ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/આંધું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આંધું'''}}
{{SetTitle}}
----
{{Heading|આંધું | મોહન પરમાર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધૂળના ગોટેગોટા મારા પર ધસી આયા, નઅ ઉં હગબગી જ્યો. મનઅ થ્યું કઅ આ બધું એકદમ ચઈ રીતે બન્યું? મીં આભલા હાંમું જોયું. આભલું કાળું ડિબ્બાંગ થ્યું’તું. સૂરજદાદા તો વાદળાંમાં હંતાઈ જ્યા’તા. મનમાં વહવહો થ્યો. હજુ તો ખાસ્સી મજલ કાપવાની’તી નઅ આંય તો ધૂળની ડમરીઓ ઊડવી શરૂ થઈ’તી. હવારથી જ ના પાડતો’તો, પણ કમુની બા ચ્યાં માંનઅ એવી છઅ! કેય કઅ ટેસન જઈનઅ હટાયૈણ કરી જ આવો. હું થાય! આવવું પડ્યું. પણ કમુની બાનઅ બચારીનઅ ચ્યાં ખબર હતી કઅ આંમ આંધુ આવશીં!