ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/સદાશિવ ટપાલી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ‘થાવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલેને દીકરો ફાવે તેટ...")
 
No edit summary
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ઝવેરચંદ મેઘાણી}}
[[File:Zaverchand Meghani.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|સદાશિવ ટપાલી | ઝવેરચંદ મેઘાણી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/4/40/Sadashiv_Tapali-Meghani.mp3
}}
સદાશિવ ટપાલી • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘થાવા જ દઉં નહિ ને! પાટે ચડવા જ દઉં નહિ ને! ભલેને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લ્યે!’

Line 44: Line 66:
પણ ભવાનીશંકરકાકા તો શુક્લની દીકરી અર્ધે માથે એને ખસી ગયેલે ઓઢણે ‘વંઠેલ’ ભાષા ભણવા બેસે તે કલ્પના – માત્રથી જ કંપી ઊઠેલા. પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી, અને કન્યાશાળાના મેળાવડાઓમાં ગીત-ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા, તે તો કોઈ સારો મુરતિયો મેળવવાના હેતુથી. કોઈ દરબારી કે સરકારી અમલદાર મળી જાય, તો મંગળાને પણ ભયો-ભયોઃ પોતાનો પણ વશીલોઃ દીકરાઓને કન્ટ્રાક્ટનાં બહોળાં કામકાજ હાથમાં આવે… એ બધું એમની ગણતરી બહાર નહોતું.

(૨)
<center>'''(૨)'''</center>

શુદ્ધ શુક્લ-ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફળીઃ ઈડર રાજના ‘પબ્લિક પ્રૉસિક્યૂટર’ રાંડ્યા. ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી એની ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યૂટરસાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું. પણ ભવાનીશંકરકાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી? મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઈ રહેવાનાં હતાં. ટૂંકામાં, પ્રૉસિક્યૂટર પચાસ માણસોની જાન લઈને એક દિવસ આવ્યા. ઈડરના ઠાકોરસાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઈને એક કલાક માટે પ્રોસિક્યૂટરની જાનમાં આવ્યા, તે બનાવે તો આખા ગામને હેરત પમાડી દીધી. ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાનીશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વેંત અધ્ધર ચાલતા થયા. પ્રૉસિક્યૂટરે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે એક ગામના બન્ને ઢેઢવાડા ધરાયા ને મોટે મોટે ચાળીસ ઘેર પીરસણાં પહોંચ્યાં. ઈડર રાજનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર ચાર દિવસ સુધી જલસા કરાવી ગયું, એ તો અવધિ થઈ ગઈ.

Line 64: Line 86:
તે દિવસથી સદાશિવ ઉઘાડેછોગ વાણિયાનાં ભજિયાં ખાઈને ન્યાત ઉપર દાઝ કાઢતો હતો.

(૩)
'''<center>(૩)</center>'''

ભવાનીકાકાની ચાલુ ખણખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે. અધમણનો થેલો ઉપાડીને નદી-કાંઠાનાં સાત ગામડાંની ફેરણી કરવા રોજેરોજ ચાલી નીકળે છે. નદીનો પ્રવાહ રોજનો સાથી બન્યો છે. બન્ને એકલા છેઃ બન્ને મૂંગા છેઃ બન્નેને તાપમાં તપતાં તપતાં, બસ, કેવળ પંથ જ કરવાનો હતો. એકના શરીર ઉપર તારાઓના, વાદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા; અને બીજાના માથા પર અનેક માનવીઓનાં સુખદુઃખની છૂપી-અછૂપી કથાઓનો ભાર પડતો આવતો હતો. પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રંગ-તેજનું એક ટીપુંયે નહોતાં દેતાં, તેમ સદાશિવના હૈયાને પણ એ થેલી માંહેલા કાગળો એક લાગણી, એક ધબકાર, એક નિશ્વાસ પણ નહોતા દેતા. બન્નેનું જીવતર વેરાનમાં વહેતું. રેણુ નદી-દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટમાં ફોળાઈ-શોષાઈ જતીઃ સદાશિવનું જીવન-વહેણ પણ એકલતાની ધરતીમાં ઊતરીને વરાળ બની જતું. પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાને તો એક ચપતરી મોકલવાનું પણ કોઈ સરનામું નહોતું. ઘણી વાર તેની આંગળીઓ ત્રમ્-ત્રમ્ થતી. એક વાર કવરમાં એક નનામો કાગળ ફક્ત ‘તમો સુખી છો?’ એટલું જ લખીને ચોડ્યો હતો. સરનામું ‘બેન મંગળા, ઠે…’ – એટલું લખતાં તો આંગળાઓ પરસેવે ટપકી ગયેલી; ને એ કવરની ઝીણી ઝીણી કરચો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે, કોઈ ન દેખે તેમ, નદીમાં પધરાવી દીધેલી.

Line 70: Line 92:
જગતમાં ‘વાંઢા’ જેવો કોઈ ગહન કોયડો છે ખરો? એને કોઈ પડોશમાં ઘર ન આપેઃ કોઢિયા ને રક્તપીતિયા જેવો એ ભયંકર છે. એનું ટીખળ સહુયે કરે; પણ એને પોતાને તો છૂટથી હસવાનુંય જોખમ છે. પડોશના બાળકને જો એ પીપરમીટ લાવીને આપે, તો તેે ઘડીથી ‘બબલીની બા’ અને આ પીપરમીટ આપનાર વાંઢાની ચાર આંખો કેટલી વાર અને કેટલીક ‘ડિગ્રી’ને ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ ‘બબલીના બાપા’ રાખવા લાગે. એ જો બરાડા પાડીને કવિતા વાંચે, તો બૈરાં સમજે કે, ‘પીટ્યો અમને સંભળાવવા સારુ આરડે છે!’ એ જો મૂંગો મરી રહે, તો ‘હલકા મનસૂબા’ ગોઠવતો લાગે, એની આંખો અમસ્તી જોતી હોય તોપણ ‘ચકળવકળ’ થતી લાગે. એની અનંત વેદનાઓને વ્યક્ત થવા માટે સભ્ય વાક્ય એ જઃ ‘મારે રોટલા-પાણીની વપત્ય પડે છે!’

(૪)
'''<center>(૪)</center>'''

‘મારું કરમ ફૂટી ગયું, ભાઈ! દીકરી મંગળાનો ચૂડો ભાંગ્યો.’

Line 84: Line 106:
ભવાનીકાકાની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છેઃ જમાઈરાજનું મૃત્યુ સદાશિવના શાપથી નહિ પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું. એ માધવી લતાનો આધાર આંબો જાણે કે બેહદ કેરીઓના ફાલથી ફસકાઈ પડ્યો હતો.

*
(૪)

એક વરસ વીતી ગયું છે. માથાના ચળકતા મૂંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયરે ખૂણો મુકાવવા આવી છે. એક વરસની કીકી એની કેડ્યે રમે છે. હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી. વરના પિત્રાઈઓએ એની સાસરીની સંપત્તિનો કબજો કરી લઈ આ ‘રાંડીમૂંડી’ને માસિક બે રૂપિયા જિવાઈના ઠરાવી આપ્યા છે. ભવાનીકાકાને નવી વહુથી થયેલી બાળગોપાળ–વાડી બહોળી હોઈ, આ રાંડીરાંડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું; પણ મંગળાનો રંડાપો એને ભારી ઉપયોગી થઈ પડ્યોઃ નવી માને વરસોવરસ આવતી સુવાવડ મંગળા જ કરશે. અને એટલી બધી સુવાવડને કારણે નવી મા માંદાંસાજાં રહે છે. તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે.

Line 96: Line 118:
પણ જીવતર ક્યાં નવલકથા છે! આવા કશા જ દટણપટણની જરૂર ન પડી. એવો એક દિવસ સીધી-સાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચંપાતાં ચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા – મારવાની હિંમત ભીડી.

મંગળા એટલું જ બોલીઃ ‘આમાંથી અને બહાર કાઢ. પછી શૈરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું.’
મંગળા એટલું જ બોલીઃ ‘આમાંથી મને બહાર કાઢ. પછી રૌરવ નરકનાં દુઃખ ભોગવવાય હું તૈયાર છું.’

સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાંપી; કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યુંઃ ‘આ નદીની સાક્ષીઃ આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકીને હું પાળીશ.’

<center>*</center>

વૈશાખ સુદ પાંચમની રાતે નદી-કાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ શુક્લ બ્રાહ્મણોના હાથથી ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્યાંઃ પરણવા બેઠલાં ટપાલી સદાશિવનું ને વિધવા મંગળાનું, તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું. વિશ્વનાથ બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો. બેશુદ્ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બબડતો હતો. ગામના બ્રાહ્મણો એને ‘સાળો વીશવો આર્યસમાજીડો!’ કહી ઓળખતા.

Line 113: Line 135:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રા. વિ. પાઠક/જક્ષણી|જક્ષણી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/વહુ અને ઘોડો|વહુ અને ઘોડો]]
}}