ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂંજા બાવા-૨


પૂંજા (બાવા)-૨ [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા. વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે. કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯. સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪.[ર.ર.દ.]