ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુમન શાહ/જામફળિયામાં છોકરી: Difference between revisions

પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 42: Line 42:
જરા માંડીને કરું આખી વાત :
જરા માંડીને કરું આખી વાત :


પહેલવારકી મેં એને આ લૉનનાં ચોસલાં આવ્યાંને, એ દિવસે જોઈ. વાત એમ હતી કે હું મારા નિયમે કરીને બેઠો’તો અહીં, બાંકડે – અને, સામેના બાંકડે એ જાણે એકાએક જ કશા છોડવાની જેમ ઊગી આવેલી! હશે બન્ને બાંકડા વચ્ચે પચીસેક ફૂટનું અંતર. મારા અચરજનો પાર નહોતોઃ સાલું ક્યારનું તો કોઈ હતું નહીં, ને આ આવી કાંથી? ઉપરથી સીધી ઊતરી આકાશી પવનના રસ્તે? કે પછી બાગની આ ચોમેર ભમતી હવામાંથી બની આવી? છોકરીના આવવાથી મારી સામેનું આખું એવું થઈ ગયું – જાણે રંગમંચ, છોકરી ફ્રૉકમાં હતી. સફેદ ફૉક. એમાં ચાંલ્લા-ચાંલ્લાની ડિઝાઈન જણાતી’તી, કદાચ, જાંબલી-જેવાં પોલકા ડૉટ્સની ડિઝાઈન હતી. વાળના એણે બે ચોટલા વાળેલા ને આગળ છાતીના ઉભાર પર રમતા મૂકેલા. ઉભાર, કળવામાં મુશ્કેલી ન પડે એવો ઠીક ઠીક મોટો ગણાય – એને એમ જોતાં, મેં જોયેલું, કે મારી હથેળી ખૂલી ગયેલી, જોકે તરત મેં એને મૂઠીમાં પાછી વાળી લીધેલી. છોકરીએ ચોટલા બરાબર કસીને વાળેલા ને બેવડ બાંધેલા, તોય, ઠીક ઠીક લાંબા હતા. મને થયેલું વાળ આના બહુ જ લાંબા છે – ખુલ્લા કરે તો પગનાં મોજનેય ઢાંકી પાડે.
પહેલવારકી મેં એને આ લૉનનાં ચોસલાં આવ્યાંને, એ દિવસે જોઈ. વાત એમ હતી કે હું મારા નિયમે કરીને બેઠો’તો અહીં, બાંકડે – અને, સામેના બાંકડે એ જાણે એકાએક જ કશા છોડવાની જેમ ઊગી આવેલી! હશે બન્ને બાંકડા વચ્ચે પચીસેક ફૂટનું અંતર. મારા અચરજનો પાર નહોતોઃ સાલું ક્યારનું તો કોઈ હતું નહીં, ને આ આવી કાંથી? ઉપરથી સીધી ઊતરી આકાશી પવનના રસ્તે? કે પછી બાગની આ ચોમેર ભમતી હવામાંથી બની આવી? છોકરીના આવવાથી મારી સામેનું આખું એવું થઈ ગયું – જાણે રંગમંચ, છોકરી ફ્રૉકમાં હતી. સફેદ ફૉક. એમાં ચાંલ્લા-ચાંલ્લાની ડિઝાઈન જણાતી’તી, કદાચ, જાંબલી-જેવા પોલકા ડૉટ્સની ડિઝાઈન હતી. વાળના એણે બે ચોટલા વાળેલા ને આગળ છાતીના ઉભાર પર રમતા મૂકેલા. ઉભાર, કળવામાં મુશ્કેલી ન પડે એવો ઠીક ઠીક મોટો ગણાય – એને એમ જોતાં, મેં જોયેલું, કે મારી હથેળી ખૂલી ગયેલી, જોકે તરત મેં એને મૂઠીમાં પાછી વાળી લીધેલી. છોકરીએ ચોટલા બરાબર કસીને વાળેલા ને બેવડ બાંધેલા, તોય, ઠીક ઠીક લાંબા હતા. મને થયેલું વાળ આના બહુ જ લાંબા છે – ખુલ્લા કરે તો પગનાં મોજાંનેય ઢાંકી પાડે.


છોકરી જોડે જે બન્યું, એ દિવસે, ત્યારે વાળ એના, હું કહું છું એમ ખુલ્લા હતા – પૂરેપૂરા ખુલ્લા.
છોકરી જોડે જે બન્યું, એ દિવસે, ત્યારે વાળ એના, હું કહું છું એમ ખુલ્લા હતા – પૂરેપૂરા ખુલ્લા.
Line 86: Line 86:
જવાબમાં મારાથી પણ એ વખત જેવું હસવા-જેવું જ થાય છે. પણ પછી –
જવાબમાં મારાથી પણ એ વખત જેવું હસવા-જેવું જ થાય છે. પણ પછી –


એક સળેકડી શોધી ભોંય પર હું ચિત્ર કરવા લાગ્યો છું. છોકરીનો ચહેરો બનાવવા એક મોટું લાંબું મીંડું દોરું છું. નોકરી મારી ડ્રાફટ્સમૅનની છે નડિયાદમાં પીડબલ્યુડીમાં – ડૉઈન્ગ મારું પહેલાંથી સારું એનો પ્રતાપ – બાકી એવી સારી નોકરી મળે આ જમાનામાં? રામ-રામ ભજો! – છોકરીની આંખો, નાક-ની લાઈનો કરી હું એના હોઠની લાઈન કરવા જઉં છું એ જ વખતે મને થયું કોઈ મારી બિલકુલ નિકટ ઊભું રહી ગયું છે.
એક સળેકડી શોધી ભોંય પર હું ચિત્ર કરવા લાગ્યો છું. છોકરીનો ચહેરો બનાવવા એક મોટું લાંબું મીંડું દોરું છું. નોકરી મારી ડ્રાફટ્સમૅનની છે નડિયાદમાં પીડબલ્યુડીમાં – ડ્રૉઈન્ગ મારું પહેલાંથી સારું એનો પ્રતાપ – બાકી એવી સારી નોકરી મળે આ જમાનામાં? રામ-રામ ભજો! – છોકરીની આંખો, નાક-ની લાઈનો કરી હું એના હોઠની લાઈન કરવા જઉં છું એ જ વખતે મને થયું કોઈ મારી બિલકુલ નિકટ ઊભું રહી ગયું છે.


મેં જોયું તો શનોભાઈ. તદ્દન મારી સામે ખડો હતો. કહે :
મેં જોયું તો શનોભાઈ. તદ્દન મારી સામે ખડો હતો. કહે :