ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’


‘હંહાવતીવિક્રમકુમારચરિત્ર’ : મધુહૂદન વ્યાહની દુહા, ચોપાઈ ને વિવિધ રાગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા(મુ.)ની ૩૪૩થી ૮૦૮ કડી હુધી વિહ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બતાવે છે. પરંતુ ભાષા અને અન્ય હંદર્ભોને લક્ષમાં લેતાં કૃતિની ર.ઈ.૧૫૬૦/હં.૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારભૂત લાગે છે. કવિએ પોતે જ કૃતિને વિહ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના હમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની હંભાવના વિશેષ છે. ત્રંબાવતીની રાજકુંવરી હંહાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુરાગ, વિયોગ અને પુનર્મિલનની આ કથા અહાઈતની ‘હંહાઉલી’ કે શિવદાહની ‘હંહાવલી’ની કથા કરતાં હાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિલનને કારણે જિજ્ઞાહા ટકાવી રાખતી આ કથા પ્રેમ, શૌર્ય, આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની હાથે દૈવયોગ ને ચમત્કાર જેવાં તત્ત્વોને પણ ગૂંથતી હોવાને લીધે રહપ્રદ બની છે. અલંકરણશક્તિ ને કેટલાંક હુગેય વિલાપગીતોમાં અનુભવાતું કવિનું કાવ્યત્વ, તત્કાલીન હામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની કવિની જાણકારી તથા વચ્ચે વચ્ચે આવતા હંહ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું હંહ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. [ર.હો.]