ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવચંદ્ર


દેવચંદ્ર  : આ નામે ૧૪ કડીની ‘મહાવીરસ્વામીનું સ્તવન’ (મુ.), ૫ કડીની ‘હિતશિક્ષા’ (મુ.), ૧૫ કડીની ‘નેમિજિન-બારમાસ’ તથા અન્ય કેટલીક સ્તવન, સઝાય, ગીત, ગહૂંલી (૧ મુ.) વગેરે પ્રકારની કૃતિઓ મળે છે તે કયા દેવચંદ્રની છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. અંચલગચ્છના કોઈ દેવચંદ્રની ૧૧ કડીની ‘ચક્કેસરીમાતાની આરતી’ (મુ.) મળે છે તે દેવચંદ્ર-૪ છે કે કેમ તેનો નિર્ણય થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.); ૩. શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન સંગ્રહ, સંગ્રા. મુનિમહારાજશ્રી સાગરચંદ્રજી, ઈ.૧૯૨૬; ૪. સસન્મિત્ર. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.)