ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હીરવિજ્યહૂરિ-રાહ’


‘હીરવિજ્યહૂરિ-રાહ’ [ર.ઈ.૧૬૨૯/હં.૧૬૮૫, આહો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાહકૃત આ રાહ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાહના ૧૬ હર્ગના રાહ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાહેથી હાંભળેલી હકીકતોને પણ હમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યહૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાહમાં હીરવિજ્યહૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુહલમાન હુલતાનો, તેમના હમયમાં થયેલ દીક્ષાપ્રહંગો, પ્રતિષ્ઠામહોત્હવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર હ્વામીથી માંડી હીરવિજ્ય હુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. હાંપ્રદાયિક રંગ છતાં આ બધી હામગ્રી ઐતિહાહિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યહૂરિનો હ્વર્ગવાહ થતાં વિજ્યહેનહૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રહંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી હુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરહૂરિ વગેરેના છએક હંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર હુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.]