ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/બાપનું લો’ય: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 10: Line 10:
રાત્રે મા-બાપને એણે ખાવાનું કાઢી આપ્યું ત્યારે માએ પૂછ્યું હતું…: ‘તેં ખાધું બેટા?’
રાત્રે મા-બાપને એણે ખાવાનું કાઢી આપ્યું ત્યારે માએ પૂછ્યું હતું…: ‘તેં ખાધું બેટા?’

‘ઊં..ખાછ અમણાં, તમે ખઈ લ્યો પછી!’ એણે શાંતિથી જવાબ વાળ્યો હતો. માથી હાંડલી જોવા ઊઠાય એમ નહોતું. તળિયે થોડાક પોપડા બાઝી રહ્યા હતા. પલળીને ઊખડી રહે એટલા હારુ કમરીએ એમાં પાણી છણકોર્યું હતું. બેચાર કોળિયા ખવાશે તો કળસ્યો પાણી પી લેશ, આમેય ઓંધ ચ્યાં આવવાની છે, કાલની-આવતી હવારની આબધ્યામાં!’ એણે વિચાર્યું હતું ને ખાઈ રહ્યા પછી તાવડી ચાટતી માએ પૂછ્યું હતુંઃ
‘ઊં..ખાછ અમણાં, તમે ખઈ લ્યો પછી!’ એણે શાંતિથી જવાબ વાળ્યો હતો. માથી હાંડલી જોવા ઊઠાય એમ નહોતું. તળિયે થોડાક પોપડા બાઝી રહ્યા હતા. પલળીને ઊખડી રહે એટલા હારુ કમરીએ એમાં પાણી છણકોર્યું હતું. બેચાર કોળિયા ખવાશે તો કળસ્યો પાણી પી લેશ, આમેય ઓંઘ ચ્યાં આવવાની છે, કાલની-આવતી હવારની આબધ્યામાં!’ એણે વિચાર્યું હતું ને ખાઈ રહ્યા પછી તાવડી ચાટતી માએ પૂછ્યું હતુંઃ

‘કાલ્ય હાતર ચેટલી કોદરી વધી છ બોન?’
‘કાલ્ય હાતર ચેટલી કોદરી વધી છ બોન?’

તાંણી-તોશીને કમરીએ આજની ટંક રાંધતા બે મૂઠ કોદરી બચાવી હતી. આભ ના વરસે તો કાંઈ નહીં, પણ કાલની જરીક આશા તો રહે! પાણીટેકા પૂરતી! એણે ટાઢા પેટે માને ભરોસો દીધો હતોઃ
તાંણી-તોશીને કમરીએ આજની ટંક રાંધતા બે મૂઠી કોદરી બચાવી હતી. આભ ના વરસે તો કાંઈ નહીં, પણ કાલની જરીક આશા તો રહે! પાણીટેકા પૂરતી! એણે ટાઢા પેટે માને ભરોસો દીધો હતોઃ

‘છ મા છ, કાલની એક ટંક ચાલ ને તો ય થોડીક વધ એટલી છે. તું બળતના મેલ્ય!’
‘છ મા છ, કાલની એક ટંક ચાલ ને તો ય થોડીક વધ એટલી છે. તું બળતના મેલ્ય!’
Line 44: Line 44:
કમરી બહુ પહેલેથી આ જીવતર સમજતી આવી હતી, પણ એને સમજાતું નહોતું તે આઃ દિવાળીએ ગામમાં ધૂમધડાકે દારૂખાનું ફૂટતું હતું, બેહતા વરસે ગામના મોટેરા ગણાતા લોકોનાં ઘર ઝળાંબોળ થઈ રહેતાં હતાં. ટાઢી શિયોર અને ઊની શિયોર, ઉજાણી ને નોરતાં-એમની હાતર જાણે શું ન’તું! ને એને પોતાને દોણી લઈને છાશ લેવા જવું પડતું! ઊંચા હાથે પટલેણ મહા ઉપકાર વરસાવતી હોય એવા ભાવે દોણીમાં છાશ રેહતી ને પછી એક કાંડી-સીલબંધ દીવાસળી રોક્કડ લેતી! છાશ લેઈને એ ખડકી કે ફળિયામાંથી પસાર થતી ત્યારે કઢી કે દાળનો વઘાર એનાં નસકોરાં ભરી દેતો ને ક્યાંકથી શીરો શેકાવાની સુગંધ એનાં ભૂખ્યાં આંતરડાંને આલહ-વેલણ કરી મેલતી. આ બધું માણનારા નિરાંતે મહાલતાં જ્યારે એનાં મા-બાપને હાહ (શ્વાસ) ખાવાની મોકળાશ ના મલતી. એની માના બોલ – ‘ગાંડને ને ભોંયને હગઈ નથી થતી એટલાં વેઠ-વૈતરાં ને ઉધામો કરવો પડ છ, પણ સખે ધાન નથી પામતાં. પરહુ તું તે ચિયા ભવનું આદવેર લેઈ બેઠો છે?

ધીરે-ધીરે દીવાસળીની કાંડી બદલ મળતી છાશ પણ બંધ થઈ ગઈ હતી. પડખેના શહેરમાં દૂધની ડેરી ખૂલી હતી અને હવે ભેંસોવાળા મોટા લોક ડેરીએ દૂધ ભરતા થઈ ગયા હતા. છાશ કદી વેચવાની વસ નહોતી ને છાશ હવે વેચાવા માંડી હતી ને એ છાશ ખરીદવાના જૈં (પૈસા) પણ ગરીબ લોકને ભારે પડવા માંડ્યાં હતાં. છેલ્લાં ત્રણેક વરસોથી વરસાદ પડું ના પડું કરતો ટે’પું ફોરે વરસીને જતો રહ્યો હતો. અનાજની અછત થઈ ગઈ હતી અને મોંઘવારીએ માઝા મેલી હતી! બે ટંકના રોટલા ભેળા થવાની વાતે ગરીબોની બૂરી વનોબત આવી હતી.
ધીરે-ધીરે દીવાસળીની કાંડી બદલ મળતી છાશ પણ બંધ થઈ ગઈ હતી. પડખેના શહેરમાં દૂધની ડેરી ખૂલી હતી અને હવે ભેંસોવાળા મોટા લોક ડેરીએ દૂધ ભરતા થઈ ગયા હતા. છાશ કદી વેચવાની વસ નહોતી ને છાશ હવે વેચાવા માંડી હતી ને એ છાશ ખરીદવાના જૈં (પૈસા) પણ ગરીબ લોકને ભારે પડવા માંડ્યા હતા. છેલ્લાં ત્રણેક વરસોથી વરસાદ પડું ના પડું કરતો ટે’પું ફોરે વરસીને જતો રહ્યો હતો. અનાજની અછત થઈ ગઈ હતી અને મોંઘવારીએ માઝા મેલી હતી! બે ટંકના રોટલા ભેળા થવાની વાતે ગરીબોની બૂરી વનોબત આવી હતી.

પણ આવું બધું વિચાર્યું કમરીનો દા’ડો વળે એમ નહોતું. એને ગમે કે ના ગમે. એની ઇચ્છા હોય કે ના હોય, એને તમાકુની ખળીએ જવું જ પડવાનું હતું. મા-બાપે એને ઉછેરી-પાછેરીને મોટી કરી હતી, આ નિરાધાર અવસ્થામાં એમનું કોઈ નહોતું થતું ત્યારે પોતે એમની કઈ રીતે મટી શકે!
પણ આવું બધું વિચાર્યે કમરીનો દા’ડો વળે એમ નહોતું. એને ગમે કે ના ગમે. એની ઇચ્છા હોય કે ના હોય, એને તમાકુની ખળીએ જવું જ પડવાનું હતું. મા-બાપે એને ઉછેરી-પાછેરીને મોટી કરી હતી, આ નિરાધાર અવસ્થામાં એમનું કોઈ નહોતું થતું ત્યારે પોતે એમની કઈ રીતે મટી શકે!

બે જ દા’ડા પહેલાં કોહલીએ એને કહ્યું હતુંઃ
બે જ દા’ડા પહેલાં કોહલીએ એને કહ્યું હતુંઃ
Line 94: Line 94:
ને કમરીને ભણવું જ હતું, ખૂબ ભણવું હતું, માધવ જેટલું. એને તો માધવનાં ચોપડાંય લાવીને વાંચવાં હતાં. પણ ભૂખ…પેટની ભૂખ…અશક્ત મા-બાપની તગતગતી આંખોમાં ઘુરકિયાં કરતી ભૂખ… ઊપડે ત્યારે ભલ-ભલું ભુલાવી દેતી ભૂખ કમરી લાચાર થઈ ગઈ હતી આ ભૂખ સામે.

એ ભૂખ ભાંગવાનો એક જ માર્ગ હતો. કાહલી જોડે મજૂરીએ જવાનો. પણ કોહલીની યાદે જ એ કમકમી જતી હતી. કાહલી વિશે લોકમોઢે લાખ જાતની વાતો ચાલ્યા કરતી. કમરીએ કદીયે એ મન દઈને નથી સાંભળી, પણ જેટલી સાંભળી હતી એમાંની આ મજૂરીએ જવાની પળે જે પણ યાદ આવતી એ એવી હતી જે એના શરીરમાં તીખી ઝેર પાયેલી શારડી ફેરવી જતી.
એ ભૂખ ભાંગવાનો એક જ માર્ગ હતો. કાહલી જોડે મજૂરીએ જવાનો. પણ કોહલીની યાદે જ એ કમકમી જતી હતી. કોહલી વિશે લોકમોઢે લાખ જાતની વાતો ચાલ્યા કરતી. કમરીએ કદીયે એ મન દઈને નથી સાંભળી, પણ જેટલી સાંભળી હતી એમાંની આ મજૂરીએ જવાની પળે જે પણ યાદ આવતી એ એવી હતી જે એના શરીરમાં તીખી ઝેર પાયેલી શારડી ફેરવી જતી.

એટલે જ દમનો ઊથલો સહેજ હેઠો બેઠો ને ઘૂંટ પાણી ગળે ઊતર્યું ત્યારે બહાર નીકળી ગયેલ કરોડથી ખરબચડો થઈ ગયેલ માનો બરડો પસવારતી કરીને માએ કહ્યું હતુંઃ
એટલે જ દમનો ઊથલો સહેજ હેઠો બેઠો ને ઘૂંટ પાણી ગળે ઊતર્યું ત્યારે બહાર નીકળી ગયેલ કરોડથી ખરબચડો થઈ ગયેલ માનો બરડો પસવારતી કરીને માએ કહ્યું હતુંઃ
Line 134: Line 134:
ખળીમાંથી બહાર નીકળતાં કોહલીએ કમરીના હાથમાં એક શીશી ભળાવીઃ
ખળીમાંથી બહાર નીકળતાં કોહલીએ કમરીના હાથમાં એક શીશી ભળાવીઃ

‘તમારી માને બઊ દમ ચડ છે. હાંજે દૂતાં પેલાં આ દવા આલજો, દમ બેહી જશે!’
‘તમારી માને બઊ દમ ચડ છે. હાંજે હૂતાં પેલાં આ દવા આલજો, દમ બેહી જશે!’

મારગમાં આવતી કરિયાણાની એક દુકાન આગળ કોહલી થોભી. પેલા આગોતરા પૈસામાંથી એણે ચોખા, દાળ અને બાજરી ખરીદ્યાં અને કમરીને ભળાવતાં સલાહ દીધીઃ
મારગમાં આવતી કરિયાણાની એક દુકાન આગળ કોહલી થોભી. પેલા આગોતરા પૈસામાંથી એણે ચોખા, દાળ અને બાજરી ખરીદ્યાં અને કમરીને ભળાવતાં સલાહ દીધીઃ

‘હાંજે ખીચડી રાંધજો, આ પૈસા વધ્યા છે એમાંથી વાણિયાના તાંથી રૂપિયાનું જી મંગાઈ લીજો. તમારા બાપાના આંતયડા જરાક ભેનાં થશે તો ખયમાંથીય ખડાંધડાં બેઠા થે જશે! આપણને તો બોન ખધા વિના ખય ભરછી ખાય છે. આ તમારી કાયા કાચા કોપરા જેવી છે પણ ભૂખની મારી એવી કરમાઈ ગઈ છે!’
‘હાંજે ખીચડી રાંધજો, આ પૈસા વધ્યા છે એમાંથી વાણિયાના તાંથી રૂપિયાનું જી મંગાઈ લીજો. તમારા બાપાના આંતયડા જરાક ભેનાં થશે તો ખયમાંથીય ખડાંધડાં બેઠા થે જશે! આપણને તો બોન ખાધા વિના ખય ભરછી ખાય છે. આ તમારી કાયા કાચા કોપરા જેવી છે પણ ભૂખની મારી એવી કરમાઈ ગઈ છે!’

એ સાંજે કેટલાયે દહાડે મા-બાપ અને છોકરીએ ધરાઈને ધાન ખાધું.
એ સાંજે કેટલાયે દહાડે મા-બાપ અને છોકરીએ ધરાઈને ધાન ખાધું.
Line 172: Line 172:
‘આઈ ગૈ બા…!’
‘આઈ ગૈ બા…!’

કમરાએ કશો જ ઉત્તર ના વાળ્યો. દીવો ધરી એ અડારામાં ગઈ. હાંડલી ચડાવી ખીચડી રાંધી. બંને મા-બાપને તાવડીમાં ખીચડી પીરસી ફરી એ અડારમાં આલોપ થઈ ગઈ. મા-બાપના પી ગયા પછી એણે ઓઢણી કાઢી. ઊંચી કોઠીના કાંઠલે ચડીને એણે ગોખલામાં ટમટમતો દીવો ફૂંક મારીને રામ કરી દીધો.
કમરીએ કશો જ ઉત્તર ના વાળ્યો. દીવો ધરી એ અડારામાં ગઈ. હાંડલી ચડાવી ખીચડી રાંધી. બંને મા-બાપને તાવડીમાં ખીચડી પીરસી ફરી એ અડારમાં આલોપ થઈ ગઈ. મા-બાપના પી ગયા પછી એણે ઓઢણી કાઢી. ઊંચી કોઠીના કાંઠલે ચડીને એણે ગોખલામાં ટમટમતો દીવો ફૂંક મારીને રામ કરી દીધો.

ભળભાંખળે દમલી મા જાગી. પડખેની માંચી ખાલી જોઈ એણે બૂમ પાડી? કમરી…ઈ…ઈ – જવાબ ના મળતાં એ કોઠીના આશરે ઊભી થઈ. અડારામાં જવા કરતી હતી ને એને કમરીના લટકી રહેલા પગ અથડાયા. ભેંકારાની મારી એ ભોંયભેળી થઈ ગઈ. એના ગળાનો ચિત્કાર હાંફમાં અટવાઈ ગયો ને આંખો અજવાસ ખોઈ બેઠી. ફેક્યા વળતાં વળતાં તો ભળભાંખળું અજવાળામાં વટલાઈ ચૂક્યું હતું. હવાતિયું મારતાં એણે માંચીનું ઉપરું ઝાલ્યું ને એના હૈડિયામાંથી દીકરીના અવગતિયા અવતારની મરણપોક ફૂટી નીકળી. એ સાંભળીને –

Line 178: Line 178:
– ધસી આવેલા લોકોએ જોયું તો કમરીના ડોળા પથરાઈ ચૂક્યા હતા અને કુમળી કેડ નીચેની ઘાઘરીમાં પડેલા લાલચોળ રક્તના ડાઘા શરમના માય સુકાઈને કાળાશ ઓઢી બેઠા હતા!
– ધસી આવેલા લોકોએ જોયું તો કમરીના ડોળા પથરાઈ ચૂક્યા હતા અને કુમળી કેડ નીચેની ઘાઘરીમાં પડેલા લાલચોળ રક્તના ડાઘા શરમના માય સુકાઈને કાળાશ ઓઢી બેઠા હતા!

માંચીના ઉપરાને મુકીઓમાં ભીંસતાં કમરીની માએ રાઠ્ય નાખીઃ કાહલી…ઈ…ઈ!’
માંચીના ઉપરાને મુકીઓમાં ભીંસતાં કમરીની માએ રાડ્ય નાખીઃ કોહલી…ઈ…ઈ!’

થર થર કાંપતી કોહલીને બે-ચાર જણે આગળ હડસેલીઃ એનાં લૂગડાં ચપસીને કમરીની મા ફૂત્કારી ઊઠીઃ
થર થર કાંપતી કોહલીને બે-ચાર જણે આગળ હડસેલીઃ એનાં લૂગડાં ચપસીને કમરીની મા ફૂત્કારી ઊઠીઃ