ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવકાશો


અવકાશો(Gaps, Blanks) : વાચક અને વાચનની પ્રક્રિયામાં રસ ધરાવતા વૂલ્ફગાંગ ઈસરે વાચનના કાર્યને સમજાવતા અને સૌન્દર્યનિષ્ઠ પ્રતિભાવના સિદ્ધાન્તના સંદર્ભમાં બતાવ્યું છે કે વાચક કૃતિ વાંચતો જાય અને કૃતિ ઉકેલાતી આવે તેમ તેમ કૃતિના પ્રત્યક્ષ સંદર્ભમાં એ ફરી ફરીને અનુકૂલન સાધ્યા કરતો હોય છે અને સાથે સાથે કૃતિમાં વચ્ચે વચ્ચે આવતા અવકાશોનું મૂર્તકરણ કર્યા કરતો હોય છે. ચં.ટો.