ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અભિવ્યક્તિપરક દોષ


અભિવ્યક્તિપરક દોષ (Expressive fallacy) : નવ્ય વિવેચકોનું માનવું છે કે કવિની લાગણી ગમે એટલી ઉત્કટ હોય છતાં એ ઉત્કટ લાગણી પોતે પર્યાપ્ત અભિવ્યક્તિ માટે પૂરતી નથી. યાવર વિન્ટર્સ અને આર. પી. બ્લેકમુરનું કહેવું છે કે કવિની મૂળભૂત લાગણીનો વેગ કવિ અને વિવેચક બંનેને કૃતિના મૂલ્યાંકન માટેનું વિસ્તૃત વસ્તુપરક ધોરણ ઊભું કરવામાં બાધક બને છે. ચં.ટો.