ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિગ્રસ્ત કલ્પન


અભિગ્રસ્ત કલ્પન(obsessive image) : કોઈ એક કલ્પન વર્ચસ્વી બની કૃતિમાં વારંવાર આવતું હોય અને પ્રતીકાત્મક સામર્થ્યથી સંદર્ભને નિયંત્રિત કરતું હોય એનો અહીં નિર્દેશ છે. ઉપરાંત કોઈ કવિની સમસ્ત રચનાઓના સંદર્ભમાં કે ચોક્કસ યુગના કવિઓની રચનાઓના સંદર્ભમાં પણ આ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. જેમકે આધુનિક ગુજરાતી કવિતામાં ‘ઘુવડ’ અને ‘અંધકાર’નાં કલ્પનો અભિગ્રસ્ત કક્ષાએ વપરાયેલાં જોઈ શકાય છે. ચં.ટો.