ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/જવા દઈશું તમને…: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 6: Line 6:
ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી. આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાનાં હતાં. દીપંકર એનો સૌથી નાનો પુત્ર. સાત વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. અમેરિકી છોકરીને જ પરણ્યો હતો. વારંવાર ‘આવવું છે – આવવું છે’ લખતો હતો, પણ આવ્યો નહોતો. હવે મા માંદી છે, મરણ-ઉન્મુખ છે. પત્નીને લઈને તે આવે છે. અમેરિકી છોકરી! કેવી હશે ને કેવી નહીં?

તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો – ‘કેવી હશે ને કેવી નહીં, મા મને કોઈ દી સાંભરે નહીં.’ પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઇબ્સન… સરખેસરખાં મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતાં, ખાતાંપીતાં, વૃક્ષો નીચે આડાં પડતાં, ગાતાં અને પછી મોટેથી કાવ્યવાચન થતું… ‘જે તે આમિ દિબો ના તોમાય’ અને વિલિયમ બ્લૅક – ‘ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેઇન ઑફ સૅન્ડ…’ યીટ્સનું પેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું – ‘આઇ વિલ અરાઇઝ ઍન્ડ ગો નાઉ… જ્યાં દિવસરાત સરોવરનાં જળ કિનારાને થપકી દીધા કરે છે, એ જોવા હું જઈશ.’ જૉહ્ન મેસફીલ્ડનું કાવ્ય – ‘મને એક રસ્તો આપો અને માથે આકાશ, ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું… ફરી પ્રભાત, ફરી પ્રવાસ…’
તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું, મેઘાણીએ અનુવાદ કરેલો એનો – ‘કેવી હશે ને કેવી નહીં, મા મને કોઈ દી સાંભરે નહીં.’ પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને કિટ્સ અને ઇબ્સન… સરખેસરખા મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતા, ખાતાંપીતાં, વૃક્ષો નીચે આડા પડતા, ગાતા અને પછી મોટેથી કાવ્યવાચન થતું… ‘જે તે આમિ દિબો ના તોમાય’ અને વિલિયમ બ્લૅક – ‘ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેઇન ઑફ સૅન્ડ…’ યીટ્સનું પેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું – ‘આઇ વિલ અરાઇઝ ઍન્ડ ગો નાઉ… જ્યાં દિવસરાત સરોવરનાં જળ કિનારાને થપકી દીધા કરે છે, એ જોવા હું જઈશ.’ જૉહ્ન મેસફીલ્ડનું કાવ્ય – ‘મને એક રસ્તો આપો અને માથે આકાશ, ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું… ફરી પ્રભાત, ફરી પ્રવાસ…’

અનેક સૌંદર્યોમાં તે જીવી હતી. જીવન હંમેશાં જીવવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢી… મોટો દીકરો ને એની વહુ માયા, વચેટ દીકરો ને એની વહુ છાયા… તેઓ શું કદી ટાગોરને વાંચતાં હશે? કાલિદાસને? શેક્સપિયરને? નિત્શે અને બર્ગસોંનું તેમણે કદાચ નામ પણ નહીં સાંભળ્યું હોય! પોતાના ખંડમાં એક કબાટમાં તેણે પોતાનાં માનીતાં પુસ્તકો રાખ્યાં હતાં. ‘ક્રિયેટિવ ઇવોલ્યૂશન’થી માંડી ‘ફોર્થ વે’, ‘એકોત્તરશતી’, ‘રવીન્દ્રવીણા’, જૉહ્ન ડન અને બ્લૅકનાં કાવ્યોનો સંયુક્ત સંગ્રહ… ઘણાં પુસ્તકો હતાં. પણ આ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો. પૂછ્યુંયે નહોતું કે આ શાનાં પુસ્તકો છે. તેઓ ઍલિસ્ટર મૅક્લીન્સ, જેમ્સ હેડલી ચેઝ, ઇયેન ફ્લેમિંગ, ગુલશન નંદાનાં પુસ્તકો વાંચતાં. વારે વારે કહેતાં : ‘અમે તો ખૂબ ‘બોર’ થઈ ગયાં.’ ‘બોર’ શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો. પોતે જીવનમાં કંટાળાનો ખાસ કોઈ અનુભવ કર્યો નહોતો. તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણી વાર લોનાવલા ચાલ્યાં જતાં. ત્યાં એકાંતમાં ‘સ્વપ્ન’ નામનું, સૌંદર્યપ્રેમી પ્રવાસીઓ માટેનું એક ‘ગેસ્ટ હાઉસ’ હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન. ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઊગતો જોવા માટે જ તેઓ જતાં. પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી, તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતાં. રાહ જોતાં એક ચિરપરિચિત છતાં ચિરઆહ્લાદક પ્રકાશદર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતૂમડી આભા દેખાતી. પછી એક ચમકતી શ્વેત કિનાર. તેના ને તેના પતિના હાથ અનાયાસ મળી જતા, આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિશ્વાસમાં. પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો. બહુ જ ઝડપથી. તે વખતે પૃથ્વીની ગતિ વિશે કંઈક ખ્યાલ આવતો. અનુકૂળ હોય તો બે-ત્રણ દિવસ વધુ રોકાતાં. પૂનમના ચંદ્ર કરતાંયે વદ એકમ – બીજનો ચંદ્ર ઊગતો જોવાનું વધુ રોમાંચક હતું. એ નાનકડા પહાડી સ્થાન પર નવ વાગ્યામાં તો નીરવતા છવાઈ જતી. બધું શાંતતાના ખોળામાં પોઢી જતું. આકાશ શ્વાસ રોકીને જોતું. હવામાં કોઈ ધુમાડો, ઘરના દીવાઓનાં તીખાં કિરણો, અવાજનાં મોજાં રહેતાં નહીં. એક કોમળ મુલાયમ અંધારભરી નીરવતા. અને પછી જરા મોડેથી ચંદ્ર ઊગતો. રતૂમડા વિસ્મયથી ખડકોને જોતો, પોઢી ગયેલી પૃથ્વીને નિહાળતો. પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો. પોતાને એનો સઘન સ્પર્શ થતો. અંગો બધાં ભીંજાઈ જતાં.

Line 38: Line 38:
હૃદયમાં એક ઝીણો સૂર ઊઠ્યો. છેલ્લી પળોની આભા પર, આ દીકરા – દીકરીઓ – વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું. પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો. સંભળાતું પણ ઓછું, માત્ર દૃષ્ટિ સતેજ હતી, અને સતેજ હતાં મન, હૃદય, સ્મૃતિઓ.

*
<center>*</center>

…ફ્લાઇટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે છ વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતાં ને ઘેર પહોંચતાં આઠ વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશ ને અંધકારની સંધિક્ષણ હતી. દીપંકર ઊભરાઈ જતા વહાલ સાથે દોડ્યો. ‘કેમ છે, બા?’ તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણોબધો સંતોષ થયો. થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. ‘મારિયા, આ મારી મા!’ તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી? કે ખાલી ભ્રમ? મારિયા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહીં કશું. માત્ર હસી. બંને એની પાસે બેઠાં. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આવ્યો એટલે સારું થઈ જશે, સ્નેહ ને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ. ‘મા, તને સાંભરે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તેં પાછળથી કેવો મને શીરો ખવડાવેલો?’