ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-૬


ક્હાન-૬ [ઈ.૧૬૯૨ સુધીમાં] : આખ્યાનકાર. હીરાસુત. ઔદીચ્ય બ્રાહ્મણ. પૂર્વજોનું વતન અમરાવતી. પોતે અમદાવાદ પાસેના રાણીપનો રહેવાસી. નાકર (ઈ.૧૬મી સદી)ની કૃતિ સાથે સેળભેળ થતાં ૭૮ કડવાં સુધી વિસ્તરેલા પણ મૂળ ૩૩ કડવાંના જણાતા અને કેટલાક સારા જૂના ઢાળને સાચવી રાખતા ‘ઓખાહરણ’ તથા વિષ્ણુધર્મોત્તરપુરાણને આધારે એકાદશીની કથાઓ વર્ણવતા ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ર.સો.]