ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/ફરી વરસાદ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
Line 2: Line 2:
{{Heading|ફરી વરસાદ! | કુન્દનિકા કાપડિયા}}
{{Heading|ફરી વરસાદ! | કુન્દનિકા કાપડિયા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એમનો દીકરો બીજા ઘણા દીકરાઓ કરતાં જુદો હતો. એણે એમને ઘણો આગ્રહ કરેલો. એણે અને એની પત્નીએ પણ. એની પત્ની શિક્ષિત અને માયાળુ યુવતી હતી. તે હસતી ત્યારે તેની આંખો તેજભરી ચમકી ઊઠતી અને તે બોલતી ત્યારે એમ લાગતું કે તેનો એક્કે શબ્દ મુખના પોલાણમાંથી કેવળ આવતો નથી. તે બોલતી તે બધું જ હૃદયમાંથી આવતું હતું. દીકરાએ ભલે પોતાને પૂછ્યા વિના લગ્ન કર્યાં; પણ તેણે પત્ની સારી પસંદ કરી હતી. અને એની પત્નીએ પણ. કોઈક કાળે સાસુ-સસરાએ આ લગ્નનો વિરોધ કરેલો એ વિશે કશો ડંખ મનમાં રાખ્યો ન હતો. ઘણી વાર તો એમ લાગતું, જામે તેને એ વાતની ખબર જ નથી કે, આ ઘરમાં તેના આગમન સામે કોઈનો કશો વિરોધ હતો. એ વિરોધ એકાદ અણસમજનું કૃત્ય હોય એમ જાણે તેણે એને ક્ષમા આપી દીધી હતી. અને એ ખ્યાલમાં આવતાં પેલાં લોકો તો છક્ક થઈ ગયેલાં. તે અભિમાની કે પોતાની જાતને આખો વખત આગળ ધર્યા કરતી સ્ત્રી નહોતી, પણ તેનામાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો, જેના લીધે તેના વર્તાવમાં ઘણી સ્થિરતા અને દૃઢતા આવતી હતી.
એમનો દીકરો બીજા ઘણા દીકરાઓ કરતાં જુદો હતો. એણે એમને ઘણો આગ્રહ કરેલો. એણે અને એની પત્નીએ પણ. એની પત્ની શિક્ષિત અને માયાળુ યુવતી હતી. તે હસતી ત્યારે તેની આંખો તેજભરી ચમકી ઊઠતી અને તે બોલતી ત્યારે એમ લાગતું કે તેનો એક્કે શબ્દ મુખના પોલાણમાંથી કેવળ આવતો નથી. તે બોલતી તે બધું જ હૃદયમાંથી આવતું હતું. દીકરાએ ભલે પોતાને પૂછ્યા વિના લગ્ન કર્યાં; પણ તેણે પત્ની સારી પસંદ કરી હતી. અને એની પત્નીએ પણ. કોઈક કાળે સાસુ-સસરાએ આ લગ્નનો વિરોધ કરેલો એ વિશે કશો ડંખ મનમાં રાખ્યો ન હતો. ઘણી વાર તો એમ લાગતું, જાણે તેને એ વાતની ખબર જ નથી કે, આ ઘરમાં તેના આગમન સામે કોઈનો કશો વિરોધ હતો. એ વિરોધ એકાદ અણસમજનું કૃત્ય હોય એમ જાણે તેણે એને ક્ષમા આપી દીધી હતી. અને એ ખ્યાલમાં આવતાં પેલાં લોકો તો છક્ક થઈ ગયેલાં. તે અભિમાની કે પોતાની જાતને આખો વખત આગળ ધર્યા કરતી સ્ત્રી નહોતી, પણ તેનામાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો, જેના લીધે તેના વર્તાવમાં ઘણી સ્થિરતા અને દૃઢતા આવતી હતી.

ગમે તેમ, પણ એ બન્ને જણાં હવે દીકરા પર ને દીકરાની પત્ની પર ઘણાં પ્રસન્ન હતાં. એમના ચાલ્યા જવાનું કારણ એ તો સહેજે નહોતું કે દીકરા-વહુને મન તેઓ અણગમતાં કે અવાંછિત હતાં. અથવા તેમને ઘરડાં માબાપનો ભાર લાગતો હતો એવુંયે નહોતું.

Line 8: Line 8:
એમ છતાં આ પરિપક્વ ઉંમરે વિનયી દીકરાથી, પ્રેમાળ વહુથી, સંપન્ન ઘરથી. મીઠાશથી મહોરતાં બાળકોથી દૂર ચાલ્યા જવા માટે એક કારણ હતું અને તે સબળ કારણ હતું.
એમ છતાં આ પરિપક્વ ઉંમરે વિનયી દીકરાથી, પ્રેમાળ વહુથી, સંપન્ન ઘરથી. મીઠાશથી મહોરતાં બાળકોથી દૂર ચાલ્યા જવા માટે એક કારણ હતું અને તે સબળ કારણ હતું.

બીજાઓને કદાચ ગળે ન ઊતરે. જેમણે હંમેશાં સલામતીનો જ વિચાર કર્યો હોય, તેમને ગળે ન ઊતરે. સલામતી…ભય…હૂંફ…સગવડો…હા, આ બધાં તત્ત્વો જીવનમાં ભાગ ભજવે જ છે. તેમના જીવમાં પણ આ બધી અને બીજી અનેક બાબતોએ ભાગ ભજવેલો. પણ હવે એક પળ એવી આવી હતી, જ્યારે આગળ વધતાં વધતાં અટકી જઈ તેમને જરા ડોક પાછી વાળવાનું મન થયું હતું. કપાયેલા રસ્તાને, જિવાયેલા જીવનને ફરી જરા તપાસી જોવાનું, તેનું ફરી મૂલ્યાંકન કરવાનું મન થયું હતું. ઇતિહાસ, સમાજ, પરંપરાઓ તથા માનવ-મન અને માનવ-શરીરની સ્વાભાવિક નબળાઈઓએ જીવન માટે જે રસ્તો અંકિત કરી રાખેલો છે. તેનાથી જરા ચાતરી જવાનું મન થતું હતું.
બીજાઓને કદાચ ગળે ન ઊતરે. જેમણે હંમેશાં સલામતીનો જ વિચાર કર્યો હોય, તેમને ગળે ન ઊતરે. સલામતી…ભય…હૂંફ…સગવડો…હા, આ બધાં તત્ત્વો જીવનમાં ભાગ ભજવે જ છે. તેમના જીવનમાં પણ આ બધી અને બીજી અનેક બાબતોએ ભાગ ભજવેલો. પણ હવે એક પળ એવી આવી હતી, જ્યારે આગળ વધતાં વધતાં અટકી જઈ તેમને જરા ડોક પાછી વાળવાનું મન થયું હતું. કપાયેલા રસ્તાને, જિવાયેલા જીવનને ફરી જરા તપાસી જોવાનું, તેનું ફરી મૂલ્યાંકન કરવાનું મન થયું હતું. ઇતિહાસ, સમાજ, પરંપરાઓ તથા માનવ-મન અને માનવ-શરીરની સ્વાભાવિક નબળાઈઓએ જીવન માટે જે રસ્તો અંકિત કરી રાખેલો છે. તેનાથી જરા ચાતરી જવાનું મન થતું હતું.

તે –
તે –
Line 20: Line 20:
અને પત્નીએ બહુ જ નવાઈભરેલો ઉત્તર વાળ્યો: ‘હા, મારે પણ એમ જ કરવું છે.’
અને પત્નીએ બહુ જ નવાઈભરેલો ઉત્તર વાળ્યો: ‘હા, મારે પણ એમ જ કરવું છે.’

ઘડીભર તો તે ચકિત થઈ ગયો. હવે આમ જુઓ તો વળગવાની વધુ વૃત્તિ સ્ત્રીઓમાં જ. તેમને જ ઝાઝી બધી માયા – ભૂતકાળની, છૈયાછોકરાંની, ઘરની, ઘરની ચીજવસ્તુની; માળિયામાં ક્યાંય ખૂણે પડેલી રંગીન છબિની કે કબાટમાં છેક નીચે મૂકેલી એકાદ સોનાની વીંટીની તેમને જ વધુ માયા. અને નામ… પણ સ્ત્રીઓ તો સદાય બધું બદલ્યા જ કરતી હોય છે. પરણે એટલે અટક બદલે, નામ પણ બદલે, ઘર બદલે, ગામ બદલે, કદાચ, વળગેલું હોય તેમાંથી સહજ રીતે છૂટા થઈ જવાની શક્તિયે આ સ્ત્રીઓની જ હશે. જે હોય તે, પણ પત્નીએ એમ કહ્યું કે મારે પણ મારું નામ બદલવું છે… તો એને એવું લાગ્યું. જામે ઘરેડભર્યા જીવનનાં વરસોનાં વરસો વીતી ગયા પછી આજે કંઈક નવી રીતે, નવેસરથી, નવા ઉલ્લાસથી પત્નીનો તેને સાથ મળી રહ્યો છે… લગ્નના સાવ શરૂના દિવસોમાં જુદાપણાના કશા ભાન વગરનો હતો તેવો સાથ… તારા કામમાં હું સાથે હોઉં જ ને? અને મારા રસ્તા પર જોડાજોડ તારાં પગલાં પડે જ ને? સાવ સ્વાભાવિક. અને આ એક પ્રેમ-નિવેદનનો અર્થ જોવા બેસે ત્યાં તો પગ આગળ બીજો એવો જ એક રત્ન-ઢગલો થઈ ગયો હોય. બધું સહજ. લગ્નના એ શરૂના દિવસોમાં રાજાના જેવું અંતર-ઐશ્વર્ય ભોગવેલું તો સાવ સહજ રીતે.
ઘડીભર તો તે ચકિત થઈ ગયો. હવે આમ જુઓ તો વળગવાની વધુ વૃત્તિ સ્ત્રીઓમાં જ. તેમને જ ઝાઝી બધી માયા – ભૂતકાળની, છૈયાછોકરાંની, ઘરની, ઘરની ચીજવસ્તુની; માળિયામાં ક્યાંય ખૂણે પડેલી રંગીન છબિની કે કબાટમાં છેક નીચે મૂકેલી એકાદ સોનાની વીંટીની તેમને જ વધુ માયા. અને નામ… પણ સ્ત્રીઓ તો સદાય બધું બદલ્યા જ કરતી હોય છે. પરણે એટલે અટક બદલે, નામ પણ બદલે, ઘર બદલે, ગામ બદલે, કદાચ, વળગેલું હોય તેમાંથી સહજ રીતે છૂટા થઈ જવાની શક્તિયે આ સ્ત્રીઓની જ હશે. જે હોય તે, પણ પત્નીએ એમ કહ્યું કે મારે પણ મારું નામ બદલવું છે… તો એને એવું લાગ્યું. જાણે ઘરેડભર્યા જીવનનાં વરસોનાં વરસો વીતી ગયાં પછી આજે કંઈક નવી રીતે, નવેસરથી, નવા ઉલ્લાસથી પત્નીનો તેને સાથ મળી રહ્યો છે… લગ્નના સાવ શરૂના દિવસોમાં જુદાપણાના કશા ભાન વગરનો હતો તેવો સાથ… તારા કામમાં હું સાથે હોઉં જ ને? અને મારા રસ્તા પર જોડાજોડ તારાં પગલાં પડે જ ને? સાવ સ્વાભાવિક. અને આ એક પ્રેમ-નિવેદનનો અર્થ જોવા બેસે ત્યાં તો પગ આગળ બીજો એવો જ એક રત્ન-ઢગલો થઈ ગયો હોય. બધું સહજ. લગ્નના એ શરૂના દિવસોમાં રાજાના જેવું અંતર-ઐશ્વર્ય ભોગવેલું તો સાવ સહજ રીતે.

પછી તો ઘણું થયું. વેપાર કર્યો, કમાયો, ઘર ખરીદ્યું, હપ્તા ભર્યા. દરેક વખતે એમ લાગતું, હવે પોતે એકદમ સલામત. પૈસામાં, પ્રતિષ્ઠામાં, ઘરમાં, પોતે જાણે એકદમ સલામત. હવે કોઈ વાયરો તેને ઉખેડી નાખી શકે નહિ.
પછી તો ઘણું થયું. વેપાર કર્યો, કમાયો, ઘર ખરીદ્યું, હપ્તા ભર્યા. દરેક વખતે એમ લાગતું, હવે પોતે એકદમ સલામત. પૈસામાં, પ્રતિષ્ઠામાં, ઘરમાં, પોતે જાણે એકદમ સલામત. હવે કોઈ વાયરો તેને ઉખેડી નાખી શકે નહિ.

Revision as of 16:06, 1 September 2023

ફરી વરસાદ!

કુન્દનિકા કાપડિયા

એમનો દીકરો બીજા ઘણા દીકરાઓ કરતાં જુદો હતો. એણે એમને ઘણો આગ્રહ કરેલો. એણે અને એની પત્નીએ પણ. એની પત્ની શિક્ષિત અને માયાળુ યુવતી હતી. તે હસતી ત્યારે તેની આંખો તેજભરી ચમકી ઊઠતી અને તે બોલતી ત્યારે એમ લાગતું કે તેનો એક્કે શબ્દ મુખના પોલાણમાંથી કેવળ આવતો નથી. તે બોલતી તે બધું જ હૃદયમાંથી આવતું હતું. દીકરાએ ભલે પોતાને પૂછ્યા વિના લગ્ન કર્યાં; પણ તેણે પત્ની સારી પસંદ કરી હતી. અને એની પત્નીએ પણ. કોઈક કાળે સાસુ-સસરાએ આ લગ્નનો વિરોધ કરેલો એ વિશે કશો ડંખ મનમાં રાખ્યો ન હતો. ઘણી વાર તો એમ લાગતું, જાણે તેને એ વાતની ખબર જ નથી કે, આ ઘરમાં તેના આગમન સામે કોઈનો કશો વિરોધ હતો. એ વિરોધ એકાદ અણસમજનું કૃત્ય હોય એમ જાણે તેણે એને ક્ષમા આપી દીધી હતી. અને એ ખ્યાલમાં આવતાં પેલાં લોકો તો છક્ક થઈ ગયેલાં. તે અભિમાની કે પોતાની જાતને આખો વખત આગળ ધર્યા કરતી સ્ત્રી નહોતી, પણ તેનામાં એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો, જેના લીધે તેના વર્તાવમાં ઘણી સ્થિરતા અને દૃઢતા આવતી હતી.

ગમે તેમ, પણ એ બન્ને જણાં હવે દીકરા પર ને દીકરાની પત્ની પર ઘણાં પ્રસન્ન હતાં. એમના ચાલ્યા જવાનું કારણ એ તો સહેજે નહોતું કે દીકરા-વહુને મન તેઓ અણગમતાં કે અવાંછિત હતાં. અથવા તેમને ઘરડાં માબાપનો ભાર લાગતો હતો એવુંયે નહોતું.

એમ છતાં આ પરિપક્વ ઉંમરે વિનયી દીકરાથી, પ્રેમાળ વહુથી, સંપન્ન ઘરથી. મીઠાશથી મહોરતાં બાળકોથી દૂર ચાલ્યા જવા માટે એક કારણ હતું અને તે સબળ કારણ હતું.

બીજાઓને કદાચ ગળે ન ઊતરે. જેમણે હંમેશાં સલામતીનો જ વિચાર કર્યો હોય, તેમને ગળે ન ઊતરે. સલામતી…ભય…હૂંફ…સગવડો…હા, આ બધાં તત્ત્વો જીવનમાં ભાગ ભજવે જ છે. તેમના જીવનમાં પણ આ બધી અને બીજી અનેક બાબતોએ ભાગ ભજવેલો. પણ હવે એક પળ એવી આવી હતી, જ્યારે આગળ વધતાં વધતાં અટકી જઈ તેમને જરા ડોક પાછી વાળવાનું મન થયું હતું. કપાયેલા રસ્તાને, જિવાયેલા જીવનને ફરી જરા તપાસી જોવાનું, તેનું ફરી મૂલ્યાંકન કરવાનું મન થયું હતું. ઇતિહાસ, સમાજ, પરંપરાઓ તથા માનવ-મન અને માનવ-શરીરની સ્વાભાવિક નબળાઈઓએ જીવન માટે જે રસ્તો અંકિત કરી રાખેલો છે. તેનાથી જરા ચાતરી જવાનું મન થતું હતું.

તે –

તેનું નામ શું, એ કહેવું મુશ્કેલ છે જરા. હકીકતમાં તો, જે દિવસે તેણે આ નિર્ણય લીધો તે દિવસે તેણે પત્નીને કહ્યું હતું: મને લાગે છે કે મારે મારું નામ બદલી નાખવું જોઈએ. દરેક નામની સાથે તેની એક છબિ જોડાયેલી હોય છે. ભોગીલાલ? – હા, એ તો પેલો લાંબો સફેદ કોટ અને મેલી બદામી ટોપી પહેરી ગલ્લા પર બેસતો ને હિસાબમાં ભૂલ કરતો વેપારી ને? અને નરેન્દ્ર? પેલો બાંઠકો, શામળો, ભર ઉનાળેય ટેરેલિનનું શર્ટ પહેરી પરસેવે નીતરતો ને સદાય સિસોટી વગાડ્યા કરતો હસમુખો સ્ટેશન માસ્તર ને?

તો દરેક નામ સાથે જોડાયેલી એક છબિ. એનાં રૂપ, રંગ, સંસ્મરણો, સીમાઓ… અને કેટલું બધું!

તેથી તેણે પત્નીને કહ્યું: ‘મને થાય છે કે મારે મારું નામ બદલી નાખવું જોઈએ. એ બહુ જરૂરી છે.’

અને પત્નીએ બહુ જ નવાઈભરેલો ઉત્તર વાળ્યો: ‘હા, મારે પણ એમ જ કરવું છે.’

ઘડીભર તો તે ચકિત થઈ ગયો. હવે આમ જુઓ તો વળગવાની વધુ વૃત્તિ સ્ત્રીઓમાં જ. તેમને જ ઝાઝી બધી માયા – ભૂતકાળની, છૈયાછોકરાંની, ઘરની, ઘરની ચીજવસ્તુની; માળિયામાં ક્યાંય ખૂણે પડેલી રંગીન છબિની કે કબાટમાં છેક નીચે મૂકેલી એકાદ સોનાની વીંટીની તેમને જ વધુ માયા. અને નામ… પણ સ્ત્રીઓ તો સદાય બધું બદલ્યા જ કરતી હોય છે. પરણે એટલે અટક બદલે, નામ પણ બદલે, ઘર બદલે, ગામ બદલે, કદાચ, વળગેલું હોય તેમાંથી સહજ રીતે છૂટા થઈ જવાની શક્તિયે આ સ્ત્રીઓની જ હશે. જે હોય તે, પણ પત્નીએ એમ કહ્યું કે મારે પણ મારું નામ બદલવું છે… તો એને એવું લાગ્યું. જાણે ઘરેડભર્યા જીવનનાં વરસોનાં વરસો વીતી ગયાં પછી આજે કંઈક નવી રીતે, નવેસરથી, નવા ઉલ્લાસથી પત્નીનો તેને સાથ મળી રહ્યો છે… લગ્નના સાવ શરૂના દિવસોમાં જુદાપણાના કશા ભાન વગરનો હતો તેવો સાથ… તારા કામમાં હું સાથે હોઉં જ ને? અને મારા રસ્તા પર જોડાજોડ તારાં પગલાં પડે જ ને? સાવ સ્વાભાવિક. અને આ એક પ્રેમ-નિવેદનનો અર્થ જોવા બેસે ત્યાં તો પગ આગળ બીજો એવો જ એક રત્ન-ઢગલો થઈ ગયો હોય. બધું સહજ. લગ્નના એ શરૂના દિવસોમાં રાજાના જેવું અંતર-ઐશ્વર્ય ભોગવેલું તો સાવ સહજ રીતે.

પછી તો ઘણું થયું. વેપાર કર્યો, કમાયો, ઘર ખરીદ્યું, હપ્તા ભર્યા. દરેક વખતે એમ લાગતું, હવે પોતે એકદમ સલામત. પૈસામાં, પ્રતિષ્ઠામાં, ઘરમાં, પોતે જાણે એકદમ સલામત. હવે કોઈ વાયરો તેને ઉખેડી નાખી શકે નહિ.

પછી ધંધામાં ખોટ ગઈ. એક બાળકનું મરણ થયું. મુશ્કેલીઓ આવી અને ગઈ અને ઘણા ખ્યાલોને વિચ્છિન્ન કરતી ગઈ. પછી વળી સરખા સંજોગો, ફરી પૈસા. વધુ મોટું ઘર, એક પછી એક પસાર થઈ ગયેલા જીવનના તબક્કા અને તેમાં ખોવાઈ ગયેલું પેલું ઐશ્વર્ય –

તે છેક આજે ફરી નવા રૂપે સામે આવ્યું. ક્ષણભર તો પત્નીને ઊંચકીને ફુદરડી ફરવાનું મન થયું – તે દિવસોમાં કરતો એમ જ. પણ હવે શરીરમાં એવી તાકાત નહોતી. ક્યાંક પડે કરે તો ફ્રૅક્ચર થાય…

એટલે એક ગાઢ આલિંગનથી જ તેણે સંતોષ માન્યો. તેણે પૂછ્યું: ‘શું નામ પાડીશું?’

પત્નીના ચહેરા પર એક ચમક આવી. આટલી બધી ચમક એ ચહેરા પર પૂર્વે તેણે કદી જોઈ જ નહોતી. (જોવાનો સમય ન મળ્યો હોય એમ પણ બને!) પત્નીએ કહ્યું: ‘આપણે થોડો વખત નામ વગરનાં રહીએ તો કેમ?’

વાહ – આટલી સરસ વાત તો તેને સૂઝી જ નહોતી. મુક્ત થવાની દિશામાં જ આ તો પહેલું પગલું હતું. નામવિહોણા થઈ જવું – અને એટલે ઇતિહાસવિહોણા થઈ જવું. અતીતથી અતીત થઈ જવું. સાવ તાજાં જન્મેલાં હોઈએ એવાં, બિલકુલ બસ પોતે જ બની રહેવું, આજુબાજુ કાંઈ ઝૂલ-ઝાલર નહિ. પોતાની ઓળખમાં કેવળ પોતે જ. ‘તમે કોણ છો?’ એમ કોઈ પૂછે તો કહેવું – ‘હું હું છું.’ અને એથીયે વધુ તો – ‘હું છું.’ અથવા બસ ‘છું.’ એમાં કેટલું બધું આવી જાય? અથવા ન આવે તોય શું? હવે કોને કંઈ પડી જ હતી? કોને કોઈના સ્વીકારની કે અસ્વીકારની કાંઈ પડી જ હતી?

હવે તો એક નવો રસ્તો જ ખૂંદવો હતો, નવો પ્રદેશ ખેડવો હતો. ઘર સામે આમલીનું ઝાડ હતું. થોડા દિવસ પહેલાં તેનાં જીર્ણ ધૂળછાયાં ઝીણાં જર્જર પાનથી તે સાવ ઘરડીખખ્ખ ડોસી જેવું લાગતું હતું. પછી મે મહિનો આવ્યો. બધાં પાન ખરી પડ્યાં. ડાળીઓની વચ્ચેથી આકાશ દેખાયું. અને એક દિવસ સવારે આખું વૃક્ષ ચળકતાં નવાં લીલાં તેજસભર પર્ણોથી એવું તો ભરપૂર કે, રૂપસંપત્તિથી મગરૂર થઈ ઊઠેલી એકાદ તેજસ્વી નવયુવતી જેવું લાગે.

આ આમલી પરથી જ તેને ખ્યાલ આવ્યો હતો – વૃદ્ધત્વની સમીપ પહોંચતાં પહેલાં ફરી એક નવા રસની શોધ કરી લેવાનો – એક નવી હવામાં આ લીલા રંગની જેમ ફરફરી રહેવાનો.

દીકરો તો ના પાડે. તમને અગવડ પડશે, નહિ ગમે. અમારા વગર તમને એકલું લાગશે. અહીં શી ખોટ છે. અમારી સેવાચાકરીમાં કંઈ ઓછાપણું હોય તો કહો. તમારો સમય પસાર ન થતો હોય તો તમારા રૂમમાં જુદો ટીવી સેટ મુકાવીએ. તમને ઠીક લાગે તેટલો વખત તમે નિર્વિક્ષેપ જોઈ શકો. તીર્થયાત્રા કરવી હોય તો અમે સાથે આવીએ. પણ અજાણી જગ્યાએ, આમ સાવ એકલાં…

‘એકલાં ક્યાં છીએ? બે જણ છીએ ને!’ તેણે કહેલું.

‘તે એકલાં જ કહેવાય!’ દીકરાએ કહેલું.

પણ દીકરો શું સમજે? એની યુવાન, આકાંક્ષાભરી, બહિર્મુખ દુનિયામાં રહીને તે શું જાણે છેક અંદર નીરવ અનુભૂતિઓમાં શાંત એકાકી વિહાર? સમૃદ્ધિના સંચયની ટોચ પર રહીને તે શું જાણે કશા હિસાબ વિનાની હળવા હાથે ને થનગનતા પગે આદરેલી સફર?

અને પગનો આ થનગનાટ, તે રક્તમાંસ-સ્નાયુના જોશનો નહિ; આ ચાલવું પણ, કેવળ પગ વડે નહિ.

પણ દીકરો બિચારો! મહિને સાડાચાર હજાર કમાતો, ગાડી ફેરવતો, વિમાનમાં જ પ્રવાસ કરતો, બાળકો માટે ઢગલો રમકડાં લઈ આવતો. મોડી રાત સુધી કારખાનાંના નકશા દોરતો, ગણતરીઓ કરતો ને પુસ્તકો વાંચતો દીકરો બિચારો શું જાણે આ નામહીન, પરિચયહીન, વસ્તુહીન થઈને ફરવાની વાત? હાઈવે પર ૮૦ કિલોમીટરની ઝડપે ગાડી દોડાવતો તે – તે શું જાણે એ રસ્તામાંથી જ ફૂટીને ઝાડીમાંથી ક્યાંક ચાલી જતી નાનકડી કેડી પર ઊગેલા એકાદ સફેદ ફૂલની સફેદ પાંખડી પર સચવાઈ રહેલા જળબિંદુમાં ચમકતા સૂરજના સાત રંગની વાત?

એટલે બહુ દલીલ કરવાનો કાંઈ અર્થ નહિ.

કશી ઓછપ નથી. તમે બન્ને હોવાં જોઈએ એવાં જ દીકરો ને વહુ છો… પ્રેમથી, દૃઢતાથી તેણે – તેણે ને તેની પત્ની બન્નેએ દીકરના જરા ઉદાસ થઈ ગયેલા ખભા થપથપાવ્યા, વિસ્મિત પુત્રવધૂના વાંસા પર હાથ ફેરવ્યો, અને પછી તેઓ નીકળી જ પડ્યાં – મેઘમંડિત ગગન નીચે, શામળી ધરા પર –

જ્યાં ફરી વરસાદ પડ્યો હતો, ફરી મહેક વછૂટી હતી અને ફરી મોલ ખીલવાનો હતો!