ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/વરુ અને શ્રી પાપી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વરુ અને શ્રી પાપી'''}}
{{SetTitle}}
----
{{Heading|વરુ અને શ્રી પાપી | પવનકુમાર જૈન}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી પૂંઠે એક વરુ પડ્યું હતું. હું ખૂબ ઝડપથી દોડ્યે જતો હતો. લાગતું હતું કે ક્યારેક ઠોકર ખાઈને પડી જઈશ. મૂર્છા આવી જશે. એ આવીને મને ફાડી ખાશે. પણ ઉકેલ નહોતો મળતો. હું વર્ષોથી સતત દોડતો હતો. વનો વટાવીને મારે શહેરમાં પહોંચવું હતું, અને ત્યાં મજા કરવી હતી. રસ્તે અનેક નાનાં વરુ મારી પાછળ પડ્યાં હતાં. એમને મારીને હું દોડતો, આગળ વધતો જ રહ્યો હતો. જે વરુને મેં છેલ્લું મારી નાખ્યું હતું, તે મને ઠીક ઠીક ઘાયલ કરી ગયું હતું. ત્યાં સુધીમાં હું સારો એવો થાકી ગયો હતો. મને આરામની તીવ્ર જરૂર હતી. મને શહેરમાં પહોંચવાની ઉતાવળ હતી. આ વરુ, જે મારી પાછળ પડ્યું હતું તે તો ખૂબ ભૂખ્યું અને કદાવર હતું કે કદાચ, મારાં થાક, બીક અને અધીરતાને લીધે તેમ લાગતું હતું. મેં એને ઘાયલ કરવા બબ્બે વાર પ્રયાસો કર્યા, પણ વિજય એનો જ નિશ્ચિત જણાતો હતો. એની જાડી ખાલ પર કંઈ અસર ન થઈ. કદાચ, મારા પ્રહારોમાં જ બળ નહોતું રહ્યું કે મારી હિંમતે દગો દીધો હતો કે હું કદાચ ખૂબ ખૂબ હાંફી ગયો હતો.