ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનન્વય


અનન્વય : સાદૃશ્યમૂલક અલંકાર. એક જ વસ્તુ જ્યારે ઉપમાન અને ઉપમેય બન્ને તરીકે પ્રયોજાય ત્યારે અનન્વય અલંકાર બને છે. જેમકે ‘ગગન ગગન જેવું છે અને સાગર સાગર જેવો છે’ અહીં ગગન ઉપમેય છે અને ઉપમાન પણ છે. તે જ પ્રમાણે સાગર પણ ઉપમેય ઉપમાન બન્ને છે. જ.દ.