ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/ખેતર: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} ઊતરતો માગસર મહિનો અને પોષ બેસતો હતો. બંનેના વચગાળાનું હવામાન...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખેતર'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊતરતો માગસર મહિનો અને પોષ બેસતો હતો. બંનેના વચગાળાનું હવામાન ઠંડું હતું. આકાશ વાદળ વગરનું ચોખ્ખું. સૂર્ય પૂર્વ દિશા ચઢીને તડકો વેરવા માંડ્યો, એમાં ગરમાશ હૂંફ હતી. મા, આગળ… અમે બંને ભાઈ પાછળ.. ચાલતાં ચાલતાં પતંગ ચગાવવાની, પેચ લગાવવાની વાતો માંડી બેસતા હતા. મને તો માએ ઉત્તરાયણના દિવસે પતંગ-દોરી લઈ આપવાની જવાબદારી લીધી, એટલે ખેતર આવવા તૈયાર થયો હતો. અમારું ઉકરડિયું ખેતર ગામથી ઘણું છેટે, છેક કરલીગામના સીમાડાને અડીને બેઠું હતું. પાછો વગડાઉ રસ્તો ઉબડખાબડ, ક્યાંક ટેકરા-થુંબા આવે, ગાડાવાટ વાંકી ચઢઊતર, ધૂળ મડિયા કાંકરાઓથી ભરેલી. એ ચાલવામાં અડચણો ઊભી કરી દેતી હતી. હું અને નારણ દોડી દોડીને, માના આગળ પહોંચી જઈને, પછી મા નજીક આવવા થાય, ત્યારે દોડીએ. હું, મોટાભાઈ નારણથી દોડવામાં પાકોથાક લાગે નહીં, ચઢે નહીં શ્વાસ. માના માથે સુંડલી, એમાં દાતરડાં, કોદાળી, ડોલ-રાંઢવું, ટીનનો ડબ્બો અને બપોરનું ભાથું. મા, એકધારી ખેતર તરફ મીટ માંડીને, એ તો હેંડવામાં પૂરી. તેની ચાલવાની ઢબ ના ધીમી કે ઝડપી. પગમાં પાવલાં હતાં, પહેરેલાં ચાંદીનાં કડલાં તડકામાં ચળકી ઊઠતાં હતાં.

18,450

edits