ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધિસંદેશ


અધિસંદેશ(Metamessage) : કવિતાનો સ્વપ્ન સાથે સંબંધ છે અને કવિતામાં જે કહેવાય છે એથી ઘણુંબધું એમાંથી અભિવ્યક્ત થાય છે. લય, કાકુ, પઠન, ધ્વનિ જેવી ભાષાથી ઇતર સામગ્રી કાવ્યનો બૃહદ્ અર્થ રચવા માટે અત્યંત મહત્ત્વની રીતે પરિણામગામી બને છે. કવિતાની આ સામગ્રી અધિસંદેશ અને ક્યારેક પરાતર્ક (paralogic) તરીકે ઓળખાય છે. ચં.ટો.