ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોહન પરમાર/કુંભી: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 12: Line 12:
શકરીએ બારસાખ પરથી હાથ લઈ લીધો. ઘરમાં ગઈ. ઘરમાં જાણે પડછાયા ઘૂમી રહ્યા હતા. જેઠીનાં છોકરાંના શોરબકોરથી ઓસરી ગાજતી હતી. ઘરમાં એક ખૂણેથી બીજે ખૂણે બાળકો હરીફરી રહ્યાં છે. ને પોતે ‘કાચી’ થઈને બધાંની પૂંઠળ સાવરણી લઈને પડી છે. એકાએક એને જાત પ્રત્યે ફિટકાર વરસ્યો. પેટ સામું જોઈને નિસાસો નાંખ્યો; ‘ચ્યમ ભગવોને મનઅ નછોરવી રાશી?’ એ મૂંગી થઈ ગઈ. આંખો દુખવા ચડી હતી. પેટમાં કશો સળવળાટ થયો. આ પાણીએ મગ ન ચડે.

દસ વર્ષનાં વહાણાં વાયાં. કરસન તો બચાડો ના પાડતો હતો. શકરીએ જ એને કહેલુંઃ ‘હવઅ ચ્યાં સુધી રાહ જોવી છઅ? કાંક હમજો!’ કરસને કીધું તુંઃ ‘ભલેનઅ જનમારો આખો નછોરવાં રઈએ, મારઅ બીજુ નથી કરવું.’ પછી શકરીએ વાત પડતી મૂકેલી. બીજાં બે વરસ વીતી ગયાં. હવે ઘર ખાવા ધાતું’તું. એક દા’ડો કરસન બહારગામથી સાંજે ઘેર આવ્યો ત્યારે દીવેલ પીધા જેવો લાગતો હતો. શકરીએ ફરી ફરી પૂછ્યા કર્યું, ત્યારે માંડ એટલું બોલેલોઃ ‘મનઅ ચ્યાંય ફાવતું નથી.’ શકરીને ધ્રાસકો પાડેલોઃ ‘સામે ચાલીનઅ કેતી’તી તાણએ ના પાડતા’તા. નઅ હવઅ ચેવા ઠેકાણે આયી જ્યા!’ મનમાં કરસન માટે ઘણું ઘણું બળતું હતું. શકરીએ એ વખતે બહુ ગરજ બતાવેલી નહિ. ગોદડું ઓઢીને ઊંઘી ગયેલી. બીજા દા’ડેથી કરસન ગુમસુમ રહેવા માંડ્યો. મગનું નામ મરી પાડતો નહોતો. શકરીને એની ધીરજની કસોટી કરવી હતી. એ તો બીજે દા’ડે મજૂરી કરવા જતી રહી. કરસનેય કડિયાકામે ઊપડી ગયેલો. સાંજે બંને ભેગાં થયાં ત્યારે શકરીને એ હાથ દેખાડવા માંડ્યો.
દસ વર્ષનાં વહાણાં વાયાં. કરસન તો બચાડો ના પાડતો હતો. શકરીએ જ એને કહેલુંઃ ‘હવઅ ચ્યાં સુધી રાહ જોવી છઅ? કાંક હમજો!’ કરસને કીધું તુંઃ ‘ભલેનઅ જનમારો આખો નછોરવાં રઈએ, મારઅ બીજુ નથી કરવું.’ પછી શકરીએ વાત પડતી મૂકેલી. બીજાં બે વરસ વીતી ગયાં. હવે ઘર ખાવા ધાતું’તું. એક દા’ડો કરસન બહારગામથી સાંજે ઘેર આવ્યો ત્યારે દીવેલ પીધા જેવો લાગતો હતો. શકરીએ ફરી ફરી પૂછ્યા કર્યું, ત્યારે માંડ એટલું બોલેલોઃ ‘મનઅ ચ્યાંય ફાવતું નથી.’ શકરીને ધ્રાસકો પડેલોઃ ‘સામે ચાલીનઅ કેતી’તી તાણએ ના પાડતા’તા. નઅ હવઅ ચેવા ઠેકાણે આયી જ્યા!’ મનમાં કરસન માટે ઘણું ઘણું બળતું હતું. શકરીએ એ વખતે બહુ ગરજ બતાવેલી નહિ. ગોદડું ઓઢીને ઊંઘી ગયેલી. બીજા દા’ડેથી કરસન ગુમસુમ રહેવા માંડ્યો. મગનું નામ મરી પાડતો નહોતો. શકરીને એની ધીરજની કસોટી કરવી હતી. એ તો બીજે દા’ડે મજૂરી કરવા જતી રહી. કરસનેય કડિયાકામે ઊપડી ગયેલો. સાંજે બંને ભેગાં થયાં ત્યારે શકરીને એ હાથ દેખાડવા માંડ્યો.

‘જોનઅ મારા હાથ, તનઅ નથી લાગતું કે હવા હું ઘૈડો થવા માંડ્યો સું?’
‘જોનઅ મારા હાથ, તનઅ નથી લાગતું કે હવા હું ઘૈડો થવા માંડ્યો સું?’
Line 36: Line 36:
‘તું કાંક કે’વા માંગીએ છીએ નૈ!’
‘તું કાંક કે’વા માંગીએ છીએ નૈ!’

‘જીભ ઊપડતી નથી… બધું લાજ આવા છઅ.’
‘જીભ ઊપડતી નથી… બળ્યું લાજ આવા છઅ.’

‘કુની લાજ, મારી? પંદર વરહ હુધી નૈ નઅ હવઅ?’
‘કુની લાજ, મારી? પંદર વરહ હુધી નૈ નઅ હવઅ?’
Line 118: Line 118:
‘હા આયીશ.’
‘હા આયીશ.’

જેઠી ગઈ. શકરી એકલી પડી. સાંજ ક્યારે પડે એની રાહ જોવામાં વસમું પડી ગયું. સુકાયેલી સેવ કોઠીમાં ભરવામાં એણે સાંજ પાડી દીધી. વાસમાં ખાસ્સે અંધારું ઊતરી આવ્યું હતું. શકરીએ સેવનું આંધણ ચૂલા પર મૂકી દીધું. પછી એ કુંભી પર હાથ ટેકવી ફળિયાના નાકા તરફ જોવા લાગી. ‘કરસન ચાણઅ આવશીં’ રટણ ચાલતું હતું. બે-ત્રણ વખત આ રીતે રાહ જોવા છતાં કરસન અને એની સાથે ગયેલાનાં દર્શન ન થયાં, એટલે કંટાળી. ‘આંય ઊભા રે’વું જ નથી.’ મનમાં બબડીને એણે કુંભી પર હાથ પસવારી લીધો. ઘરમાં જવાનું કરતી હતી ત્યાં કરસનનો રસાલો નવી વહુ લઈને આવી પહોંચ્યો. કરસન સૌથી આગળ હતો, ને ખુશખુશાલ લાગતો હતો. એની સામે જોઈને શકરીનું મોં પડી ગયું. તોય એ તો નવી વહુને પોંખવા દોડી. વાસનાં બૈરાં ભેગાં થઈ ગયાં હતાં. બધાની વચ્ચેથી અલોપ થઈ જવાનું શકરીને મન થયું. પણ લોકલાજે એણે નવી વહુને ઘરમાં ઘાલી. રાતે બહુ મોડો પરવાર આવ્યો. શકરી કરસન જોડે વાત કરવાનો લાગ શોધતી હતી. મેળ ન પડ્યો. વાસનાં બૈરાં ખાઈ-પીને બેસવા આવ્યાં. બધાં નવીની આજુબાજુ ગોઠવાઈ ગયાં. પુરુષોય આવ્યા. શકરી બહાર દોડીને કરસન સામું જુએ, કુંભીએ હાથ ટેકવીને ઊભી રહે, પણ બધાને જોઈને કુંભીથી આગળ વધી જ ન શકે. અણજાણપણે કુંભી પર હાથ ફેરવાઈ જાય, ને તરત જ પાછી ઘરમાં આવતી રહે.
જેઠી ગઈ. શકરી એકલી પડી. સાંજ ક્યારે પડે એની રાહ જોવામાં વસમું પડી ગયું. સુકાયેલી સેવ કોઠીમાં ભરવામાં એણે સાંજ પાડી દીધી. વાસમાં ખાસ્સે અંધારું ઊતરી આવ્યું હતું. શકરીએ સેવનું આંધણ ચૂલા પર મૂકી દીધું. પછી એ કુંભી પર હાથ ટેકવી ફળિયાના નાકા તરફ જોવા લાગી. ‘કરસન ચાણઅ આવશીં’ રટણ ચાલતું હતું. બે-ત્રણ વખત આ રીતે રાહ જોવા છતાં કરસન અને એની સાથે ગયેલાનાં દર્શન ન થયાં, એટલે કંટાળી. ‘આંય ઊભા રે’વું જ નથી.’ મનમાં બબડીને એણે કુંભી પર હાથ પસવારી લીધો. ઘરમાં જવાનું કરતી હતી ત્યાં કરસનનો રસાલો નવી વહુ લઈને આવી પહોંચ્યો. કરસન સૌથી આગળ હતો, ને ખુશખુશાલ લાગતો હતો. એની સામે જોઈને શકરીનું મોં પડી ગયું. તોય એ તો નવી વહુને પોંખવા દોડી. વાસનાં બૈરાં ભેગાં થઈ ગયાં હતાં. બધાંની વચ્ચેથી અલોપ થઈ જવાનું શકરીને મન થયું. પણ લોકલાજે એણે નવી વહુને ઘરમાં ઘાલી. રાતે બહુ મોડો પરવાર આવ્યો. શકરી કરસન જોડે વાત કરવાનો લાગ શોધતી હતી. મેળ ન પડ્યો. વાસનાં બૈરાં ખાઈ-પીને બેસવા આવ્યાં. બધાં નવીની આજુબાજુ ગોઠવાઈ ગયાં. પુરુષોય આવ્યા. શકરી બહાર દોડીને કરસન સામું જુએ, કુંભીએ હાથ ટેકવીને ઊભી રહે, પણ બધાને જોઈને કુંભીથી આગળ વધી જ ન શકે. અણજાણપણે કુંભી પર હાથ ફેરવાઈ જાય, ને તરત જ પાછી ઘરમાં આવતી રહે.

ને સરભરામાંય કરસન સાથે વાત કરવાની નવરાશ ન મળી. જમવા ટાણે થોડી વાત થઈ શકત. પરંતુ એ વખતેય જેઠી અને બીજી બે-ત્રણ સ્ત્રીઓ જોડે હતી એટલે એ મૂંગી રહી હતી.
ને સરભરામાંય કરસન સાથે વાત કરવાની નવરાશ ન મળી. જમવા ટાણે થોડી વાત થઈ શકત. પરંતુ એ વખતેય જેઠી અને બીજી બે-ત્રણ સ્ત્રીઓ જોડે હતી એટલે એ મૂંગી રહી હતી.
Line 124: Line 124:
હવે સાચે જ એ રોષે ભરાઈ હતી. એને કશું ગમતું નહોતું. સ્ત્રીઓ બધી ઘરમાં બેઠી હતી. એમની વચ્ચેથી ઊઠીને એ ઓસરીમાં આવી. જોયું તો લીમડાની નીચે ખાટલામાં બેઠેલા પુરુષો વચ્ચે કરસન ઠિઠિયારા કરતો હતો. શકરી ઓશિયાળી થઈ ગઈ. કરસન એનાથી દૂર ઠેલાતો ગયો. આંખે અંધારાં આવતાં હતાં. ઘરમાં શોરબકોર વધી પડ્યો. શકરીને લાગ્યું કે વાતાવરણ સાવ સૂમસામ હોય અને પોતે એકલી જ લવ્યા કરે. ઓટલીની ધાર પર પગનું પવાલું ઘસતાં ઘસતાં એને છાતીમાં ઘસારો પડતો લાગ્યો. એક હાથ ડાબા પડખે ફરવા લાગ્યો. કરસન હવે હસીમજાકે ચડ્યો હતો. હસવા જતાં કરસનનું પહોળું થતું જડબું કરીને બિહામણું લાગ્યું.

એ હડફભેર ઘરમાં ગઈ. ફાનસની શગ ધીમી થવા માંડી હતી. અડોશપડોશમાં ફાનસનાં અજવાળાં હોલવાવા માંડ્યાં હતાં. સ્ત્રીઓ હવે એક પછી એક ઘેર જવા માંડી હતી. જેઠીની છોકરીઓ સાથે નવી ઝીણા સાથે વાતોએ વળી હતી. શકરીને જોઈને એણે મોં પર ઘૂમટો તાણી લીધો. શકરીને નવી વહુનું મોં જોવાનું મન થયું. પોતે રંગ-રૂપે ઊઘડતી છે એની તો સહુ વાતો કરે છે. નવી કદરૂપી હોય તો કેવું? એ ધીમે પગલે પટારા બાજુ વળી. પટારો ખોલ્યો. બધું હેમખેમ હતું. કોઠી પર ફાનસ જળતું હતું. બારીમાંથી પવન આવતાં ફાનસની જ્યોત થરકતી હતી. એનો થરકાટ સામેની દીવાલ પર અથડાતો હતો. શકરીએ બારી આડી કરીને ફાનસનો થરકાટ અટકાવી દીધો. ઘરમાં હજુ થોડી સ્ત્રીઓ બેઠેલી હતી. એમણે શકરીની ડામાડોળ હાલત જોઈને મજાક પણ કરી લીધી. પછી ‘હેંડો’લી!’ કહીને ઊઠી, એટલે શકરીને હાશ થઈ.
એ હડફભેર ઘરમાં ગઈ. ફાનસની શગ ધીમી થવા માંડી હતી. અડોશપડોશમાં ફાનસનાં અજવાળાં હોલવાવા માંડ્યાં હતાં. સ્ત્રીઓ હવે એક પછી એક ઘેર જવા માંડી હતી. જેઠીની છોકરીઓ સાથે નવી ઝીણા સાદે વાતોએ વળી હતી. શકરીને જોઈને એણે મોં પર ઘૂમટો તાણી લીધો. શકરીને નવી વહુનું મોં જોવાનું મન થયું. પોતે રંગ-રૂપે ઊઘડતી છે એની તો સહુ વાતો કરે છે. નવી કદરૂપી હોય તો કેવું? એ ધીમે પગલે પટારા બાજુ વળી. પટારો ખોલ્યો. બધું હેમખેમ હતું. કોઠી પર ફાનસ જળતું હતું. બારીમાંથી પવન આવતાં ફાનસની જ્યોત થરકતી હતી. એનો થરકાટ સામેની દીવાલ પર અથડાતો હતો. શકરીએ બારી આડી કરીને ફાનસનો થરકાટ અટકાવી દીધો. ઘરમાં હજુ થોડી સ્ત્રીઓ બેઠેલી હતી. એમણે શકરીની ડામાડોળ હાલત જોઈને મજાક પણ કરી લીધી. પછી ‘હેંડો’લી!’ કહીને ઊઠી, એટલે શકરીને હાશ થઈ.

જેઠી ઓસરીમાં ઊંઘવાની હતી. એ તો નિરાંતે બેઠી બેઠી શકરીની હિલચાલ જોઈ રહી હતી. બહાર પુરુષોમાંય હવે તો ખાસ કોઈ બેઠું નહોતું. કરસન લીમડા નીચે આડો થયો હતો. ખાટલાની પાંગથે બેઠેલા બે ભાઈબંધો ગપાટા મારતા હતા. કરસનને એમાં રસ નહોતો. એની નજર વારેઘડીએ ઘરમાં જતી હતી. થોડી વારે ‘બેસ તાણઅ!’ કહીને બંને ભાઈબંધો ઊભા થઈ ગયા. કરસનને એ ગમ્યું. દરમિયાન કરસન આંખો ઉઘાડવાસ કરતો બારણું સોંસરવો બધી હિલચાલ જોઈ રહ્યો હતો. શકરી બધું રાચરચીલું ગોઠવવામાં પરોવાઈ. જેઠી ખાટલા ઢાળતી હતી. જેઠીને ગોદડાં આપતી ઊંચી પાતળી અને સહેજ ગોરાવાનની નવી વહુને જોઈને કરસના તળેઉપર થઈ ઊઠ્યો.