ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/હેમંતની રાત: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''હેમંતની રાત'''}} ---- {{Poem2Open}} આ રાત્રિનું કાજળ ધરતી-આકાશને કેવાં બદલી...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''હેમંતની રાત'''}}
{{SetTitle}}
----
{{Heading|હેમંતની રાત | રતિલાલ ‘અનિલ’}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રાત્રિનું કાજળ ધરતી-આકાશને કેવાં બદલી નાખે છે! ચિત્તમાં થંભી ગયેલી કોઈ ઊજળી ક્ષણની જેમ ખૂણે દીવો ઊભો છે. અને થંભી ગયેલી ક્ષણ ચિત્ત સમસ્તમાં વ્યાપી જાય એમ દીવો ઓરડામાં પ્રકાશ રૂપે વ્યાપી ગયો છે. રાત્રિ અને દીવો બંને મૂંગાં છે. એ મૂંગાપણાનું વ્યક્તિત્વ એ જ તો રાત્રિ છે. બારીમાંથી સૂરજ ડોકિયું કરતો નથી અને દીવાને ઓરડા બહાર ડોકિયું કરવાની સ્પૃહા જણાતી નથી. સૂરજ તપે છે, માત્ર તપ કરતો નથી, કેમ કે એ આગળ વધતો, ઊંચે ચઢતો દેખાય છે, પણ દીવો જાણે સ્થિર ચિત્તે ને ખુલ્લી આંખે તપ કરે છે, એમાં તાપ નથી, પણ પ્રકાશ છે…

Line 18: Line 18:
આગગાડી નહીં હોય ત્યારે દૂર દૂરથી શિયાળુ રાતે માણસને કોણ સાદ કરતું હશે? પેલા દૂરનાં નક્ષત્રો… પણ એ તો કોઈ કવિએ સાંભળ્યા હોય તો સાંભળ્યા હોય… શિયાળુ રાત્રિનું મૌન કશુંક શાંતપણે અનુભવ્યા કરે છે અને શેરીદીવાઓ સ્થિર ચિત્તે જોયા કરે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આદિવાસી શેમળો|આદિવાસી શેમળો]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ઘડીક સંગની વાત|ઘડીક સંગની વાત]]
}}
18,450

edits