવાશીંને બે ગાલ્લાં ચાર આલ્યામાં આપણે કાંઈ ભિખારી ઓછા થઈ જવાના હતા? … રણછોડ આંખો મીંચીને પડ્યો રહ્યો. એની આંક સામે ભૂતકાળ વળ ખાઈને બેઠો થયો. આ જ બેન પોતે ભૂખી રહી મને ખવરાવતી! બળિયાબાપે બાધા કરવા જતાં ત્યારે ઢીંચણસમાણી રેતમાં કેડ્ય પર બેસાડી લઈ જતી. મારે માટે થઈને આખા મહોલ્લા સાથે કજિયા કરતી. હું રિસાતો ત્યારે કેટકેટલાં વાનાં કરતી! એ જ બેને માગી માગીને શું માગ્યું આજે? ચાર જેવી વસની શી શોગાત?… અને છતાંય… બૈરાની બીખ રાખીને ચ્યાં લગી જીવીશ રણછોડ?
— કાંય આલવા નથી હેંડાં!… લીલાએ પરાણેય દશ રૂપિયાની નોટ ખાટલામાં મૂકી: ‘જઉ તાણં ભૈ! બઉં ચિંતા ના કરતા. શું? એ તો થઈ પડશેં!’ કહેતી પીઠ ફરી ગઈ. રણછોડ પણ તરત અવળો ફરી ગયો. શું કરે? આંખોમાં પાણી વહેવા માંડ્યાં હતાં પછી… પત્ની જોઈ કે જાય તો આંખ કાઢે પાછી! ચુપચાપ અંદરના ઓરડામાં જતો રહ્યો એ. ખાટલામાં પડતું નાખ્યુંઃ જાહ રે જાહ રણછોડિયા! બુન જેવી બુન આગળ જૂઠ! કીડા પડશીં નેંનડિયા કીડાં! વરહાત આવતો હશેં તોય આઘો જશેં! કાઠું વરહ તો હૂઈ જ્યું પણ છપનાનેય ભુલવાડે એવો કાળ પડશેં…! મુંય શું કરું પણ? હા પાડું તો બૈરું કકળાટ કરે. બાકી, કુંવાશીંને બે ગાલ્લાં ચાર આલ્યામાં આપણે કાંઈ ભિખારી ઓછા થઈ જવાના હતા? … રણછોડ આંખો મીંચીને પડ્યો રહ્યો. એની આંક સામે ભૂતકાળ વળ ખાઈને બેઠો થયો. આ જ બેન પોતે ભૂખી રહી મને ખવરાવતી! બળિયાબાપે બાધા કરવા જતાં ત્યારે ઢીંચણસમાણી રેતમાં કેડ્ય પર બેસાડી લઈ જતી. મારે માટે થઈને આખા મહોલ્લા સાથે કજિયા કરતી. હું રિસાતો ત્યારે કેટકેટલાં વાનાં કરતી! એ જ બેને માગી માગીને શું માગ્યું આજે? ચાર જેવી વસની શી શોગાત?… અને છતાંય… બૈરાની બીક રાખીને ચ્યાં લગી જીવીશ રણછોડ?


— ઘેનાઈ ગયા કે શું, શીરો ખાઈને?
— ઘેનાઈ ગયા કે શું, શીરો ખાઈને?
Line 260: Line 260:
— ત્યારે ખોટું કહેતી હોઈશ? લ્યોં, હેંડાં… મોડું કર્યા વગર, ઊપડાં!
— ત્યારે ખોટું કહેતી હોઈશ? લ્યોં, હેંડાં… મોડું કર્યા વગર, ઊપડાં!


હાથે ચડ્યું એ પહેરણ પહેરી રણછોડે હડી કાઢી. સામો મળનારો તો નવાઈ પામ્યા વિના નહિ રહ્યો હોયઃ ‘ટાઢો હેમ રણછોડ આજે આટલો રઘવાયો કેમ?’ રણછોડનું મન રણછોડ જાણતો હતોપણ! દોડતી વખતે એનું મન તો વળી ઘોડાની પેઠે જ દોડતું હતું: ‘ના, ના! દીપલાની મા ઉપર ઉપરથી કઠાટ લાગે એટલું જ. બાકી હાવ કાઢી નાખ્યા જેવી તો નથી જ. એ તો અસ્તરી માત્ર ઝેણા જીવની તો હોય.. શું છં કં, સંસાર ઈને જ ચલાવવાનો ને! આપણે તો શું? જીભ હલાઈને છૂટા! ગમે એમ પણ છેવટે જતાં એની એ જ પલળી ને!’
હાથે ચડ્યું એ પહેરણ પહેરી રણછોડે હડી કાઢી. સામો મળનારો તો નવાઈ પામ્યા વિના નહિ રહ્યો હોયઃ ‘ટાઢો હેમ રણછોડ આજે આટલો રઘવાયો કેમ?’ રણછોડનું મન રણછોડ જાણતો હતો પણ! દોડતી વખતે એનું મન તો વળી ઘોડાની પેઠે જ દોડતું હતું: ‘ના, ના! દીપલાની મા ઉપર ઉપરથી કઠાટ લાગે એટલું જ. બાકી હાવ કાઢી નાખ્યા જેવી તો નથી જ. એ તો અસ્તરી માત્ર ઝેણા જીવની તો હોય.. શું છં કં, સંસાર ઈને જ ચલાવવાનો ને! આપણે તો શું? જીભ હલાઈને છૂટા! ગમે એમ પણ છેવટે જતાં એની એ જ પલળી ને!’


રણછોડ ભાગોળમાં પહોંચ્યો ત્યારે સૂનકાર હતો. માત્ર બે નવરા માણસો લીંબડા હેઠળના બાંકડા પર બેસી પત્તાં ટીચતા હતા. પૂછતાં જવાબ મળ્યો: ‘બૂનને તો અબી હાલ રફીકની જીપમાં બેહાડ્યાં અમે!’
રણછોડ ભાગોળમાં પહોંચ્યો ત્યારે સૂનકાર હતો. માત્ર બે નવરા માણસો લીંબડા હેઠળના બાંકડા પર બેસી પત્તાં ટીચતા હતા. પૂછતાં જવાબ મળ્યો: ‘બૂનને તો અબી હાલ રફીકની જીપમાં બેહાડ્યાં અમે!’