ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનમહેન્દ્ર સૂરિ


જિનમહેન્દ્ર(સૂરિ) [ઈ.૧૮૪૨માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય. હિંદીરાજસ્થાનીપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલી, પ્રેમભક્તિના પાસવાળી ‘ચોવીસી’(ર.ઈ.૧૮૪૨; મુ.)ના કર્તા. કૃતિ : અસ્તમંજુષા. [કી.જો.]