ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેબાઈ


જેબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : શહેરા(ગોધરા પાસે)ના મોતીરામ (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના અથવા એમના શિષ્ય વેલજી મોટાના શિષ્યા. તેથી શહેરા અથવા તેની આસપાસના વતની. વેદાંતની પરિભાષા યોજીને ચૈતન્યની વિવિધ અવસ્થાઓનો મહિમા ગાતી અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ માગતી, ૮-૮ કડીઓની ૨ આરતી (મુ.) તેમની પાસેથી મળે છે. એમને નામે નોંધાયેલ ‘રાજસૂય-યજ્ઞ’ (ર.સં.૧૭૪૪)ની પ્રમાણભૂતતા શંકાસ્પદ જણાય છે. કૃતિ : પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. થોડાંક રસદર્શનો સાહિત્ય અને ભક્તિનાં, કનૈયાલાલ મુનશી સં. ૧૯૮૯, ૨. પ્રાકકૃતિઓ;  ૩. વસંત, આશ્વિન, ૧૯૬૮, - ‘સ્ત્રી કવિ જેબાઈ’, છગનલાલ વિ. રાવળ.[શ્ર.ત્રિ.]