ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો

આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.

૧. સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો: એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ, ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષનાઅંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. કુલ ૨૩ સામિયકોના મોટાભાગના અંકોની સામગ્રીને અહી સમાવી લીધી છે.

૨. એકાદ પેરેગ્રાફવાળા પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.