ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિક


અધિક : વિરોધમૂલક અલંકાર. વિશાળ આધાર અને આધેયના અનુક્રમે આધેય અને આધાર નાનાં હોવા છતાં મોટાં બને ત્યારે તેને અધિક અલંકાર કહેવાય. આધેય કે આશ્રિત વિશાળ હોય અને તેનો આધાર કે આશ્રય નાનો હોય છતાં તે વિશાળ બને ત્યારે પહેલા પ્રકારનો અધિક અલંકાર થાય અને આધાર કે આશ્રય વિશાળ હોય અને તેનો આધેય કે આશ્રિત લઘુ હોય છતાં વિશાળ બને ત્યારે બીજા પ્રકારનો અધિક અલંકાર થાય. જેમકે ‘‘રાજન્, અહો ત્રણે ભુવનોનું ઉદર વિશાળ છે, કેમકે સમાવાને અશક્ય એવો તારો યશ :પુંજ એમાં સમાઈ જાય છે.’’ અહીં લઘુ આશ્રય વિશાળ બને છે માટે પહેલો પ્રકાર છે. જ.દ.