ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વર્ષાવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
એક બંગાળી કવિએ વર્ષામાં એકસરખા કાને પડતા દેડકાના અવાજને વેદકાળના ઋષિના ઋચાગાન જોડે સરખાવ્યો છે, એમાં કોના વડે કોનું ગૌરવ થયું, આ હીનોપમા કે પછી ગૌરવોપમા થઈ તે તો અલંકારશાસ્ત્રીઓ ચર્ચે. પણ એ દર્દુર ધ્વનિમાં સંમોહન નથી હોતું એમ તો કહી શકાશે નહીં. જાણે આકાશની જળના કાનમાં કશાક આદિમ રસથી ઉચ્ચારાયેલી એ વાણી છે. એમાં કામાવેગથી ક્ષુબ્ધ નારીના અવાજમાં જે પરુષતા હોય છે તેનો અણસાર હોય છે. મેદુરતાનો લેપ રંગોને ઢાંકી દે છે એવું નથી. નાના ઇન્દ્રગોપની મખમલી લાલ બિછાત પર કોનું સુંવાળું હૃદય પગલી પાડશે? મોરનો કલાપ તો એટલી પ્રશંસા પામ્યો છે કે એને ઘનશ્યામના મુકુટમાં જ સ્થાન મળી ચૂક્યું છે. પણ મેદુરતાની પડછે કેતકીના દંડ પરનો મલિનશ્વેત પુષ્પગુચ્છ જુઓ કે કદમ્બને જુઓ તો રસિકોને એ વધારે રુચશે. અને છેલ્લે એક દૃશ્ય: આખી સૃષ્ટિ જાણે કોઈ વિરાટ સરિસૃપની જેમ સરીને વિવરમાં ભરાઈ જતી લાગે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/રૂપપ્રપંચ|રૂપપ્રપંચ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ|જળઃ પૃથ્વીનું પૂર્ણવિરામ]]
}}
18,450

edits