ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વર્ષા અડાલજા/‘એ’: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી. ધાંધલધમાલ મચાવતા સૈનિકોના ધાડ...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વર્ષા અડાલજા}}
[[File:Varsha Adalaja.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|‘એ’ | વર્ષા અડાલજા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી.
એક હળવા આંચકા સાથે ટ્રેન ઊપડી.
Line 8: Line 18:
સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા.
સતત પાંચ વર્ષના ભયંકર ખૂનખાર લોહિયાળ જંગ પછી દુશ્મનો પર વિજય મેળવી સૈનિકો વતન પાછા ફરતા હતા. સાક્ષાત્ મૃત્યુને બાથ ભીડી લઈ, હવે એ લોકો જિંદગીની ઉજાણી કરતા હતા.

છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, એની સાે સ્થિરતાથી જોઈ રહ્યું હતું.
છેવાડેની બારીએથી એણે ચૂપચાપ આ ટોળા સામે જોયું, પછી નજર ફેરવી લઈ એ બારીની બહાર જોવા લાગ્યો. ઝગમગતા તારાઓથી આકાશ છલોછલ ભર્યું હતું. રાત સોહામણી હતી — પોતાની પત્ની જેવી જ. શાંત અને સુંદર. બહાર ઝડપથી સરી જતાં દૃશ્યોમાં પત્નીનું મુખ, એને સૌમ્ય સ્થિરતાથી જોઈ રહ્યું હતું.

આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ.
આંખો બંધ કરી એણે માથું ઢાળી દીધું. પત્નીની સ્થિર તેજસ્વી આંખો ફેલાતી ઝગમગતા તારા ઉપર છવાઈ ગઈ.
Line 113: Line 123:
એની પત્ની એને રાત્રે પ્રેમ કરતી અને એની છાતીમાં મૂંઝારો થઈ જતો. એના સાથીદારો મોજ ઉડાવવા સ્ત્રીઓને ખેંચી જતા. એમના અટ્ટહાસ્યથી એના કાન ભરાઈ જતા. એ પત્નીને હડસેલી પરસેવે રેબઝેબ ઊભો થયો. પત્નીના રુદનમાં મડદાને ફોલતા ગીધનો અવાજ સંભળાતો… ઠક… ઠક…

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુધીર દલાલ/પછી|પછી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વર્ષા અડાલજા/લાશ|લાશ]]
}}