ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થાપતિ


અર્થાપત્તિ : કોઈ એક અર્થના બળે અન્ય અર્થની આપત્તિ (પ્રતીતિ) થાય તે અર્થાપત્તિ અલંકાર કહેવાય. દણ્ડાપૂપિકન્યાય, કૈમુતિકન્યાય કે તુલ્યન્યાયના આધારે એક અર્થથી બીજા અર્થની પ્રતીતિ થઈ શકે. જેમકે ‘‘હે રાજન્! જો તારી સામે પણ દારિદ્ર્ય રહેલું હોય તો નક્કી સૂર્યની સામે પણ ધીરે ધીરે અંધકાર આવી જશે.’’ અહીં રાજાની સામે દારિદ્ર હોય તો સૂર્ય સામે અંધકાર હોય જ એવો અર્થ તુલ્યન્યાય દ્વારા સમજાય છે. જ.દ.