ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેણીદાસ-૧


વેણીદાસ-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજીના અનુયાયી. વડોદરાના નાગર અને ગોકુલદાસ નાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ.એમણે ‘શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમનાગમન’ નામનો ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.) રચ્યાં છે. એમના મુદ્રિત ધોલની ભાષા વ્રજની અસરવાળી છે. વેણીદાસને નામે જ્ઞાનભક્તિબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે. કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [ચ.શે.]